For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 7 પ્રાકૃતિક રીત અપનાવી આ ગરમીમાં પરસેવાને ભગવો

|
Google Oneindia Gujarati News

જો તાપમાન પારો 45 અને 50 સેલ્શિયસ જેટલો રહેતો હોય તો ભલભલાને પરસેવો આવે જ. અને પરસેવો એક તેવી વસ્તુ છે જે તેની સાથે દુર્ગંધ પણ લઇને આવે છે. આજ કારણે તો ઉનાળામાં પરફ્ર્યુમ અને ડિયોનું ધૂમ વેચાણ બજારોમાં થતું હોય છે. પણ ધણા લોકોને ખૂબ જ પરસેવો થાય છે. અને તે લોકો આ પરસેવારૂપી ત્રાસથી ત્રાસી ચૂક્યા હોય છે.

તો જો તમને પણ ખૂબ જ પરસેવો આવતો હોય અને તમને તેનો કોઇ પ્રાકૃતિક ઉપાય શોધવાનો પ્રયાસ કરી હોવ તો આ આર્ટીકલ તમને જરૂરથી મદદ કરશે. કારણ કે આજે અમે તમને કેટલીક તેવી ટિપ્સ કહેવાના છીએ જેમાં કેમિકલ મુક્ત છે અને સંપૂર્ણ પણે પ્રાકૃતિક છે સાથે આ તમામ વસ્તુઓ તમારા ઘરમાં મળી રહે તેવી છે. તો જાણો પરસેવાને ભગાડવા માટે શું શું કરશો...

Turnip/સલગમ રસ

Turnip/સલગમ રસ

સલગમનો રસ પરસેવાની ગ્રંથિ પર આંતરિક રીતે કામ કરે છે અને સર્વેમાં પણ તે જ બહાર આવ્યું કે સલગમનો રસ પીવાથી પરસેવો ઓછા આવે છે. તો પરસેવો ઓછા કરવા તમે આ રસ જે તે જગ્યા લગાવી પણ શકો છો કે પછી રોજ પી પણ શકો છો.

બેબી પાવડર

બેબી પાવડર

બેબી પાવડર સૌથી સારી રીતે પરસેવો ચૂસે છે. તો તમે પરસેવો વધુ થતો હોય તે જગ્યાએ બેબી પાવડર લગાવી શકો છો. પરસેવો પણ નહીં આવેને સુંગધ પણ સારી આવશે.

બેકિંગ સોડા

બેકિંગ સોડા

બેકિંગ સોડામાં છિદ્રોને બંધ કરવાની અને તેને સાફ કરવાની ખૂબી હોય છે. તમે બેકિંગ સોડા જે તે જગ્યા પર લગાવી શકો છો.

લીબુંનો રસ

લીબુંનો રસ

લીંબુના રસ પણ પરસેવો થતી જગ્યાએ લગાવી શકાય છે. જે પરસેવાને થતો રોકો છે. અને તેનાથી દુર્ગંધ પણ ઓછી થાય છે.

વજન

વજન

વજન વધવાના કારણે પણ પરસેવો વધુ થાય છે. ત્યારે જો આવું હોય તો તમારે તમારા વજન પર કાબુ મેળવવા માટે કસરત અને યોગ્ય સંતુલિત આહાર ખાવું જોઇએ.

આહાર

આહાર

વધુમાં જે લોકોને દુર્ગંધ વાળા પરસેવો થતો હોય તેમને ડુંગળી, લસણ, આદુ, કોફી જેવી વસ્તુઓથી દૂર રહેવું જોઇએ જેથી કરીને પરસેવો ઓછા થાય.

માઇલ્ડ એન્ટીપર્સપીરન્ટ

માઇલ્ડ એન્ટીપર્સપીરન્ટ

રાતના કોઇ સારો એન્ટીપર્સપીર્ન્ટ લગાવીને સૂઇ જાવ. જેથી સવારે તમને ઓછા પરસેવો લાગે અને તમે પણ પોતાની જાતને ફ્રેશ ફિલ કરો.

English summary
Imagine you are out with your friends at a party all decked up with perfect makeup and a flattering outfit, but you are constantly worried about one thing - SWEATING!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X