• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

20 એવી કુટેવ જે છોડવી જરૂરી

|

મોડી રાતની ભુખને પિઝ્ઝા અને ચોકલેટ કેકથી દરરોજ શાંત કરવું ઘણું જ લલચામણું લાગી શકે છે, પરંતુ આ તમામ તમારા શરીર પર વિપરીત અસર કરી શકે છે અને નુક્સાન પહોંચાડી શકે છે. આવી જ ઘણી અન્ય આદતો, એક લાંબા સમય માટે તમારા શરીર માટે નુક્સાનકારક છે.

જો તમને નીચે આપવામાં આવેલી આ કુટેવોમાંથી કોઇ એક આદત લાગેલી હોય તો હજુ પણ મોડું થયું નથી. આ આદતોને રિવર્સ કરીને એક સ્વસ્થ અને સુખી જીવનનો આનંદ ઉઠાવો.

નાક ખોતરવું

નાક ખોતરવું

નાકમાં વારંવાર આંગળી નાખવાની કે ખોતરવું એ સૌથી ગંદી આદત હોય છે. આ આદત તમારા સ્વાસ્થ્ય માટે નુક્સાનકારક જ નહીં પરંતુ સામાજિક શિષ્ટાચાર વિરુદ્ધ પણ છે. નાક ખોતરવાથી શરદી અને ફ્લૂ જેવી ઘણી સંક્રામક બીમારીઓ ફેલાય છે. તમને બીમારી છે, તમે તમારા ગંદા હાથોથી સાર્વજનિક ઉપયોગમાં લેવાતી વસ્તુને અડી, અને અન્ય લોકોએ તેનો ઉપયોગ કર્યો તો તેમને પણ આ બીમારી લાગી શકે છે. તેથી તમારે આ ખરાબ આદતને છોડવી જોઇએ અને બીમાર હોવ તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ.

વધુ દારૂ પીવો

વધુ દારૂ પીવો

જ્યારે વધારે માત્રામાં દારૂનું સેવન કરવામા આવે તો તે મોતનું કારણ બની શકે છે. ઘણી વખત આ ખરાબ આદતના કારણે લોકોને હોસ્પિટલમાં પણ દાખલ થવું પડે છે. ડ્રિન્ક કરવાની આ ખરાબ આદતથી લિવર ખરાબ થઇ જાય છે. વજન વધવું, ચક્કર આવવા અને થાકવું વગેરે દૈનિક મુશ્કેલી વધી જાય છે. તમે તમારી જાતને આ બધી મુશ્કેલીઓથી દુર કરવા માગતા હોવ તો એક લીમિટમાં પીવો એ જ એકમાત્ર હલ છે.

રાત્રે ઉંઘ પૂરી ના લેવી

રાત્રે ઉંઘ પૂરી ના લેવી

જો તમે રાત્રે 6થી 8 કલાકની સારી ઉંઘ નથી લઇ રહ્યાં તો તમે સ્વંય પ્રતિરક્ષા પ્રણાલી અને શરીરની અન્ય પ્રક્રિયાઓ અને પ્રણાલીઓને નુક્સાન પહોંચી રહી છે. ઓછી ઉંઘ લેવાથી શરીરની પ્રતિરક્ષા પ્રણાલી નબળી પડી જાય છે, જેનાથી શરીરમાં વિષાણુઓ અન રોગાણુઓ સામે લડવાની ક્ષમતા ઘણી ઓછી થઇ જાય છે અને તમારું શરીર દિન-પ્રતિદિન નબળું પડી જાય છે.

એકલા ના રહો અને એકાંતપણુ ના અનુભવો

એકલા ના રહો અને એકાંતપણુ ના અનુભવો

સ્વસ્થ શરીર માટે મન સ્વસ્થ હોવું જોરૂર છે. તેના માટે તમારું દિમાગ હંમેશા ફ્રેશ રહેવું જોઇએ. જો તમારું દિમાગ ફ્રેશ નહીં હશે તો તમે હંમેશા દુઃખી રહેશો, જેની સીધી અસર શરીરની પ્રતિરક્ષા પ્રણાલી પર પડે છે. જો વધારે સમય એકલા રહેવાનું પસંદ કરો છો તો તે તમારા માટે ઘાતક છે, થોડા સોશિયલ બનો, લોકો સાથે વાત કરો, તમારી વાતો શેર કરો. આ પ્રકારે લોકો સાથે જોડાયેલા રહેવાથી તમારું મન ખુશ રહેશે, તમે સ્ટ્રેસ ફ્રી ફીલ કરશો અને સ્વસ્થ રહેશો.

