ભીડાં + પાણી = ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલની છુટ્ટી?

તમને ખબર છે ભીડાંને લેડી ફિંગર અને ઓકરા પણ કહેવાય છે. અને ભીંડો સ્વાસ્થય માટે પણ ખૂબ જ લાભકારક હોય છે. ખાસ કરીને ત્યારે જ્યારે તેનું પાણી પીવામાં આવે. માનવામાં આવે છે કે તેનાથી ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ જેવી બિમારી અને કિડનીની બિમારીમાં પણ રાહત રહે છે. કારણ કે તેમાં ફાઇબર, ઝીંક, કેલશ્યિમ, ફોલિક એસિડ, વિટામીન સી, વિટામીન બી6, વિટામીન એ અને મેગ્નેશિયમ જેવા અનેક પોષક તત્વો રહેલા છે.

અને તેવું જ નથી કે ખાલી પાણી આપણે જે ભીડાનું શાક કરીને ખાઇએ છીએ તેનાથી પણ લાભ થાય છે. જો કે જે લોકોની ઇમ્યૂનિટી ઓછી હોય તેને પણ આ પીણાંથી લાભ થાય છે તેવું માનવામાં આવે છે. તો કેવી રીતે આ પીણું બનાવશો, કેવી રીતે તે ફાયદો કરે છે તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં....

બનાવાની વિધિ

બનાવાની વિધિ

ભીડાને વ્યવસ્થિત પાણી અને કપડાથી સાફ કરીને 3-4 ભીડાં લઇને તેના નાના ટુકડા કરો. અને આ ટુકડાને એક પાણીમાં આખી રાત માટે બોળી રાખો. સવારે ઉઠીને સૌથી પહેલા આ પીણાને ગાળીને તેનું પાણી પી જાવ.

ફાયદા

ફાયદા

પાચન પ્રક્રિયા સરળ કરે છે. કબજિયાત, ગેસથી છુટકારો આપે છે. ભીડાંમાં સારા બેક્ટેરિયા હોય છે તે આંતરડા માટે ફાયદાકારક હોય છે. વળી તેમાં વિટામીન સી પણ હોય છે જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.

ફાયદા

ફાયદા

જો તમે ભીડાને કાચા કે પછી રાંધીને ખાવ છો તો આ દ્વારા તમારા શરીરને મળે છે ફાઇબર જે તમારા બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે.

ફાયદા

ફાયદા

ભીડામાં વિટામીન એ, લ્યુટેઇન અને બેટા કરોટેન હોય છે જે આંખો માટે પણ ખૂબ જ લાભકારક હોય છે.

પતળા થવું છે તો ભીંડાને મદદ લો

પતળા થવું છે તો ભીંડાને મદદ લો

વળી ભીડાં પતળા થવામાં પણ મદદરૂપ થઇ શકે છે. કારણ કે તેમાં ઓછી કેલરી હોય છે. અને તેના ના તો સેચ્યૂરેટેડ ફેટ હોય છે ના જ કોલોસ્ટ્રોલ.

ફાયદા

ફાયદા

ભીડાં ખાવાથી શરૂરમાંથી ટોક્સિંન દૂર થાય છે અને વધુ પડતું કોલેસ્ટ્રોલને પણ દૂર કરે છે પણ તે માટે તમારે ભીડાનું શાક નહીં પણ પાણીમાં આખી રાત પલાયેલા ભીંડાનું પાણી પીવું પડશે. તો જ આ ઉપરોક્ત ફાયદા તમને મોટા પ્રમાણમાં મળી શકશે.

ફાયદા

ફાયદા

પહેલાના સમયમાં લોકો ભીડાના આ જ પાણીનો ઉપયોગ રેચક એટલે કે લેક્સેટિવ તરીકે કરતા હતા. અને તે અલ્સર અને કબજિયાત મટાડવાના કામમાં આવતું હતું. તો શું ભીડાંનું આ પાણી ખરેખરમાં લાભકારક છે? જવાબ એ છે કે ટ્રાય કરી જુઓ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X