For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉનાળામાં શા માટે નારિયેળ પાણી પીવું લાભદાયક છે?

|
Google Oneindia Gujarati News

નારિયેળનું પાણી પીવું સ્‍વાસ્‍થ્‍ય માટે ખૂબ લાભદાયક છે. આ પાણીમાં વિટામીન અને મિનરલ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્‍ધ હોય છે. આયુર્વેદમાં પણ જણાવાયું છે કે 100 પ્રકારની બિમારીઓ સામે નારીયેળ પાણીથી લાભ થાય છે. ઉપરાંત શરીરને તંદુરસ્‍ત રાખવામાં પણ તેની મહત્‍વપૂર્ણ ભૂમિકા હોય છે.

ધોમધખતો ઉનાળો શરૂ થઇ ગયો છે. ત્યારે વાસ્તવમાં ઠંડા રહેવા તાજું નારિયેળ પાણી પીવું જોઇએ. તેના અન્ય લાભ શું છે તે આવો જાણીએ...

ગુણકારી તત્વો

ગુણકારી તત્વો


નારિયેળમાં વિટામીન પોટેશિયમ, ફાઇબર, કેલ્‍શિયમ, મેગ્નેશિયમ, વિટામીન અને ખનીજ તત્‍વ ભરપૂર માત્રા હોય છે. નારીયેળ પાણીમાં વિટામીન, મિનરલ, ઇલેક્‍ટ્રોલાઇટ્‍સ, એન્‍જાઇમસ, એમીનો એસિડ અને સાઇટોકાઇન ભરપૂર માત્રામાં રહેલું હોય છે.

રોગ પ્રતિકારક શક્તિ વધારે છે

રોગ પ્રતિકારક શક્તિ વધારે છે


નારિયેળ પાણી પીવાથી શરીરમાં પાણીની માત્રા જળવાઇ રહે છે. તેમાં રહેલા લાભદાયક તત્વોને કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેમાં રહેલા એન્ટિ વાયરલ અને એન્ટિ બેક્ટેરિયલ તત્વો વાઇરલ ઇન્ફેક્સન કે તાવ સામે રક્ષણ આપે છે

કિડની સારવાર માટે

કિડની સારવાર માટે


નારિયેળ વિવિધ બિમારીઓની સારવારમાં પણ મદદરૂપ છે. આ પાણીથી તાજગીની સાથે અનેક સ્‍વાસ્‍થ્‍યવર્ધક લાભ પણ થાય છે. તેનાથી કિડનીની બિમારીઓના ઇલાજમાં મદદ મળે છે. તે મૂત્રવર્ધક છે જેથી શરીરનો કચરો સાફ થઇ જાય છે.

વજન ઘટાડવા

વજન ઘટાડવા


નારિયેળમાં વસા કે કોલ્‍સ્‍ટ્રોલ હોતું નથી. આથી સ્‍થુળતા સામે પણ શરીરનું વજન ઘટાડવામાં નારીયેળ મદદરૂપ છે.

સગર્ભા સ્ત્રીઓ માટે શ્રેષ્ઠ

સગર્ભા સ્ત્રીઓ માટે શ્રેષ્ઠ


ડોક્ટર્સ ગર્ભવતી સ્ત્રીઓ માટે નારિયેળ પાણી પીવાની સલાહ આપે છે. તે બંધકોસ, બળતરા સામે ગુણકારી છે અને પાચનશક્તિ વર્ધક છે.

ત્વચાને આપે છે તાજગી

ત્વચાને આપે છે તાજગી

નારિયેળ પાણી ત્વચાને તાજગી આપે છે. જો તમને પિમ્પલની તકલીફ હોય તો રાતભર નારિયેળ પાણી ચહેરા પર લગાવી રાખો અને સવારે સાદા પાણીથી ધોઇ નાખો. પિમ્પલ મટે નહીં ત્યાં સુધી આમ કરો. ચોક્કસ લાભ થશે અને ત્વચામાં નિખાર આવશે.

English summary
Summer seasone is going on. For being really stay cool here are more reasons why you should drink fresh nariyal paani regularly.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X