For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો જો...દિવાળી મીઠાઇ તમને ક્યાં બનાવી ન દે પથરીના દરદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 ઓક્ટોબર: આ વાતમાં કોઇ બે મત નથી કે ભારતીય તહેવારોને તેમની સમૃદ્ધિ શિક્ષાપ્રદ અને પંરપરાગત પૃષ્ઠભૂમિ માટે ઓળખાય છે. દિવાળી જેવો ઉજ્જવળ તહેવાર દરેક ભારતીયનું અભિન્ન ભાગ છે જે પ્રેમ અને ખુશીની ભાવનાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી મનાવવામાં આવે છે. આ સિઝન દરમિયાન આપણે બધા સામાન્ય રીતે મિઠાઇ જેમ કે લાડવા, બરફી વગેરે ખાઇએ છીએ અને ખવડાવીએ છીએ અને આપણા આરાધ્યને પ્રસાદ સ્વરૂપે પણ મિઠાઇ ચડાવવામાં આવે છે.

માનવામાં આવે છે કે મિઠાઇ વહેંચવાથી પરસ્પર ભાઇચારો અને પ્રેમ વધે છે પરંતુ વધુ મિઠાઇ ખાવી પણ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે અને ક્યારેક ક્યારેક વધુ દૂધની બનેલી મિઠાઇઓ ખાવાથી કિડનીમાં પથરી થવાની સંભાવના વધી જાય છે.

આરજી સ્ટોન યૂરોલીજી એન્ડ લૈપ્રોસ્કોપી હોસ્પિટલના સીએમડી ડૉક્ટર ભીમસેન બંસલ કહે છે કે મિઠાઇ દિવાળીના તહેવારનો અભિન્ન ભાગ છે. મિઠાઇઓનું નામ સાંભળીને આપણા મોંઢામાં પાણી આવી જાય છે. પરંતુ વધુ મિઠાઇનું સેવન આપણી કિડની પર અસર પાડી શકે છે. પૈઆથી બનેલી મિઠાઇઓમાં વધુ માત્રામાં કેલ્શિયમ હોય છે જો કે કિડનીની પથરીનું મુખ્ય કારણ છે. કિડનીની પથરીનું 70 ટકા કારણ કેલ્શિયમ હોય છે. જેને હાઇપરકેલ્ક્યુરિયા પણ કહે છે.

diwali-sweets

આ અસંતુલન ત્યારે થાય છે જ્યારે આપણું શરીર વધુ કેલ્શિયમ અવષોશિત કરે છે અને અતિરિક્ત કેલ્શિયમ મૂત્રમાં ખાલી કરે છે. તેના કારણે કેલ્શિયમ આક્સલેટના ક્રિસ્ટલ બનવા લાગે છે જે સ્ટોનનું રૂપ ધારણ કરે છે. એટલા માટે તહેવારોમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

આરજી સ્ટોન યૂરોલોજી એન્ડ લૈપ્રોસ્કોપી હોસ્પિટલના સીઇઓ શ્રી અવિનાષ ઓઝા કહે છે કે દરેક વસ્તુ વધારે પડતી હાનિકારક હોય છે. અને આ દિવસો તહેવારોના છે એવામાં ખાણીપીણી પર ધ્યાન રાખવું જરૂરી છે ખાસ કરીને મરીજોએ. ફડાકડા ફોડતી વખતે ધ્યાન રાખવું અને ફટાકડા યોગ્ય અંતર રાખીને ફોડવ અને સાથે સાથે વધુ પડતી મિઠાઇ પણ ન ખાવી. આ દરમિયાન ડાયાબિટીસ જ નહી પથરીના દરદીઓ પણ ધ્યાન રાખે.

English summary
Having too much Sweets on Diwali can put pressure on our kidneys. Not only diabetic patients but those who are suffering from kidney stone can also be effected by eating too much sweets.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X