For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચાઇનીઝ એપ્પલની જાણવા જેવી ખાસ પાંચ વાતો

|
Google Oneindia Gujarati News

ચાઇનીઝ કંપની શ્યાઓમી આજે પાંચ વર્ષની થઇ ગઇ છે, 5 વર્ષોની અંદર શ્યાઓમીએ જે ઝડપથી સ્માર્ટફોન બજારમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે, લગભગ જ કોઇ અન્ય કંપની બનાવી શકી હશે.

6 એપ્રિલ, 2010ના રોજ શ્યાઓમીના કોફાઉંડર લેઇ જુને તેનો પાયો નાખ્યો હતો, જે હાલમાં કંપનીના સીઇઓ અને ચેરમેન પણ છે. શ્યાઓમીના ઇંટરનેશનલ વાઇસ પ્રેસિડેંટ હ્યુગો બાર્રાનો પણ શ્યાઓમીના ગ્રોથમાં મહત્વનું યોગદાન છે. આવો જાણીએ શ્યાઓમી અંગે કેટલીક ખાસ વાતો.

નામ

નામ

શ્યાઓમી એક ચાઇનીઝ શબ્દ છે, જેનો અર્થ થાય છે little rice એટલે કે નાનો ચોખાનો દાણો, આ બે શબ્દોને ભેગા કરીને બનાવવામાં આવ્યો છે એક શબ્દ- xiao એટલે કે નાનું અને mi એટલે કે ચોખાનો દાણો. આ ઉપરાંત શ્યાઓમીને મી પણ કહેવામાં આવે છે.

માસકોટ

માસકોટ

શ્યાઓમીનું માસકોટ બની છે જેને મીટૂ પણ કહેવામાં આવે છે, તે ushanka નામનો પોષાક પહેરેલ છે. મીબનીની ટોપીમાં એક લાલ સ્ટાર લાગેલો છે, સાથે જ ગળામાં લાલ રંગનો એક સ્કાર્ફ પહેરેલ છે.

એપલ સાથે મુકાબલો

એપલ સાથે મુકાબલો

શ્યાઓમીને ચાઇનાના એપ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે ચાઇનામાં શ્યાઓમીની ઓળખ બિલ્કુલ એવી જ છે જેવી યૂએસમાં એપલની છે. આ ઉપરાંત શ્યાઓમી કોફાઉંડર અને સીઇઓ લેઇ જુનને ચાઇનાના સ્ટીવ જોબ્સ પણ કહેવામાં આવે છે.

ગૂગલ કનેક્શન

ગૂગલ કનેક્શન

શ્યાઓમીમાં સૌથી ઉંચી પોસ્ટ પર ગૂગલમાં કામ કરી ચૂકેલા લોકો છે. શ્યાઓમીના કોફાઉંડર લીન બીન, શ્યાઓમીના પ્રેસિડેન્ટ હોંગ ફેંગ અને વાઇસ પ્રેસિડેન્ટ હ્યુગો બાર્રા છે.

નફો અને રેવન્યૂ

નફો અને રેવન્યૂ

શ્યાઓમીનું નામ દુનિયામાં સૌથી વધારે ફોન સેલ કરવામાં સામેલ કરવામાં આવ્યું છે પરંતુ કંપનીએ આ દરમિયાન વધારે નફો નથી કમાયો, 2013માં શ્યાઓમીને 4.3 બિલિયન ડોલર સેલમાં કુલ 56 મિલિયન ડોલરનો નફો થયો.

English summary
Xiaomi, the Chinese company that has taken the consumer technology world by storm, turns five today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X