For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આટલું કરશો બની જશો તમે Hot & Sexy

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લોસ એન્જિલસ, 16 ઓક્ટોબર: મોટાભાગના લોકોને ફરિયાદ હોય છે તેમના હાથ-પગ ઘણા પતળા છે બસ થોડું પેટ નિકળી આવ્યું છે જે તેમના લુકને એકદમ ખરાબ કરે છે. પેટ અથવા ફોંદની પીડા એક સામાન્ય ફરિયાદ છે પરંતુ લોકો આ વસ્તુંથી પરેશાન તો રહે છે પરંતુ તેનો યોગ્ય ઉપાય કરી શકતા નથી કારણ કે આ કોઇ બિમારી તો નથી. તો ચાલો આજે અમે તમને જણાવી દઇએ કે ફોંદથી બચવા માટે શું કરી શકાય.

બસ થોડી સાવધાનીથી તમે શારીરિક બાંધાને ફરીથી મેળવી શકો છો. આમ તો તમારામાંથી ઘણા લોકોને ખબર નહી હોય કે ફોંદ નીકળવી ઘણી બિમારીઓને આમંત્રણ આપે છે, અમેરિકાના વોશિંગ્ટનમાં ડાઇજેસ્ટિવ સેન્ટરની સ્થાપના કરનાર ગેસ્ટ્રોઇટ્રોલોજિસ્ટ રોબિન ચુટકને પોતાના નવા પુસ્તકમાં કહ્યું છે કે પુરૂષોની તુલનાએ મહિલાઓની ફોંદ નિકળવાની ફરિયાદ વધારે હોય છે.

આનુ મુખ્ય કારણ એ છે કે સ્ત્રીઓના આંતરડાની લંબાઇ વધારે હોય છે. મોટા આંતરડામાં મળી આવેલા જીવાણું તેમને ફોર્મેટ કરવાનો પ્રયત્ન કરે છે, જેના લીધે પેટમાં ગેસ બને છે અને પેટ ફૂલી જાય છે. પરંતુ જો મીઠાનું સેવન ઓછું કરવામાં આવે તો આ સમસ્યામાંથી હંમેશા માટે છુટકારો મળી શકે છે.

દરરોજ પોતાના ભોજનમાં મીઠાની માત્રા ઘટાડી અને પોટેશિયમથી ભરપૂર ફાઇબર યુક્ત ભોજનનો વધુ ઉપયોગ કરી આપણે ફોંદને વધતી અટકી શકાય. વેબસાઇટ ફીમેલફસ્ટ ડૉટ કો ડૉટ યૂકેના અનુસાર ચુટકને પોતાની આ નવા પુસ્તકમાં જણાવ્યું છે કે મહિલાઓ અને પુરૂષોના પાચનતંત્રમાં કેટલાક મૂળ અંતર હોય છે.

વધુ માહિતી વાંચવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ

ઓછું જમો

ઓછું જમો

દ્રાવ્ય તથા અદ્રાવ્ય રેશાયુક્ત ભોજન મિશ્રિત માત્રાનો પ્રયોગ કરવો ચુસ્ત-સ્લીમ રહેવાનો શ્રેષ્ઠ ઉપાય છે. પેટ ભરેલું હોય તો ખાવાનું ટાળો, આનાથી કબજિયાત થાય છે.

પાણી પીવો

પાણી પીવો

પર્યાપ્ત માત્રામાં પાણીનું સેવન કરવાથી ભોજનના રેશા પોતાનું કાર્ય સારી રીતે કરી શકે છે, અને કબજિયાતની સમસ્યા દૂર કરે છે.

પાચનના તણાવથી દૂર રહો

પાચનના તણાવથી દૂર રહો

એવા ખાદ્ય પદાર્થોથી દૂર રહો જે પચવામાં મુશ્કેલ હોય, જેમ કે ખાંડ અથવા વસાયુક્ત ખાદ્ય પદાર્થ.

પેકેટવાળા ભોજનથી દૂર રહો

પેકેટવાળા ભોજનથી દૂર રહો

ફ્લેવર પદાર્થો, ઓછા કાર્બોહાઇડ્રેટવાળા તથા ખાંડરહિત ખાદ્ય પદાર્થોને આપણું શરીર આસાનીથી પચાવી શકતું નથી.

ખોરાક ફિક્કો સ્વાસ્થ્ય સારું

ખોરાક ફિક્કો સ્વાસ્થ્ય સારું

ભોજનમાં મીઠાનો વધુ ઉપયોગ કરવાથી પેટ ફૂલી શકે છે. એક દિવસમાં વધુમાં 1500 મિલીગ્રામ જ મીઠું ખાવ.

English summary
According To femalefirst.co.uk, Cut down salt and shrink your stomach, will get Hot and Sexy Look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X