For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેમસંગ ગેલેક્સી એસ 3માં આગ કેવી રીતે લાગી

|
Google Oneindia Gujarati News

આપણે બધા અવાર-નવાર ફોન ધડાકો અંગેના સમાચારો સાંભળીએ છીએ, ભલે સાંભળવામાં આ નાની બાબત લાગતી હોય, પરંતુ તેમાં ફોન ધડાકો કેટલીકવાર લોકોનું આખું જીવન બરબાદ કરી દે છે. જો કે આવું ક્યારેક જ બનતું હોય છે, જ્યારે ફોનમાં ધડાકો થાય છે. સ્વિત્ઝરલેન્ડમાં રહેતી ફેની શૈલટર સાથે પણ કંઇક આવી જ ઘટના ઘટી, જ્યારે તેના ખીસ્સામાં ગેલેક્સી એસ 3 અચાનક સળગવા લાગ્યો.

સેમસંગ સ્વિત્ઝરલેન્ડના આ ફોનને તપાસ કરવા માટે ફરીથી કોરિયા મોકલી રહ્યું છે, પરંતુ આ ધડાકોના કારણે ફેનીનો પગ ખરાબ રીતે સળગી ગયો છે. અત્યારસુધી એ વાતનો ખુલાસો થઇ શક્યો નથી કે, ફેનીના ખીસ્સામાં સેમસંગ ગેલેક્સી એસ 3માં આગ કેવી રીતે લાગી. બીજી તરફ ફેની સેમસંગ વિરુદ્ધ ફરિયાદ કરવાની તૈયારીમાં છે.

ડેઇલી મેલ અનુસાર ફેની નામની આ સ્વિસ યુવતીનું કહેવું છે કે તે કામ કરી રહી હતી, ત્યારે અચાનક જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો. મે અચાનક ફટાકડાના ધમાકાનો અવાજ સાંભળ્યો, ત્યાર બાદ કોઇ કેમિકલની ગંધ આવવા લાગી અને મે જોયું તો મારા ટ્રાઉઝરે આગ પકડી લીધી છે.

ફેનીના બોસ તેને બચાવવા આવ્યા પણ...

ફેનીના બોસ તેને બચાવવા આવ્યા પણ...

ફેનીના ટ્રાઉઝરમાં આગ લાગી હતી ત્યારે તેને બચાવવા માટે તેના બોસ આવ્યા પરંતુ ત્યાં સુધી તો આગ તેના ખભા સુધી પહોંચી ગઇ હતી, તેને તુરત હોસ્પિટલ લઇ જવામાં આવી. ફેનીએ કહ્યું કે, ખુશનસીબ છું કે મારા વાળ બંધાયેલા હતા, પરંતુ હવે મારા શરીરમાંથી સળગી ગયેલા સુવર જેવી ગંધ આવી રહી છે.

ફેનીને પહોંચી ગંભીર ઇજા

ફેનીને પહોંચી ગંભીર ઇજા

ફેનીને ગંભીર ઇજા પહોંચી છે, તેની જાંઘ પર મોટા ડાઘા પડી ગયા છે. ચોટ એટલી ગંભીર છે કે તે 15 ઓગસ્ટ સુધી કામ પર પણ નહીં જઇ શકે. હવે કોરિયન કંપની સેમસંગ વિરુદ્દ કેસ દાખલ કરવાની તૈયારી કરી રહી છે.

મુખ્ય કારણ જાણવામાં આવશે

મુખ્ય કારણ જાણવામાં આવશે

બીજી તરફ એક નિવેદનમાં સેમસંગના પ્રવક્તાએ કહ્યું કે, અમે આ ઘટનાનું મુખ્ય કારણ જાણવામાં માટે વિસ્તૃત તપાસ કરીશું. અમે આશ્વસ્ત કરવા માગીએ છીએ કે અમે હંમેશા ગ્રાહકોને સુરક્ષિત અને સુખદ અનુભવ આપવા માટે ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપીએ છીએ.

આવું પહેલીવાર નથી થયું

આવું પહેલીવાર નથી થયું

આવું પહેલીવાર નથી બન્યુ કે જ્યારે સેમસંગ Galaxy S3 આ રીતે ફાટ્યો હોય. ચાલુ વર્ષે જ મેમાં એક અન્ય યુઝરે જણાવ્યું હતું કે તેનો Galaxy S3 અચાનક જ રાત્રે ફાટી ગયો અને તેના રૂમમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આવા અનેક મામલા પ્રકાશમાં આવ્યા છે.

English summary
samsung galaxy s 3 explodes injured girl
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X