For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવી ગયો ઝોલોનો નવો સ્માર્ટફોન, માત્ર 7499 રૂપિયામાં

|
Google Oneindia Gujarati News

ઝોલો બજેટ સ્માર્ટફોનની રેંજમાં એક નવો સ્માર્ટફોન લઇને આવ્યું છે A510S, એ સીરીઝ અંતર્ગત ઉતારવામાં આવેલા નવા સ્માર્ટફોનની કિંમત ઓફીશિયલ વેબસાઇટ પર 7499 રૂપિયા છે. આ શ્રેણી અંતર્ગત ગયા વર્ષે ઝોલોએ એ 500 એસ સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. સમાન્યરીતે જોવામાં આવે તો ઝોલો એ 500 એસ અને નવા એ 510 એસના ફીચર્સમાં કોઇ ખાસ અંતર નથી. એ 510 એસમાં આઇપીએસ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે, જ્યારે એ 500માં ડબ્લૂવીજીએ સ્ક્રીન છે.

અન્ય ફીચર્સને જોઇએ તો ઝોલો એ 510 એસમાં 1.3 ગીગાહર્ટનું ડ્યુઅલ કોર મીડિયાટેક MT6572 પ્રોસેસર, એન્ડ્રોઇડ 4.2 જેલીબીન ઓએસ અને 5 મેગાપિક્સલ રિયરની સાથે લિડ ફ્લેશ સપોર્ટ આપેલ છે. ફોનમાં કેમેરો 720 પિક્સલ ક્વોલિટીની સાથે વીડિયો રેકોર્ડિંગ કરી શકે છે, જ્યારે ફ્રંટમાં 0.3 મેગાપિક્સલનો કેમેરો લાગેલો છે.

ફોનને ડ્યુઅલ સિમ સાથે માર્કેટમાં રજૂ કરવામાં આવ્યો છે, જેમાં 512 એમબીથી લઇને 1 જીબી રેમ ઓપ્શન યૂઝરને મળશે જે એક સારુ અપગ્રેડ છે. પરંતુ તેની બેટરીમાં કોઇ ફેરફાર નથી કરવામાં આવ્યો, ગયા વર્ઝનની જેમ આમાં 1400 એમએચ પાવરની બેટરી આપવામાં આવી છે.

સ્ક્રીન

સ્ક્રીન

ઝોલો A510Sમાં 4 ઇંચની કેપેસિટિવ ટચ સ્ક્રીન આપવામાં આવી છે જે 480x854 રિજોલ્યૂશન સપોર્ટ કરે છે.

પ્રોસેસર

પ્રોસેસર

ફોનમાં 1.3 ગીગાહર્ટ ડ્યૂઅલ કોર મીડિયાટેક MT6572 પ્રોસેસર, 1 જીબી રેમ અને 4 જીબીની ઇંટરનલ મેમરી આપવામાં આવી છે.

કેમેરા

કેમેરા

ફોનમાં 5 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. વીડિયો ચેટ માટે 0.3 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.

 એચડી રેકોર્ડિંગ

એચડી રેકોર્ડિંગ

ફોનમાં આપવામાં આવેલ કેમેરો 720 પિક્સલ વીડિયો રેકોર્ડિંગ જેને આપ મોટી સ્ક્રિનમાં જોઇ શકો છો.

કિંમત

કિંમત

ઝોલોની ઓફિશિયલ વેબસાઇટ પર તેની કિંમત 7499 રૂપિયા આપવામાં આવી છે.

English summary
Xolo A510s with 4-inch display, Android 4.2 listed on official website for Rs. 7499
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X