શું છે eSIM? જાણો ફિઝિકલ સિમ કરતા કેવી રીતે છે અલગ?
આજના ડિજિટલ યુગમાં ટેક્નોલોજી ઝડપથી બદલાઈ રહી છે. હવે સ્માર્ટફોનમાં વપરાતા સિમ કાર્ડ પણ અપગ્રેડ થઈ રહ્યાં છે. એક સમયે મોટા માપના સિમ કાર્ડનો ઉપયોગ થતો હતો અને હવે નાના સિમ અને eSIM આવી ગયા છે.
eSIM (એમ્બેડેડ સિમ) એક નવી ટેક્નોલોજી છે જે ફિઝિકલ સિમની જરૂરિયાત દૂર કરે છે. આવો જાણીએ eSIM વિશે વધુ વિગતવાર.

eSIM શું છે?
eSIM નું પુરૂ નામ Embedded Subscriber Identity Module છે. આ એક વર્ચ્યુઅલ સિમ છે અને એ ફોનની અંદર જ એંબેડેડ હોય છે. એટલે કે તેને અલગથી ફોનમાં નાખવાની જરૂર નથી. તેને સોફ્ટવેર દ્વારા એક્ટિવેટ કરી શકાય છે. eSIM ટેક્નોલોજી માત્ર સ્માર્ટફોન માટે જ નહીં પણ સ્માર્ટવોચ, ટેબલેટ અને અન્ય ઈન્ટરનેટ કનેક્ટેડ ડિવાઈસમાં પણ વપરાય છે.
eSIM ના ફાયદા
- એક જ ફોનમાં eSIM અને ફિઝિકલ સિમ બંનેનો ઉપયોગ કરી શકાય છે.
- નવુ સિમ લીધા વગર ઓપરેટર બદલી શકાય છે.
- ફિઝિકલ સિમની જેમ તેને ફોનમાંથી દૂર કરી શકાતું નથી, જેનાથી ચોરી થવાના કિસ્સામાં ટ્રેકિંગ સરળ બને છે.
- સ્માર્ટફોન ડિઝાઇનમાં વધુ બેટરી અથવા અન્ય ફીચર્સ માટે વધુ જગ્યા મળે છે.
- QR કોડ સ્કેન કરીને eSIM ફક્ત મિનિટોમાં એક્ટિવેટ કરી શકાય છે.
કયા ડિવાઈસમાં eSIM સપોર્ટ કરે છે?
Apple, Samsung, Google Pixel અને અન્ય જાણીતા બ્રાન્ડ્સના પ્રીમિયમ સ્માર્ટફોનમાં eSIM સપોર્ટ મળે છે. Apple Watch, Samsung Galaxy Watch અને કેટલીક લૅપટોપ ડિવાઇસમાં પણ આ ટેક્નોલોજી આપવામાં આવી છે.
ભારતમાં eSIM ઉપલબ્ધ છે?
ભારતમાં Jio, Airtel અને Vi (Vodafone Idea) જેવી મુખ્ય ટેલિકોમ કંપનીઓ eSIM સુવિધા પ્રદાન કરે છે. eSIM એક્ટિવેટ કરવા માટે વપરાશકર્તાઓને તેમના નેટવર્ક પ્રોવાઈડર સાથે સંપર્ક કરવો પડે છે. eSIM ટેક્નોલોજી ભવિષ્યમાં સ્માર્ટફોન અને અન્ય ડિવાઈસ માટે મોટી ક્રાંતિ સાબિત થઈ શકે છે. આ માત્ર સુવિધા જ નહીં પરંતુ સુરક્ષા અને ટેક્નોલોજીકલ વિકાસ માટે પણ લાભદાયી છે.












Click it and Unblock the Notifications
