For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

HIV કરતા પણ વધારે ખતરનાક છે હેપેટાઇટિસ બી વાયરસ

|
Google Oneindia Gujarati News

[સ્વાસ્થ્ય] આજે દુનિયાભરમાં હેપેટાઇટિસ બી વાયરસે પોતાનો પગ પેસારો કરી લીધો છે. માનવામાં આવે છે કે આ વાયરસ એચઆઇવી વાયરસથી પણ 50થી 100 ગણો વધારે સંક્રમિત થાય છે. જો આ બીમારીનો યોગ્ય રીતે ઇલાજ કરાવવામાં ના આવ્યો તો દર્દીનું મોત નિશ્ચિત છે.

28 જુલાઇના રોજ આખી દુનિયાનામાં વિશ્વ હેપેટાઇટિસ દિવસ મનાવવામાં આવ્યો. આ અવસર પર આજે અમે આપને હેપેટાઇટિસ બી વાયરસ અંગે કંઇક એવો ખુલાસો કરીશું, જેને જોઇને આપ પણ આશ્ચર્યમાં પડી જશો.

જોકે આપની જાણકારી માટે જણાવી દઇએ કે દર્દીને હેપેટાઇટિસ બીની જાણ દાયકાઓ સુધી થઇ શકતી નથી. તેની જાણ ત્યારે થાય છે જ્યારે તેમનું લીવર ખરાબ થવાનું શરુ થાય છે. તેનું સક્રમણ સામાન્ય રીતે લોહી, અસુરક્ષિત શારીરિક સંબંધ અને ગર્ભવતી માતા દ્વારા બાળકમાં ફેલાય છે.

આવો જાણો વધું હેપેટાઇટિસ બી વિશે...

1.

1.

દવા લેવા છતાં પણ હેપેટાઇટિસ બી વાયરસનું સંક્રમણ દર 30-45 સેકેંડમાં એક વ્યક્તિનું જીવ લઇ લે છે.

2.

2.

લગભગ બે તૃતિયાંશ સંક્રમિત લોકોને અત્યાર સુધી ખબર જ નથી કે તેમને આ સંક્રમણ થઇ ચુક્યું છે અને હવે તે એચબીવી ઇંફેક્શનમાં ફેરવાતું જઇ રહ્યું છે, જે દુનિયાના સ્વાસ્થ્ય માટે સૌથી મોટો ખતરો છે.

3.

3.

દુનિયાભરમાં આ વાયરસની એચઆઇવીની તુલનામાં લગભગ 10 ગણો વધારે પ્રચલિત છે. જ્યાં એચઆઇવી આફ્રીકામાં પ્રચલિત છે જ્યારે હેપેટાઇટિસ બી એશિયામાં વધારે પ્રચલિત છે. હેપેટાઇટિસ બી વાયરસ એચઆઇવીની તુલનમાં 100 ગણો વધારે સંક્રમિત થાય છે.

4.

4.

બરાબર તેનો ઇલાજ કરાવવામાં ના આવે તો સંક્રમણના કારણે 25 ટકા લોકો લીવર કેંસર અથવા લીવરની ખરાબીના કારણે મૃત્યુ પામે છે.

5.

5.

હેપેટાઇટીસ સી એચબીવીની જેમ વધુ એક ઘાતક વાયરસના કારણે થાય છે અને લગભગ 180 લાખ લોકોને દુનિયાભરમાં સંક્રમિત કરી રહ્યું છે. આ વાયરસ માટે હજી સુધી કોઇ પણ રસી પણ તૈયાર કરવામાં આવી નથી.

6.

6.

હેપેટાઇટીસ બી અને સીએ આખી દુનિયામાં 6 અરબમાં 530 મિલિયન લોકોને સંક્રમિત કરી રાખ્યા છે.

7.

7.

પ્રેગનેંટ મહિલાઓ જેને હેપેટાઇટિસ બી છે જેઓ જન્મ દરમિયાન પોતાના બાળકને આ બીમારી આપે છે.

English summary
28 july is world hepatitis day. So, we thought to bring top Seven facts about hepatitis B virus (HBV) that is a threat to the health of the world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X