For Quick Alerts
For Daily Alerts
Facebook પર અપલોડ કરો Video અને થઇ જાવ માલામાલ!
નવી દિલ્હી, 5 જુલાઇ: શું આપ કલાકો સુધી ફેસબુક પર ટાઇમ વિતાવો છો. આપના મિત્રોની સાથે ચેટિંગ કરો છો. જો હા તો ફેસબુક પર યૂઝર્સ હવે વીડિયો અપલોડ કરીને રૂપિયા કમાઇ શકે છે.
ફેસબુકના નવા ફિચર્સ અનુસાર આપ ફેસબુક પર વીડિયો અપલોડ કરીને કમાણી કરી શકો છો. આ ફીચરથી ઘણા યૂઝર્સના વીડિયો ક્લિપ્સ અને જાહેરાતોને મળીને પોતાની રીતે એક વીડિયો તૈયાર થઇ જશે. આપને આ નવા ફીચર્સથી કમાણી કરવા માટે આ વીડિયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરવું જરૂરી છે. આપના આ વીડિયોને જેટલા વધારે લોકો જોશે, તેટલી જ વધારે કમાણી થશે.વીડિયોમાં સામેલ જાહેરાતોથી થનારી કમાણીનો 45 ટકા ભાગ ફેસબુકનો હશે. બાકીની કમાણી આપની હશે. આપને જણાવી દઇએ કે ફેસબુક પર રોજ લગભગ ચાર અરબ વખત વીડિયો જોવામાં આવે છે. માનવામાં આવી રહ્યું છે કે ફેસબુક પર વીડિયોની વધતી લોકપ્રિયતાથી યૂટ્યૂબ માટે ખતરો પેદા થઇ ગયો છે.