For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોબાઇલનો ઉપયોગ કરો છો તો આ વાતોનું રાખો ખાસ ધ્યાન

|
Google Oneindia Gujarati News

મોબાઇલ ફોન તેમાં પણ ખાસ કરીને સ્માર્ટફોન આજે એક મહત્વનું ગેજેટ બની ગયું છે, નાના હોય કે મોટા તમામ પાસે અપણને મોબાઇલ ફોન જોવા મળે છે, તો કેટલાક એવા પણ આપણને મળી જશે કે, જેઓ એક કરતા વધુ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. ત્યારે મોબાઇલ ફોનને સાચવવા ઘણા અઘરા થઇ પડે છે.

આ વખતે અમે એ જ વાતને ધ્યાનમાં રાખીને મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા લોકો માટે કેટલીક ઉપયોગી ટીપ્સ લઇને આવ્યા છીએ. દરેક મોબાઇલ ઉપયોગકર્તા માટે ખાસ છે. જેમ કે તમારા ફોનન લોક લગાવવો, એન્ટી વાયરસ ઇન્સ્ટોલ કરવો વિગેરે. આ ઉપરાંત પણ અનેક બાબતો છે, જે અહીં તસવીરો થકી જણાવવામાં આવી છે.

ફોન સિક્યોરિટી કોડ

ફોન સિક્યોરિટી કોડ

ફોનમાં આપવામાં આવેલી સિક્યોરિટી લોકનો ઉપયોગ કરો, પછી તમારો ફોન સસ્તો હોય કે મોંઘો.

બ્લ્યુટૂથ ઓફ કરો

બ્લ્યુટૂથ ઓફ કરો

જો ફોનમાં બ્લ્યુટૂથનો ઉપયોગ ના કરતા હોવ તો તેને ઓફ કરી દો, કારણ કે, તેનાથી તમારા ફોનની બેટરી કારણ વગર વધુ વપરાશે.

મોબાઇલ રીબીન

મોબાઇલ રીબીન

હંમેશા તમારા મોબાઇલમાં રીબીન અથવા તો કોઇ સ્ટ્રિપ લગાવી રાખો જેથી ક્યારેય પણ તમારા હાથમાંથી મોબાઇલ છૂટી જાય તો રીબીન તેને નીચે પડવા નહીં દે.

એન્ટી વાયરસ સોફ્ટવેર

એન્ટી વાયરસ સોફ્ટવેર

પોતાના ફોનમા એન્ટી વાયરસ સોફ્ટવેર ઇન્સ્ટોલ રાખો જેથી ક્યારેય તમારો ફોન પીસી સાથે કનેક્ટ કરવામાં આવે તો તેમાં વાયરસનો હુમલો ના થાય.

સીરિયલ નંબર

સીરિયલ નંબર

તમારા ફોનનો સીરિયલ નંબર ક્યાંક નોટ કરીને રાખો, જેથી ક્યારેક તમારો ફોન ખોવાઇ જાય તો સીરિયલ નબંરની મદદથી તેને બ્લોક કરાવી શકાય.

ફોન ઇન્સ્યોરંસ

ફોન ઇન્સ્યોરંસ

જો તમારી પાસે કોઇ મોંઘો સ્માર્ટફોન હોય તો તેનો ઇન્સ્યોરંસ કરાવી લો, જેથી ફોન ખોવાઇ જાય તો તમને થોડાક પૈસા પરત મળી શકે.

આઇએમઆઇ નંબર

આઇએમઆઇ નંબર

દરેક જીએસએમ ફોનમાં એક આઇએમઆઇ નંબર હોય છે, IMEI નંબર જોવા માટે તમે ફોનમાં *#06# ડાયલ કરી શકો છો. આઇએમઇઆઇ નંબર એક જગ્યાએ લખી રાખો, જેની મદદથી તમે તમારા ફોનને બ્લોક કરાવવાની સાથે ટ્રેક પણ કરાવી શકો છો.

અનપૈક ફોન

અનપૈક ફોન

ક્યારેય કોઇ ખુલ્લા પેકિંગનો ફોન ના ખરીદો, જો તમારે ફોન લેવો જ છે તો દુકાનદાર પાસેથી ફોનની નવી પેકિંગ ઓપન કરાવીને પછી જ તેને ખોલો.

English summary
safety tips mobile phone users news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X