WhatsApp Custom Chat Lists : શું છે વોટ્સએપનું નવુ કસ્ટમ ચેટ લિસ્ટ ફિચર? જાણો તેનાથી શું થશે ફાયદો?
Whatsapp New Features : વોટ્સએપ તેના યુઝર્સ માટે સતત નવા ફિચર્સ લાવી રહ્યું છે. આ ક્રમમાં વોટ્સએપનું કસ્ટમ ચેટ લિસ્ટ ફિચર પણ છે.
હાલમાં જ વોટ્સએપ તેના યૂઝર્સ માટે નવું ફીચર લઈને આવ્યું છે, જેમાં યૂઝર્સ માટે તેમની ચેટ મેનેજ કરવામાં સરળતા રહેશે.

જણાવી દઈએ કે, કંપનીએ WhatsApp કસ્ટમ ચેટ લિસ્ટ ફીચર રજૂ કર્યું છે, જે યુઝર્સને ચેટ્સ ફિલ્ટર કરવામાં મદદ કરશે.
WhatsApp Custom Chat Lists
વોટ્સએપ પર જ્યારે પણ તમે તમારા મનપસંદ કોન્ટેક્ટ સાથે વાત કરવા માંગો ત્યારે તમારે તેમનું નામ સર્ચ કરવું પડે છે. જો કે હવે તમારે એવું કરવું પડશે નહીં. હવે તમે એપમાં કસ્ટમ લિસ્ટ બનાવી શકશો અને તમારી ઈચ્છા મુજબ આ લિસ્ટને નામ પણ આપી શકશો.
WhatsApp કસ્ટમ ચેટ લિસ્ટ ફીચરથી તમે તે ગ્રુપ અને વ્યક્તિગત ચેટ્સને ઝડપથી ઍક્સેસ કરી શકશો જેની સાથે તમે સૌથી વધુ વાત કરો છો. WhatsApp તેના બ્લોગ પોસ્ટ દ્વારા આ નવા ફીચર વિશે માહિતી આપી છે.
WhatsApp કસ્ટમ ચેટ લિસ્ટ ફીચરને રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. આ સ્થિતિમાં તમામ વપરાશકર્તાઓ સુધી પહોંચવામાં થોડા અઠવાડિયા લાગી શકે છે.
આ ફીચર તમારી ચેટને સરળ બનાવશે અને તમને પરિવાર, મિત્રો અને ઓફિસમાં કામ કરતા લોકો માટે અલગ લિસ્ટ બનાવવાની પરવાનગી આપશે. આ નવા ફીચરની મદદથી ચેટને ફિલ્ટર કરવાનું સરળ બની જશે.












Click it and Unblock the Notifications
