21 ભારતીય ભાષાઓની સાથે 4,999 રૂપિયામાં લોલીપોપ ઓએસ સ્માર્ટફોન
[ગેજેટ] આજે સ્માર્ટફોન્સની ચોતરફ બોલબાલા છે. સ્માર્ટફોન વગર જાણે લોકોનું જીવન અધુરું બની ગયું છે. પરંતુ સ્માર્ટફોનમાં જેવા ફીચર્સ તેવી જ તેની કિંમત હોય છે. પરંતુ આપને બેસ્ટ ફીચર્સ અને ફેસિલિટીવાળો સ્માર્ટફોન ઓછી કિંમતમાં મળે તો?
ભારતીય સ્માર્ટફોન મેકર માઇક્રોમેક્સે એંડ્રોઇડ લોલીપોપ 5.0ની સાથે નવો કેનવાસ સ્પાર્ક સ્માર્ટફોન લોંચ કર્યો છે. 4,999 રૂપિયાની આકર્ષક કિંમતમાં લોંચ કરવામાં આવેલા માઇક્રોમેક્સ કેનવાસ સ્પાર્કને સ્નેપડીલમાં ફ્લેશ સેલમાં ખરીદી શકાય છે. જોકે ફ્લેશ સેલ માટે રજિસ્ટ્રેશન 29 એપ્રિલ 12 વાગ્યાથી શરૂ થશે. એટલું જ નહીં ફોનની સાથે વોડાફોન 3જી 500 એમબી ડેટા બે મહિનાની વેલિડિટીની સાથે ફ્રી આપવામાં આવશે.
આ ઉપરાંત આ સ્માર્ટફોનમાં 21 ભારતીય ભાષાઓ આપવામાં આવી છે...

ફોનમાં આપવામાં આવેલા ફીચર્સ આ પ્રમાણે છે..
4.7 ઇંચની સ્ક્રીન
ડ્યુઅલ સિમ સ્માર્ટફોન
એંડ્રોઇડ લોલીપોપ5.0 ઓએસ
1.3 ગીગાહર્ટ ક્વાડ કોર મીડિયાટેક MT6582M પ્રોસેસર
ગોરિલ્લા ગ્લાસ 3
1 જીબી ડીડીઆર 3 રેમ
3.5 એમએમ જેક
2000 એમએએચ બેટરી
બ્લ્યૂટૂથ 4.0 ઓએસ, જીપીએસ, એફએમ રેડિયો
વ્હાઇટ અને ગોલ્ડ કલર ઓપ્શન












Click it and Unblock the Notifications