વઘુ સમય સુધી હેડફોનનો ઉપયોગ ના કરો

વઘુ સમય સુધી હેડફોનનો ઉપયોગ ના કરો

કેટલાક લોકો આખો દિવસ હેડફોન અથવા તો ઇયરફોનને કાનમાં લગાવેલા રહે છે. કેટલાક સમય પસાર કરવા માટે ગીત સાંભળે છે, કેટલાક યાત્રા દરમિયાન ઉપયોગમાં લે છે, જ્યારે કેટલાક લોકો પોતાના કામ દરમિયાન તેનો ઉપયોગ કરે છે, પરંતુ જો તમે તેનો ઉપયોગ દિવસ દરમિયાન કોઇપણ પ્રકારના બ્રેક વગર કરો છો અને ઘણા દિવસો સુધી સતત આવું જ કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ઘાતક છે.

ટીવી સાથે સતત ચીપકાયેલા રહેવું

ટીવી સાથે સતત ચીપકાયેલા રહેવું

આપણામાંથી ઘણા એવા હશે જે ટીવી જોવાનું ઘણું જ પસંદ કરે છે, આખો દિવસ સોફા પર બેસીને ટીવી પર પોતાની આંખો ટીકાવી રાખે છે. વધારે ટીવી જોવાથી હૃદય રોગ, સ્ટ્રોક અને મોટાપાનું જોખમ રહે છે. આ ખરાબ આદત તમને નુક્સાન પહોંચાડી શકે છે, તેથી માત્ર મૂડ ફ્રેશ કરવા માટે ટીવી જૂઓ, ના કે પોતાને નુક્સાન પહોંચાડવા માટે.

હીલ પહેરવી

હીલ પહેરવી

છોકરીઓ મોટાભાગે હીલ પહેરવાનું પસંદ કરે છે, પરંતુ હીલ તમારા શરીરને નુક્સાન પહોંચાડી શકે છે. હાઇ હીલ તમારા શરીરની મુદ્રા અને જોડો પર નકારાત્મક પ્રભાવ પાડે છે, જેનાથી આર્થરાઇટિસ, પીઠનો દુઃખાવો અને કણ્ડરા ઇજાનો પણ ડર રહે છે. ઘણી વાર હાઇ હીલ એક્સીડેન્ટનું કારણ પણ બની જાય છે.

વધુ વજનવાળી બેગ ઉઠાવવી

વધુ વજનવાળી બેગ ઉઠાવવી

વઘારે ભારે બેગ ઉઠાવવાતી તમને પીઠનું દર્દ થઇ શકે છે, ગરદનમાં પ્રોબ્લેમ થઇ શકે છે અને તમારી બોડીના પોશ્ચરમાં પણ સમસ્યા આવી શકે છે. તેથી આપણા શરીરને ઉમરથી વધારે તકલીફ ના થાય તેનાથી બચાવવા માટે હળવી બેગ સાથે લઇને ચાલો. ઓછો અને જરૂરિયાતનો સામાન જ રાખો.

મેકઅપ ઉતાર્યા વગર ઉંઘી જવું

મેકઅપ ઉતાર્યા વગર ઉંઘી જવું

ઘણી યુવતીઓને આદત હોય છે, તે મેક અપ કાઢ્યા વગર જ ઉંઘી જાય છે. જો તમે મેકઅપ ઉતારતા નથી અને આવી જ રીતે ઉંઘી જાઓ છો તો ચહેરાની સ્કીનના છિદ્ર બંધ થઇ જાય છે, જેનાથી સ્કીનમાં ડાઘ વિગેરે થઇ જાય છે. આ ઉપરાંત, આંખોમાં લગાવેલા મેકઅપ જેવા કે, આઇલાઇનર, મસકારા વગેરેથી આંખોમાં જલન પણ થઇ શકે છે અથવા તો દ્રષ્ટિ પણ ઓછી થઇ શકે છે, તેવામાં ચહેરા અને બોડી પરનો તમામ મેકઅપ ઉતારીને ઉંઘો.

