માઇક્રોમેક્સના 5 દમદાર ડ્યુલ કોર પ્રોસેસર સ્માર્ટફોન
માર્કેટમાં ડ્યુલ કોર સ્માર્ટફોનનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે, લોકો હવે ફીચર્સ સાથે પાવરફુલ સ્માર્ટફોન ખરીદવા માગે છે. જેના કારણે સેમસંગ, એલજી, સોનીની સાથોસાથ લો બજેટના સ્માર્ટફોન બનાવનારી માઇક્રોમેક્સ દ્વારા પણ ઘણા ડ્યુલ કોર પ્રોસેસર સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે.
ડ્યુલ કોર પ્રોસેસર સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત એ છે કે એક સાથે તમે અનેક કામ કરી શકો છો, જેમ કે એક તરફ ઇન્ટરનેટ સર્ફિંગ કરી રહ્યા છો તો બેકગ્રાઉન્ડમાં મ્યુઝીક પ્લેયર પણ ચાલું રાખી શકો છો. આ બધાની સાથે તમે વચમાં ફોન કરવા માગો છો તો તે પણ કરી શકો છો.
ડ્યુલ કોર સ્માર્ટફોનમાં સાધારણ સ્માર્ટફોનની સરખામણીએ હેંગ થવાની સંભાવના ઘણી ઓછી રહે છે, ગેમિંગ લવર્સ માટે તો સ્માર્ટફોનમાં ડ્યુલ કોર હોવું ઘણું જ જરૂરી છે, કારણ કે મોટાભાગની મોબાઇલ ગેમ હાઇરિઝોલ્યુશનની હોય છે, જેને વધુ રેમ અને મોટા પ્રોસેસરની જરૂર પડે છે. તો ચાલો તસવીરો થકી જોઇએ માઇક્રોમેકસના પાંચ દમદાર ડ્યુલ કોર પ્રોસેસર સ્માર્ટફોન.

માઇક્રોમેક્સ કેનવાસ 3 એ 110
સ્ક્રિનઃ- 5 ઇન્ચ એલસીડી કેપેસિટિવ ટચસ્ક્રિન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ કોર પ્રોસેસર
ઓએસઃ- વી4.0.4 આઇસક્રીમ સેન્ડવીચ
મેમરીઃ- 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
કિંમતઃ- 9910 રૂપિયા

માઇક્રોમેક્સ કેનવાસ લાઇટ એ 92
સ્ક્રિનઃ- 5 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- વી 4.1.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા
કિંમતઃ- 8499 રૂપિયા

માઇક્રોમેક્સ કેનવાસ મ્યુઝીક એ 88
સ્ક્રિનઃ- 4.5 ઇન્ચ ટીએફટી ટચસ્ક્રિન
ઓએસઃ- વી4.1.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુલ કોર પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી કમેરા અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
કિંમતઃ- 8699 રૂપિયા

માઇક્રોમેક્સ નિંઝા એ 91
સ્ક્રિનઃ- 4.5 ઇન્ચ ટીએફટી ટચસ્ક્રિન
ઓએસઃ- વી4.0 આઇસક્રીમ સેન્ડવીચ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુલ કોર પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 સેકન્ડરી કેમેરા
કિંમતઃ- 8199 રૂપિયા

માઇક્રોમેક્સ નિંઝા એ 89
સ્ક્રિનઃ- 3.97 ઇન્ચ ટીએફટી કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- વી4.0 આઇસક્રીમ સેન્ડવીચ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુલ કોર પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી
કેમેરાઃ- 3 મેગા પિક્સલ કેમેરા
કિંમતઃ- 6690 રૂપિયા












Click it and Unblock the Notifications
