સેમસંગ Galaxy S-5 માં હોઇ શકે છે આ પાંચ ફીચર!

જે રીતે ઓટોમોબાઇલ વિશ્વ એક મોટું માર્કેટ બની રહ્યું છે, તેવી જ રીતે મોબાઇલ બજાર તેમાં પણ ખાસ કરીને સ્માર્ટફોન બજાર ઘણું જ આગળ નીકળી રહ્યું છે. ભારતીય બજાર હોય કે વૈશ્વિક માર્કેટ સ્માર્ટફોન પોતાની ધાક જમાવવામા સફળ રહ્યાં છે. જેને જોઇને સેમસંગ સહિતની વિવિધ કંપનીઓ દ્વારા સતત એકથી એક ચઢિયતા સ્માર્ટફોન બજારમાં લોન્ચ કરવામાં આવી રહ્યાં છે.

આ શ્રેણીમાં સેમસંગ હવે કંઇક નવું કરવાનું વિચારી રહ્યું છે, જેને લઇને ટેક વર્લ્ડમાં સેમસંગ ગેલેક્સી એસ 5માં આપવામાં આવેલા ફીચર્સને લઇને ઘણી જ ચર્ચા ચાલી રહી છે. બધાને એ વાતની પ્રતીક્ષા છે કે, સેમસંગ એસ 5માં કયા નવા ફીચર આપવામાં આવશે. તો ચાલો તસવીરો થકી જાણીએ સેમસંગ ગેલેક્સી એસ 5માં આવનારા ફીચર્સ અંગે જેના થકી સેમસંગ બજારમાં પોતાની ધાકને વધુ મજબૂત બનાવી શકશે.

કાર્બન ફાઇબર કેસિંગ

કાર્બન ફાઇબર કેસિંગ

સેમસંગ એસ 5માં કાર્બન કેસિંગ આપી શકે છે. જે લાઇટ હોવાની સાથે મજબૂત પણ હશે, ઉપરાંત એવી માહિતી પણ મળી રહી છે કે, સેમસંગ કેટલાક મોડલ્સમાં એલ્યુમિનિયમ બૉડી પણ આપશે.

32 મલ્ટીટચ સ્ક્રીન

32 મલ્ટીટચ સ્ક્રીન

એવા સમાચાર છે કે, એસ 5માં 32 મલ્ટીટચ સ્ક્રી હશે, જે અત્યારસુધી એકપણ ફોનમાં આપવામાં આવી નથી, તે વધુ બ્રાઇટ, શાર્પ અને ક્લિયર ડિસ્પલે વ્યૂ આપશે. આ સાથે જ એવી પણ અફવા છે કે, સેમસંગ એસ 5માં આઇ સ્કેનર અને વોટરપ્રુફ કોટિંગ પણ આપવામાં આવશે.

64 બિટ પ્રોસેસર

64 બિટ પ્રોસેસર

સેમસંગ એસ 5માં 64 બિટ પ્રોસેસર આપી શકે છે. આ ઉપરાંત એવા સમાચાર પણ છે કે, એસ 5માં 16 કોર પ્રોસેસર સપોર્ટ હશે, જે ડિવાઇઝને જોરદાર પાવર આપશે.

16 મેગા પિક્સલ કેમેરા

16 મેગા પિક્સલ કેમેરા

સેમસંગ ગેલેક્સી એસ 5માં ભલે નોકિયા લુમિયા જેવો કેમેરા આપવામાં ના આવે, પરંતુ તેમાં 16 મેગા પિક્સલનો કેમેરા આપી શકે છે, જેમાં અનેક ફીચર્સ આપવામાં આવ્યા છે.

પાવરફુલ બેટરી

પાવરફુલ બેટરી

વધુ ફીચર્સવાળા ફોનમાં ઓછી બેટરી લાઇફ હોય છે, પરંતુ સેમસંગ એસ 5માં આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સ્લિમ અને પાવરફુલ બેટરી પર કામ કરવામાં આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X