સમયસર જમો

સમયસર જમો

જો તમે ઘણા સમયથી ભુખ લાગવાની આદતને ઇગ્નોર કરો છો તો તમારી બોડીને તેની આદત પડી જશે અને અમુક સમય બાદ ભુખ લાગવાનું બંધ થઇ જશે અને કદાચ તમે સમય વગર ખાવાનું ખાવા લાગશો. ઘણી વાર આ સમસ્યાના કારણે લોકો ખાવાનું નથી ખાતા જેના કારણે તેનું શરીર નબળું પડી જાય છે અને તેમને ઘણી પ્રકારની ક્રોનિક બીમારીઓ થઇ જાય છે, જેમ કે ડાયાબિટિઝ, હાર્ટની સમસ્યા અથવા એસીડિટી.

ધુમ્રપાન છોડો

ધુમ્રપાન છોડો

સિગારેટ પીવીએ ઘણી જ ખરાબ આદત છે. જો તમે દિવસમાં એક સિગારેટ પણ પીવો છો તો તે તમારા શીરમાં બ્લડ ક્લોટિંગની સમસ્યા સર્જી શકે છે, જેનાથી રક્તનો પ્રવાહ અસંતુલિત થઇ શકે છે અને તમારી ધમનીઓ અને રક્ત વાહિકાઓમાં પ્લોકનો વિકાસ પણ થઇ શકે છે.

હંમેશા ખોટું બોલવુ

હંમેશા ખોટું બોલવુ

તમારું એક ખોટું બોલવાનું તમારા શરીરને નુક્સાન પહોંચાડી શકે છે. જો તમે સતત ખોટું બોલો છો, એનો અર્થ કે તમે સતત સત્યથી ડરો છો અને તમારી અંદર એક તણાવ પેદા થાય છે. તણાવથી તમારા શરીરને ઘણું નુક્સાન ઉઠાવું પડે છે.

નજીવી બાબતે દવા ખાવી

નજીવી બાબતે દવા ખાવી

ઘણા લોકો નાની નાની વાતમાં પણ દવા ખાવા લાગે છે. આ એક ગંભીર અને નુક્સાનકારક આદત છે, જે તમારા સ્વાસ્થ્ય પર નાકારાત્મક પ્રભાવ પાડે છે. કારણ વગર દાવા ના ખાઓ.

નાસ્તો ના કરવો

નાસ્તો ના કરવો

બ્રેકફાસ્ટ દિવસનું સૌથી મહત્વપૂર્ણ ભોજન હોય છે. જો તમે બ્રેકફાસ્ટમાં માત્ર એક કપ ચા કે કોફી સાથે ટોસ્ટ ખાઓ છો તો તે તમારા ભવિષ્ય માટે ઘણું જ નુક્સાનકારક બની શકે છે. તમારી આ આદત તમારા પાચનતંત્રને પ્રભાવિત કરી શકે છે. આ ઉપરાંત તમારા શરીરના ઉર્જા ભંડારને પણ નુક્સાન પહોંચાડશે અને મેટાબોલિજ્મ પણ નકારાત્મક રીતે પ્રભાવિત થશે.

જંક ફૂડને જેમ બને તેમ ઓછું ખાઓ

જંક ફૂડને જેમ બને તેમ ઓછું ખાઓ

ફાસ્ટ ફૂડમાં વસા, ચીની, મસાલા અને કુત્રિમ પરિરક્ષક સૌથી વધારે હોય છે. તે તમારા શરીરના મોટાપાને વધારી શકે છે અને શરીરમાં ઘણી સમસ્યાઓ જેમ કે, ઉચું કોલેસ્ટ્રોલ, મધુમેહ અને હૃદય રોગ વગેરે પેદા કરી શકે છે. અતઃ સ્વસ્થ આહાર લો અને ગંભીર બિમારીઓથી પોતાને બચાવો.

