ભોજન બનાવવાની આ રીતો અપનાવો, વજન ક્યારેય નહિ વધે
Cooking Tricks: વજન ઘટાડવા માટે લોકો અનેક ઉપાયો અજમાવતા હોય છે. ડાયેટ પ્લાન હોય કે વર્કઆઉટ ચાર્ટ, આપણે દરેક વસ્તુ માટે એક નિશ્ચિત ટાઈમટેબલ રાખીએ છીએ. નિષ્ણાતો માને છે કે વજન ઘટાડવાની શરૂઆત કરવા માટે સૌથી યોગ્ય સ્થળ તમારુ રસોડુ છે. અમુક કુકિંગ ટ્રીક્સ તમને ઝડપી વજન ઘટાડવામાં ઉપયોગી થઈ શકે છે.
જ્યારે ખોરાક યોગ્ય રીતે રાંધવામાં આવે ત્યારે તેનુ પોષણ જળવાઈ રહે છે અને તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તો જો તમે પણ તમારા શરીરમાંથી વધારાની ચરબી દૂર કરીને સ્લિમ ટ્રિમ મેળવવાની પહેલ કરી હોય તો આ ટિપ્સ ફોલો કરો.

1. રિફાઈન્ડ વનસ્પતિ તેલનો ઉપયોગ મોટાભાગના ભારતીય ઘરોમાં રસોઈ માટે કરવામાં આવે છે, પરંતુ આ શરીરમાં સોજો વધારે છે, જે સ્થૂળતા સહિત ઘણા જીવલેણ રોગો માટે પૂર્વ સંકેત છે. તેના બદલે, તમે હાઇડ્રોજનયુક્ત વનસ્પતિ અને સીડ્સ ઓઈલ જેવા કે ઓલિવ તેલ, નાળિયેર તેલ, એવાકાડો તેલનો ઉપયોગ કરી શકો છો. જે માત્ર વજન ઘટાડવામાં જ નહીં પરંતુ હૃદય સંબંધિત સમસ્યાઓથી બચવામાં પણ મદદરૂપ છે.
2. વજન ઘટાડવા માટે નિષ્ણાતો હંમેશા તેલની માત્રા ઘટાડવાની ભલામણ કરે છે. એટલુ જ તેલ લેવુ જેથી શાક ચોંટી ન જાય. આ માટે સ્પ્રે ઓઇલ સ્પ્રિન્ટનો ઉપયોગ કરવો યોગ્ય રહેશે.
3. તમે જે ખાદ્ય પદાર્થોને અત્યાર સુધી ડીપ ફ્રાય કરતા હતા તેને ગ્રિલિંગમાં બદલવાનો પ્રયાસ કરો. આમ કરવાથી તેલનું પ્રમાણ આપોઆપ ઘટી જશે.
4. આપણે આપણા ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા માટે વધુ ને વધુ મીઠું ઉમેરીએ છીએ, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવી સ્થિતિમાં ખાવામાં મીઠું ઓછું રાખવું ખૂબ જ જરૂરી છે. અને જો તમે ઈચ્છો તો મીઠાની સાથે તજ, જાયફળ, તુલસી વગેરે વસ્તુઓ ઉમેરી શકો છો. આડઅસર વિનાની આ વસ્તુઓ તમારા ભોજનને સ્વાદિષ્ટ તો બનાવશે જ, પરંતુ તેનો સમાવેશ કરવાથી તમને મીઠાની કમી પણ નહીં લાગે.
5. શાકભાજીમાં ઉકાળવાની સરખામણીમાં સ્ટીમિંગ કરવાથી પોષક તત્ત્વો વધુ જળવાઈ રહે છે અને આપણે સહુ જાણીએ છીએ કે ચરબી બર્ન કરવાની પ્રક્રિયામાં પોષક તત્વો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
6. વજન ઘટાડવા માટે તમારા દૈનિક આહારમાં તાજા શાકભાજી અને ફળોનો સમાવેશ કરો.
7. શક્કરીયા, બટેટા, રીંગણ અને કાકડીની સ્કીન પોષક તત્ત્વો, એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફાઈબરથી ભરપૂર હોય છે, તેથી જ નિષ્ણાતો આ શાકભાજીને ત્વચા સાથે ખાવાની સલાહ આપે છે. આ તમામ પોષણ ચયાપચયને વેગ આપે છે અને વજન ઘટાડવાની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદ કરે છે.
8. એક રિસર્ચમાં સામે આવ્યું છે કે નોન-સ્ટીક પેનમાં બનેલો ખોરાક ઝડપથી વજન વધારી શકે છે. તેના બદલે, આયર્ન, સ્ટેનલેસ સ્ટીલ, તાંબુ અથવા માટીના વાસણો રસોઈ માટે સલામત પસંદગી છે.
9. આપણામાંના મોટા ભાગના લોકો ખોરાકને સંગ્રહિત કરવા માટે પ્લાસ્ટિકના કન્ટેનરનો ઉપયોગ કરે છે અને આવા કન્ટેનરમાં BPA (બિસ્ફેનોલ A) જોવા મળે છે, જે ઝેરી અસર ધરાવે છે જે વજન વધારવા સિવાય ઘણા રોગોને ઉત્તેજિત કરે છે. તેથી બને ત્યાં સુધી કાચ, સ્ટીલ અથવા BPA મુક્ત કન્ટેનરનો ઉપયોગ ખોરાક સંગ્રહવા માટે કરો.
10. સૌથી અગત્યનું, રસોઈમાં સફેદ ખાંડનો ઉપયોગ ન કરવો એ ગેમ ચેન્જર બની શકે છે. શરૂઆતમાં તમે માત્ર ખાંડ છોડીને વધારાનું વજન ઘટાડી શકો છો, તે પણ જીમમાં ગયા વિના.












Click it and Unblock the Notifications
