For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રેગ્નેન્સી દરમિયાન ડોક્ટરને આ 10 વાતો જરૂર પૂછવી

|
Google Oneindia Gujarati News

[લાઇફસ્ટાઇલ] જો આપ માતા બનવા માટે આપનું માઇન્ડ મેકઅપ કરવા લાગ્યા છો તો આપે કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે. નાણાકિય સ્થિતિથી લઇને પોતાના સ્વાસ્થ્ય અંગે પણ આપને ઘણા બિંદુઓ પર વિચાર કરવો પડે છે. ગર્ભાવસ્થા એક એવી સ્થિતિ છે જેમાં ઘણી સમસ્યાઓ આવે છે અને દરેક દિવસે આપને એક નવો અહેસાસ થાય છે. સવારે ઊઠતાની સાથે જ નબળાઇ, વગેરેની સમસ્યાથી આપને ઝૂઝવુ પડે છે, એવામાં ઘણી વખત એવું પણ લાગે છે કે માત્ર આપ જ બિમાર પડો છો બાકી કોઇને એવી સમસ્યા નહીં આવતી હોય.

કન્સીવ કરતા પહેલા અથવા તેના બાદ આપને પ્રેગ્નન્સી અંગે આ આર્ટિકલમાં આપવામાં આવેલ દસ પોઇંટ અંગે ડોક્ટર પાસે ખુલીને વાતચીત કરી લેવી જોઇએ. તેનાથી આપને કોઇપણ પ્રકારનો ભ્રમ નહીં રહે અને કોઇ માનસિક તકલીફ નહી થાય.

સતત વજનમાં વધારો થવો

સતત વજનમાં વધારો થવો

શરૂઆતના ત્રણ મહીના દરિમિયાન વજનમાં ઝડપથી વધારો થાય છે, એવામાં આપ પોતાના ડોક્ટરને પહેલા જ પૂછી લો કે શું આવું થાય છે. બની શકે છે કે આપનું વજન એક લિમિટ કરતા વધારે વધતું હોય.

વિટામિનની દવાઓ

વિટામિનની દવાઓ

ગર્ભાવસ્થા દરમિયાન પોતાના ડોક્ટરથી વિટામિન માટે લેવામાં આવતી દવાઓ અંગે પૂછી લો કે આપે લેવી જોઇએ કે નહીં. ઘણી વખત તપાસ કર્યા બાદ કેટલીક દવાઓના સેવનને જરૂરી ગણાવી દે છે.

મુલાકાત અથવા બીજું પરિક્ષણ

મુલાકાત અથવા બીજું પરિક્ષણ

ડોક્ટર પાસે ક્યારે ક્યારે ચેકઅપ માટે જવાનું તે ચોક્કસ પૂછી લો. આપને જે પણ અન્ય સમસ્યાઓ થતી હોય તેને એક પેપર પર લખી લો અને ડોક્ટરને જણાવો.

તપાસ

તપાસ

આ નવ મહિના દરમિયાન આપે કયા-કયા ટેસ્ટ કરાવવા પડશે તે પૂછી લો અને તેના માટે તેમણે ક્યાં જવાનું રહેશે. પ્રેગ્નન્સી દરમિયાન થોડા થોડા સમય બાદ બ્લડ અથવા યૂરિન ટેસ્ટ કરાવી શકાય છે, એવામાં પરેશાન ના થાવ.

મેડીટેશન

મેડીટેશન

ગર્ભાવસ્થા દરિમિયાન ધ્યાન લગાવવા અંગે પણ ડોક્ટરને પૂછી લો કે આપે કેટલા સમય સુધી મેડિટેશન કરવું જોઇએ. જેથી બાળક સ્વસ્થ રહે અને તેનું માનસિક વિકાસ પણ સારૂ થાય.

પાર્લર

પાર્લર

પોતાના ડોક્ટર પાસે સલાહ લો કે આપ કયા મહિના સુધી બેક મસાજ અને હેર ડાઇનો ઉપયોગ કરી શકે છે. જોકે હેરડાઇમાં અમોનિયા હોય છે એટલા માટે તેનો ઉપયોગ કરવો જોઇએ નહીં.

દુ:ખ અને એંઠન

દુ:ખ અને એંઠન

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાને દુ:ખ અને એંઠનની સમસ્યા થાય છે પરંતુ એક હદ કરતા વધારે દુ:ખાવો સમસ્યાનું કારણ બની શકે છે. એવામાં પોતાના ડોક્ટર પાસે થનારા દુ:ખાવા અંગે ચોક્કસ પરામર્શ લઇ લો.

શું ખાવું, શું ના ખાવું

શું ખાવું, શું ના ખાવું

પ્રેગ્નન્સી દરમિયાન ખાવા-પિવાની વસ્તુઓ પર વિશેષ ધ્યાન આપવાનું હોય છે. એટલા માટે પોતાના ડોક્ટર પાસેથી લિસ્ટ લઇ લો કે આપને શું ખાવું જોઇએ અને શું નહીં. તેનાથી આપનું બાળક સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે.

વ્યાયામ

વ્યાયામ

ગર્ભાવસ્થા દરમિયાન કેટલીક ખાસ એક્સર્સાઇસ કરવાની હોય છે, નહીંતર ગર્ભપાત થવાનો ડર રહે છે. એટલા માટે એક્સપર્ટ એડવાઇઝ લો અને પ્રેગ્નન્સી ઓરિયેન્ટેડ એક્સરસાઇઝ જ કરો.

સેક્સ

સેક્સ

સેક્સ અંગે ડોક્ટર સાથે ખુલીને વાત કરો. આપ તેમને પૂછી લો કે આપ ગર્ભાવસ્થાના કેટલા સમય સુધી સેક્સ કરી શકે છે, અને કેટલા અઠવાડીયા બાદ આપે શારિરીક સંબંધ ના બનાવવા જોઇએ.

English summary
During pregnancy there are some important questions that need to be asked to the doctor. These are the good questions that are asked to the doctor during pregnancy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X