નખ ચાવવા

નખ ચાવવા

તમારા હાથ હંમેશા બીજી અને ખુલી વસ્તુઓના સંપર્કમાં રહે છે, તેવામા નખ ચાવવા તમારા શરીરને નુક્સાન પહોંચાડી શકે છે. નખ ચાવવાથી નખના રોગાણું તમારા મોના રસ્તે બોડીમાં પ્રવેશ કરી જશે અને તમને બીમાર કરી દેશે. નખ ચાવવાની આદત ફ્લૂ, શરદી, ઝુકામ, બુખાર વગેરે માટે હાનિકારક રહે છે.

સેક્સની ઉપેક્ષા કરવી

સેક્સની ઉપેક્ષા કરવી

કોઇપણ કારણે ઘણા દિવસો સુધી તમારા પાર્ટનર સાથે સેક્સ ના કરવું પણ એક સમસ્યા છે. કામનું તણાવ કે પછી થાકના કારણે સેક્સ કરવાની ઇચ્છા મરી જવી એ એક ઘાતક સંકેત છે. આવું થાય તો ડોક્ટરનો તુરંત સંપર્ક કરો. સેક્સ તમારા સ્વાસ્થ્ય અને તમારા દિમાગ માટે સારું હોય છે. તેના કારણે શરીરની પ્રતિરક્ષા પ્રણાલી વધે છે, પરંતુ જો એ કરવાનું મન ના થાય તો તેનો અર્થ એ કે તમારા શરીરમાં કંઇક સમસ્યા છે. કારણ કે ઓછી કામેચ્છા, તણાવના કારણે નહીં પરંતુ એક્ટિવ થાઇરાઇડ, હાઇપરટેન્શન અને હોરમોન્સના અસંતુલનના કારણે પણ હોય છે.

ઝડપથી ખાવું

ઝડપથી ખાવું

કામના તણાવમાં કે પચી સમયના અભાવે ઝડપથી ખાવું શરીરના પાંચનતંત્રને પ્રભાવિત કરી શકે છે. ભોજન કરવામાં ઓછામાં ઓછો 20 મિનિટનો સમય લાગવો જોઇએ. તેનાથી ખાવાનું તમે ચાવીને ખાશો અને ભોજને ચાવવાની પ્રક્રિયામાં શૈલાઇવા તમારા પેટમાં પહોંચશે અને ખાવાનું સહેલાયથી પચશે. આ પ્રકારે એસિડિટી, સુઝન અને પેટમાં ગેસ બનવાની સમસ્યા નહીં થાય.

લાંબા સમય સુધી અસ્વાસ્થ્યકારક સંબંધમાં બંધાવું

લાંબા સમય સુધી અસ્વાસ્થ્યકારક સંબંધમાં બંધાવું

જો તમે તમારા કોઇ એવા સંબંધમાં બંધાયેલા છો જ્યાંથી તમને માત્ર તણાવ અને કષ્ટ જ મળશે તો આવા સંબંધોમાંથી તુરંત છુટકારો મેળવો. જે સંબંધોમાં ખુશી અને પ્રેમ ના હોય, ત્યાં તમારી જાતને ક્યારેય પણ ના રાખો, તેનાથી તમને ક્યારેય તણાવ નહીં થાય અને તમારું જીવન હંમેશા ખુશ રહેશે. એક ખરાબ સંબંધ તમારા રક્તચાપ, પ્રતિરક્ષા અને પાંચનતંત્ર પર નકારાત્મક અસર પહોંચાડી શકે છે.

ત્વચાને ખેંચવી

ત્વચાને ખેંચવી

જો તમારા ચહેરા પર કોઇ દાણો કે ફુંસી છે તે તેને બળજબરીથી ફોડવાનો પ્રયાસ ના કરો, તેનાથી તમારી સ્કીન ખેંચાશે અને ત્વચા પર ડાઘ પડવાનો ડર રહેશે. ઘણી વખત દાણો ફોડવાથી ચહેરા પર સુઝન આવી જાય છે.

English summary
bad habits you need quit now
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more