For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weight Loss Tips: 40ની ઉંમર પછી આ ટીપ્સ ફોલો કરશો તો ઝડપથી ઘટશે વજન

તમે અમુક ટીપ્સ ફોલો કરીને વજન ઘટાડી શકો છો. આવો જાણીએ કેવી રીતે વજન ઘટાડશો.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આજના સમયમાં સ્થૂળતાની સમસ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. જેના કારણે લોકો થાઈરોઈડ, ડાયાબીટીસ, હાઈ બીપી, હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓનો શિકાર બની રહ્યા છે. આપણુ વજન વધવાનુ એક કારણ આપણી નબળી જીવનશૈલી છે. આ ઉપરાંત રાત્રે મોડા જમવુ, મોડા સુધી જાગવુ, સવારે મોડા ઊઠવુ, કસરત ન કરવી વગેરેનો સમાવેશ થાય છે. સ્થૂળતા નાના-મોટા દરેક વયના લોકોને અસર કરી શકે છે. આ સ્થિતિમાં તમે અમુક ટીપ્સ ફોલો કરીને વજન ઘટાડી શકો છો. આવો જાણીએ કેવી રીતે વજન ઘટાડશો.

સર્કેડિયન રિધમ ફાસ્ટીંગ

સર્કેડિયન રિધમ ફાસ્ટીંગ

આમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના ભોજનનો સમાવેશ થાય છે. આનો અર્થ એ છે કે તમે 12 કલાક ખોરાક લો છો અને બાકીના 12 કલાક ઉપવાસ કરો છો. જેમાં તમે સવારે ઉઠીને નાસ્તો કરો છો અને સાંજે 7 વાગ્યા સુધી ડિનર કરો છો. તે પછી તમે રાત્રે પાણી પી શકો છો પરંતુ બીજું કંઈપણ ખાતા નથી. આમાં તમે સરળતાથી તમારુ વજન ઘટાડી શકો છો.

પૂરતુ પાણી પીવો

પૂરતુ પાણી પીવો

પર્યાપ્ત માત્રામાં પાણીનુ સેવન તમને ક્રેવિંગ્ઝ ઘટાડવામાં મદદ કરે છે. કારણ કે તે તમને ફૂલ અનુભવ કરાવે છે. પૂરતુ પાણી પીવુ એ તમારા શરીરને ડિટોક્સિફાય કરવાની શ્રેષ્ઠ રીત છે. તમને જણાવી દઈએ કે ઓછુ પાણી પીવાથી કબજિયાત, ડિહાઈડ્રેશન જેવી સમસ્યાઓ થઈ શકે છે. જે હોર્મોન્સનુ અસંતુલન કરી શકે છે અને વજન વધારવામાં ફાળો આપે છે. તમે ઝડપી વજન ઘટાડવા માટે ગરમ પાણીનુ સેવન કરી શકો છો.

પૂરતી ઉંઘ લો

પૂરતી ઉંઘ લો

ઊંઘ એ આપણા શરીરમાંથી વધારાની ચરબી ઘટાડવાનો શ્રેષ્ઠ માર્ગ છે. રાત્રે 10 વાગ્યે સૂવાથી લિવર ડિટોક્સ થાય છે. તેમજ રાત્રીના 10 વાગ્યાથી રાત્રીના 2 વાગ્યા સુધી પિત્ત કાળ હોય છે જેના કારણે વજનમાં ઝડપથી ઘટાડો થાય છે. ખાસ કરીને જો તમે વહેલુ ડિનર લીધુ હોય તો તમારે 10 વાગે સૂઈ જવુ જોઈએ. આમ કરવાથી વજન નિયંત્રણમાં રહે છે.

English summary
Follow these weight loss tips to reduce weight after the age of 40
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X