અનાથ આશ્રમમાં 22 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 12 વર્ષથી ઓછી ઉંમરના 4 બાળકોનો સમાવેશ

મુંબઈના ભાયખલામાં સેન્ટ જોસેફ અનાથાશ્રમ અને શાળામાં 22 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જેમાં સૌથી મોટી ચિંતા એ છે કે, ચેપગ્રસ્ત દર્દીઓમાં બાળકો અને કિશોરોની સંખ્યા વધારે છે.

મહારાષ્ટ્ર : દેશમાં કોરોના વાયરસ મહામારીનો પ્રકોપ ફરી એકવાર વધી રહ્યો છે અને છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના પોઝિટિવ કેસમાં વધારો થયો છે. જો કે, કોરોનાના મહત્તમ કેસ માત્ર કેરળ અને મહારાષ્ટ્રમાં નોંધાઇ રહ્યા છે.

આ દરમિયાન મુંબઈના ભાયખલામાં સેન્ટ જોસેફ અનાથાશ્રમ અને શાળામાં 22 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જેમાં સૌથી મોટી ચિંતા એ છે કે, ચેપગ્રસ્ત દર્દીઓમાં બાળકો અને કિશોરોની સંખ્યા વધારે છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર 22 દર્દીઓમાંથી 4 દર્દીની ઉમર 12 વર્ષથી ઓછી છે, જેમને મુંબઈ સેન્ટ્રલની નાયર હોસ્પિટલમાં બાળરોગ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.

orphanage

આ મામલે વધુ વિગતો આપતા BMCના અધિકારીઓએ જણાવ્યું કે, બાકીના 18 લોકોને ભાયખલાના રિચાર્ડસન અને ક્રુડાસ કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ દર્દીઓની હાલત સ્થિર છે અને હાલમાં તેમનામાં કોરોના વાયરસના લક્ષણો નથી. જેમાંથી 12 દર્દીઓની ઉંમર બાર વર્ષથી અઢાર વર્ષની વચ્ચે છે, જ્યારે 6 દર્દીઓ પુખ્ત વયના છે. કોરોનાથી સંક્રમિત આ 22 દર્દીઓમાં અનાથાશ્રમના રસોડામાં કામ કરતી 71 વર્ષીય મહિલાનો પણ સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા સોમવારના રોજ આ અનાથાશ્રમની બે છોકરીઓ કોરોના વાયરસથી સંક્રમિત થઇ હતી. જે પછી સમગ્ર અનાથાશ્રમમાં વિશેષ સ્ક્રિનિંગ દ્વારા કોરોના વાયરસ માટે દરેકનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં 22 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા.

આશ્રમના લોકોના પાંચ દિવસ બાદ ફરીથી રિપોર્ટ કરવામાં આવશે

ભાયખલા ઇ-વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર મનીષ વાલુંજેએ જણાવ્યું હતું કે, અમારી ટીમે 24 ઓગસ્ટના રોજ આ અનાથાશ્રમમાં ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં આશ્રમ સ્ટાફ સહિત કુલ 95 લોકો અને બાળકો, RT-PCR હતા. પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

25 ઓગસ્ટના રોજ તેમાંથી 22 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ બાળકોને સાવચેતીના ભાગરૂપે નાયર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બાકીના લોકોને ભાયખલાના કોવિડ કેર સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા.

આશ્રમના તમામ લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે પાંચ દિવસ બાદ ફરીથી તેમના કોરોના રિપોર્ટ કરવામાં આવશે. હાલ અનાથાશ્રમને સીલ અને સેનિટાઇઝ કરવામાં આવ્યું છે અને અહીં રહેતા તમામ લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X