For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિટ રહેવા માટે મીઠાના નામે ક્યાંક સ્વીટ ઝેર તો નથી ખાઈ રહ્યાને? રિસર્ચમાં થયો ખુલાસો

ફિટનેસ માટે જે આપણે કૃત્રિમ શુગર(artifial sweetners)નો ઉપયોગ કરી રહ્યા છે તે આપણા માટે ઝેર છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ડૉક્ટર હાલમાં વ્હાઈટ શુગર લેવાની ના પાડી રહ્યા છે પરંતુ તેના બદલે ફિટનેસ માટે જે આપણે કૃત્રિમ શુગર(artifial sweetners)નો ઉપયોગ કરી રહ્યા છે તે આપણા માટે ઝેર છે. હાલમાં જ થયેલા એક સંશોધનમાં એ વાતનો ખુલાસો થઈ ચૂક્યો છે કે આ કૃત્રિમ સુગર તમને કેન્સર જેવી જાનલેવા બિમારી તરફ ધકેલી રહ્યુ છે. ખાંડના બદલે ઉપયોગમાં લેવાતી આ કૃત્રિમ શુગર હેલ્થ માટે ખૂબ જ હાનિકારક છે. અંદરને અંદર જ આ આપણા શરીરને ખોખલુ બનાવી દે છે. આ ઘણી ગંભીર બિમારીઓને જન્મ આપે છે.

જાણો કઈ વસ્તુઓમાં હોય છે આ આર્ટિફિશિયલ શુગર

જાણો કઈ વસ્તુઓમાં હોય છે આ આર્ટિફિશિયલ શુગર

શુગર ફ્રી, ડાયેલ અથવા લો કેલેરી ફૂડ્ઝ પણ આમાં શામેલ છે. સૉફ્ટ ડ્રિંક, ચ્વીંગમ, જેલી, બેકરી આઈટમ્સ, કેન્ડી, ફ્રૂટ જ્યુસ, આઈસક્રીમ, દહીં, સોડા, સલાડ ડ્રેસિંગ ઉપરાંત સૌથી વધુ પ્રચલિત ડાયેટ સોડા ડ્રિંક્સમાં પણ આ કૃત્રિમ શુગર હોય છે.

રિસર્ચમાં થયો આ ખુલાસો

રિસર્ચમાં થયો આ ખુલાસો

આ બધાના સેવનથી તમને કેન્સરનુ જોખમ વધી શકે છે. એક અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે. ભોજન અથવા પીણામાં કૃત્રિમ શુગર મીઠાશ જાળવી રાખીને ખાંડની સામગ્રી અને સંબંધિત કેલેરીને ઘટાડે છે પરંતુ પીએમઓએસ મેડિસિન મેગેઝીનમાં પ્રકાશિત અભ્યાસથી જાણવા મળ્યુ છે કે જો લોકો મોટી માત્રામાં કૃત્રિમ મિઠાશ, ખાસ કરીને એસ્પાર્ટેમ અને એસેસલ્ફેમ-કેનુ સેવન કરે છે તેમને કેન્સરનુ જોખમ વધુ હોય છે. સ્તન કેન્સર અને મોટાપા સાથે સંબંધિત ઉચ્ચ જોખમ બતાવાયુ છે.

કેન્સરના જોખમને વધારે છે

કેન્સરના જોખમને વધારે છે

ફ્રાંસમાં ઈંસર્મ અને સોરબોન પેરિસ નૉર્ડ વિશ્વવિદ્યાલયના શોધકર્તાઓએ 102,865 ફ્રાંસીસી વયસ્કોના ડેટાનુ વિશ્લેષણ કર્યુ. શોધકર્તાઓએ 24 કલાકના ફૂડ રેકૉર્ડથી કૃત્રિમ સ્વીટરના સેવન સાથે સંબંધિત ડેટા એકઠો કર્યો. ફૉલો-અપ દરમિયાન કેન્સર નિદાન માહિતી એકત્ર કર્યા બાદ શોધકર્તાઓને કૃત્રિમ સ્વીટરન સેવન અને કેન્સરના જોખમ વચ્ચે સંબંધોની તપાસ માટે સાંખ્યિકી વિશ્લેષણ કર્યુ. પરિણામ જણાવે છે કે દુનિયાભરમાં ઘણા ખાદ્ય પદાર્થો અને પીણા બ્રાંડોમાં ઉપયોગમાં લેવાતા આર્ટિફિશિયલ સ્વીટરન કેન્સરના કારક બની શકે છે.

English summary
Are you also eating Artificial Sweeteners for stay fit? research revealed so can cancer
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X