જાણો: શરીરમાંથી વધારે મીઠાને ઓછું કરતા આહાર અંગે
ખોરાકમાં મીઠું એક એક એવો પદાર્થ છે જે ખાવામાં સ્વાદને વધારે છે. વિશેષજ્ઞો જણાવે છેકે ખાવામાં વધુ પડતા મીઠાના પ્રયોગથી બચવું જોઇએ. કારણ કે મીઠાથી સ્વાસ્થ્ય સંબંધિત બિમારીઓ થાય છે.
આપણને સૌને ખબર હોવી જોઇએ કે રોજીંદા જીવનમાં આપણાં શરીરને ખુબ જ અલ્પ માત્રામાં મીઠાની જરૂરિયાત હોય છે. જેનાથી શરીરને એનર્જી મળી રહે. પરંતુ જો ખોરાકમાં તમે વધુ પડતા મીઠાનો પ્રયોગ કરો છો, તો હાઇ બ્લડપ્રેશરની સમસ્યાઓ થઇ શકે છે. જેમા હ્રદય રોગ, મોટાપો, અને સ્ટ્રોક જેવી બિમારીઓ મુખ્ય છે.
અને એટલે જ તમારી સ્વાદેન્દ્રીય પર થોડો કંટ્રોલ કરો, અને જમવામાં મીઠાનો પ્રયોગ ઓછો કરો. આવો જાણીએ એવા આહાર અંગે કે જે તમારા શરીરમાંથી વધુ પડતા મીઠાને બહાર કાઢવામાં મદદ કરશે. તમારે આવા આહારનો સમાવેશ નિયમિત રીતે પોતાના આહારમાં કરવો જોઇએ કે જેથી શરીરમાં મીઠાની માત્રાને કંટ્રોલમાં રાખી શકાય. તો ચાલો શુભ કામમાં મોડું શા માટે...કરીએ શરૂઆત આજથી જ કરીએ.....

બીન્સ
જો શરીરમાં વધુ પડતુ મીઠું છે, તો તેને બીન્સની મદદથી ઓછું કરી શકાય છે. બીન્સ શરીરમાંથી 10 ટકા સુધી મીઠાને ઘટાડે છે.

દહીં
દહીંમાં પણ ઘણાં પ્રોટીન્સ હોય છે. જે મીઠાની માત્રાને ઓછું કરવામાં અક્સીર ભાગ ભજવે છે.

માછલી
માછલીમાં કેટલાક પ્રમાણમાં પોટેશિયમ હોય છે. જે શરીરમાં મીઠાની માત્રાને ઓછી કરવામાં મદદરૂપ થાય

બાફેલા બટાકા
બાફેલા બટાકાને જો છાલ સાથે ખાવામાં આવે તો તેમા ઉપલબ્ધ પોટેશિયમ મીઠાની માત્રાને ઓછી કરે છે.

કિશમીશ
સુકા મેવામાં મોટાપ્રમાણમાં પોટેશિયમ હોય છે. જેનો ડેઇલી ડાયેટમાં સમાવેશ કરવો જોઇએ.

કેળા
કેળા, અવાકાડો અને સંતરાના રસમાં પોટેશિયમ હોય છે. આ તમામ ફળોને ત્યારે પણ ખાઇ શકાય છે, જ્યારે તમારૂં બ્લડપ્રેશર હાઇ હોય.

હાઇફાયબર ફુડ
ઓટ્સ, શાકભાજી, અને વ્હાઇટ બ્રેડમાં હાઇ ફાયબર હોય છે. જેને ખાવાથી શરીરમાં મીઠાની માત્રા ઓછી થઇ જાય છે.

મસાલા
પોતાના ખાવામાં વિવિધ મસાલાનો ઉપયોગ જરૂરથી કરવો જોઇએ. તેનાથી માત્ર મીઠાની માત્રા ઘટતી જ નથી, પણ અન્ય બિમારીયો પણ દૂર થાય છે

મીઠાનો ઓછો પ્રયોગ
જમવામાં ઓછા ખાવાનો પ્રયોગ કરો.












Click it and Unblock the Notifications
