1 ફેબ્રુઆરીના રોજ લોન્ચ થશે Samsung Galaxy Book 3 Pro અને Samsung Galaxy Book 3 Ultra, જાણો ફીચર્સ
1 ફેબ્રુઆરીના રોજ Samsung Galaxy Book 3 Pro અને Samsung Galaxy Book 3 Ultra લોન્ચ કરવામાં આવશે. આવા સમયે આજે આપણે આ અહેવાલમાં Samsung Galaxy Book 3 Pro અને Samsung Galaxy Book 3 Ultra ના ફીચર્સ અને અન્ય અપડેટ વિશે જાણીશુ
1 ફેબ્રુઆરીના રોજ Samsung ગ્લોબલ લેવલ પર ગેલેક્સિ અનપેક્ડ ઇવેન્ટનું આયોજન કરવા જઇ રહ્યું છે. Samsung કંપનીએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, આ ઇવેન્ટમાં Samsung Galaxy S23 સીરીઝ સાથે, Samsung Galaxy Book 3 પણ લોન્ચ કરવામાં આવશે.
આ સાથે આ લોન્ચમાં Samsung Galaxy Book 3 Pro અને Samsung Galaxy Book 3 Ultra પણ સામેલ હશે, તેવી આશા રાખવામાં આવી રહી છે. આજે આપણે Samsung Galaxy Book 3 Pro અને Samsung Galaxy Book 3 Ultra ના ફીચર્સ વિશે જાણીશું.

Samsung Galaxy Book 3 Ultra ની વિશિષ્ટતાઓ
Samsung Galaxy Book 3 Ultra વેરિએન્ટ સીરિઝનું હાઇ-એન્ડ મોડલ હશે. જેમાં લેટેસ્ટ 13મી જનરેશન Intel Core i9-13900H પ્રોસેસર પર આધારિત, તમને 32 GB LPDDR5 રેમ અને 1 TB NVMe SSD PCIe Gen 4 સ્ટોરેજ ઓફર કરીશકાય છે. આ સિવાય Nvidia GeForce RTX 4070 સાથે GPU આપવામાં આવ્યું છે.

Samsung Galaxy Book 3 Ultra ડિસ્પ્લે અને વજન
ડિસ્પ્લે વિશે વાત કરીએ તો તેમાં તમને 16 ઇંચની 3K AMOLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે, જે 2880 x 1080p રિઝોલ્યુશનઆપે છે.
Galaxy Book 3 Ultra માં 76 Whr બેટરી પેક થવાની અપેક્ષા છે, જે 136 W ચાર્જર સાથે આવશે. આ સાથે સાથેલેપટોપનું વજન માત્ર 1.8 કિલો છે અને તેની જાડાઈ 17 મીમી હશે. લેપટોપ AKG-ટ્યુન્ડ ક્વોડ-સ્પીકર સેટઅપ સાથે પણ આવશે, જેડોલ્બી એટમોસને સપોર્ટ કરે છે.

Samsung Galaxy Book 3 Pro વિશિષ્ટતાઓ
રિપોર્ટ સૂચવે છે કે, Samsung Galaxy Book 3 Pro બે વેરિઅન્ટમાં આવશે, જેમાં 14-ઇંચ અને 16-ઇંચનો સમાવેશ થાય છે. બંનેલેપટોપમાં અલ્ટ્રા મોડલની જેમ 3K AMOLED ડિસ્પ્લે અને 13મી જનરેશન ઇન્ટેલ કોર ચિપસેટની સુવિધા અપેક્ષિત છે.
14-ઇંચનું મોડેલ કોર i5-1340P ચિપસેટ પર આધારિત હોઈ શકે છે, જ્યારે 16-ઇંચના મોડેલમાં Core i7-1360P પ્રોસેસર હોઈ શકે છે.
બંને મોડલમાં 1 TB NVMe SSD PCIe Gen4 SSD સુધી 16 GB સુધીની RAM આપી શકાય છે. આ લેપટોપ Intel IrisXe iGPU સાથે આવી શકે છે.

Samsung Galaxy Book 3 Pro નો લૂક
બેટરીની વાત કરીએ તો, 14-ઇંચનું મોડલ 63Whr બેટરીથી સજ્જ થવાની શક્યતા છે, જ્યારે 16-ઇંચનું વેરિઅન્ટ 76Whr બેટરી સાથેઆવી શકે છે. વજનના સંદર્ભમાં, 14-ઇંચ મોડલનું વજન 1.2 kg અને તેની જાડાઈ 11 mm હોવાનું અપેક્ષિત છે, જ્યારે અન્ય એકનું વજન1.6 kg અને 13 mm જાડાઈની અપેક્ષા છે.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
