For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કેમ એલ્યુમિનિયમના વાસણો તમારા માટે છે ધીમું ઝેર

|
Google Oneindia Gujarati News

ભારતમાં આજે પણ અનેક ઘરોમાં એલ્યુમિનિયમના વાસણોમાં ખાવાનું બને છે. અને તેમાં પણ ખાસ કરીને પૂરી કે ભજિયા જેવી વસ્તુઓ તળવા અને કોઇ ગ્રેવી વાળું શાક બનાવા માટે મોટે ભાગે એલ્યુમિનિયમની કડાઇનો ઉપયોગ કરવામાં આવે છે.

પણ શું તમને ખબર છે કે આ એલ્યુમિનિયમના વાસણો તમારા માટે ધીમા ઝહેર સમાન છે. કારણ કે કુંકિગના સમયે આ એલ્યુમિનિયમ આપણા શરીરમાં પ્રવેશ કરે છે અને તેના કારણે શરીરના અનેક અંગોને નુક્શાન પહોંચે છે. જેના કારણે તમે ગંભીર બિમારીઓનો ભોગ બની શકો છો.

એલ્યુમિનિયમમાં આયોન્સ તત્વ મગજને નુક્શાન પહોંચાડી શકે છે. અને તેની નિયમિત માત્રા કિડનીને નુક્શાન પહોંચાડી શકે છે. તો તમારે આવા વાસણમાં ખાવાનું ના બનાવું જોઇએ. નીચે ના સ્લાઇડરમાં જાણો કેવી કેવી રીતે એલ્યુમિનિયમ તમને નુક્શાન પહોંચાડી શકે છે.

અલ્ઝાઇમર

અલ્ઝાઇમર

એલ્યુમિનિયમના વાસણોમાં ખાવાથી નર્વસ સિસ્ટમ પર ખોટી અસર થાય છે. જેના કારણે અલ્ઝાઇમર જેવી બિમારીનો ભોગ પણ તમે બની શકો છો.

પાગલપન

પાગલપન

એલ્યુમિનિયમના વાસણો મગજ પર ખરાબ અસર કરે છે. આ વાસણોનો રોંજિંદા જીવનમાં ઉપયોગ કરવાથી મગજની લગતી અનેક બિમારીઓ થઇ શકે છે. અને તેનાથી યાદશક્તિ પણ ઓછી થાય છે.

યાદશક્તિ

યાદશક્તિ

એલ્યુમિનિયમના વાસણોમાં આયોન્સ તત્વ મોટી માત્રામાં હોય છે જે ખાવાનું બનાવતી વખતે ખોરાકમાં પ્રવેશે છે. નાના આયોન્સના તત્વો યાદશક્તિને કમજોર કરે છે.

ઉદાસી અને નીરસતા

ઉદાસી અને નીરસતા

આવા વાસણોમાં બનેલા ભોજનને ખાવાથી ઉદાસીનતા અને નીરસતા વધે છે. જો તમે ડિપ્રેશનથી પીડાતા હોવ તો તમારે તરત જ આવા વાસણોમાં ખાવાનું બંધ કરી દેવું જોઇએ.

ઓસ્ટિયોપોરોસિસ

ઓસ્ટિયોપોરોસિસ

એલ્યુમિનિયમ હાડકાઓના વિકાસ ઓછો કરી દે છે. જેનાથી ઓસ્ટોપોરોસિસ થવાનો ખતરો વધી જાય છે.

કિડની

કિડની

એલ્યુમિનિયમના વાસણો કિડની, અને મોટા આંતરડાને પણ મોટા પ્રમાણમાં નુક્શાન પહોંચાડે છે

કેન્સર

કેન્સર

જો કે આ વાત હજી સાબિત નથી થઇ પણ એલ્યુમિનિયમના વાસણો કેન્સર માટે પણ જવાબદાર હોય છે તેવું માનવામાં આવે છે. તેનાથી મોટા આંતરડાનું સંતુલન બગડે છે જે કેન્સરને પ્રભાવિત કરી શકે છે.

English summary
This Aluminum is bad for the kidneys, especially for patients who are under dialysis. It is therefore best to avoid using Aluminum utensils for cooking. Opt for stainless steel which has no effects on health. Take a look at how Aluminum utensils is bad for health.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X