For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Health Care Tips : દૂધ સાથે ન ખાઓ આ વસ્તુઓ, નહીંતર થઇ જશો ગંભીર બીમારીઓનો શિકાર

Health Care Tips : દુધને સંપૂર્ણ ખોરાક માનવામાં આવે છે. આ સાથે દુધમાં કેલ્શિયમથી લઇને આરોગ્ય માટે જરૂરી પોષક તત્વો મળી રહે છે. આ કારણે દુધને પોષકતત્વયુક્ત આહાર માનવામાં આવે છે.

|
Google Oneindia Gujarati News

Health Care Tips : દુધને સંપૂર્ણ ખોરાક માનવામાં આવે છે. આ સાથે દુધમાં કેલ્શિયમથી લઇને આરોગ્ય માટે જરૂરી પોષક તત્વો મળી રહે છે. આ કારણે દુધને પોષકતત્વયુક્ત આહાર માનવામાં આવે છે. જોકે, આયુર્વેદમાં એવી ધણી વસ્તુઓ છે કે, જેને દુધ સાથે ખાવાથી નુકસાનકારક માનવામાં આવે છે. આ ખોરાકનું દુધ સાથે સેવન કરવાથી આરોગ્યને મોટું નુકસાન થઇ શકે છે. તો આવો જાણીએ કે એવી કઇ પાંચ વસ્તુઓ જેને તમારે દુધ સાથે ન ખાવી જોઇએ.

માછલી

માછલી

માછલી ખાવાથી આપણા આરોગ્યને ઘણા ફાયદાઓ મળે છે. જેમાં વાળથી લઈને ત્વચા સુધીને તેનાથી ફાયદો મળી રહે છે, પરંતુ દૂધ સાથે માછલીનું સેવન ક્યારેય ન કરવું જોઈએ.

આમ કરવાથી ફૂડ પોઈઝનિંગ અને પેટમાં દુઃખાવા જેવી સમસ્યા થઈ શકે છે. આ સિવાય ત્વચા પર સફેદ ડાઘની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. જોકે, હાલમાં દૂધ બાદ માછલીના સેવન અંગે કોઈ વૈજ્ઞાનિક કારણ બહાર સામે આવ્યું નથી.

ખાટાં ફળો

ખાટાં ફળો

ખાટાં ફળોની સાથે દૂધનું સેવન સ્વાસ્થ્યને પણ બગાડી શકે છે. આ બંને સાથે ખાવાથી તમને ઉલ્ટી થવાની સમસ્યા સર્જાઇ શકે છે. જો તમે ખાટાં ફળો ખાતા હોવ તો બે કલાક પછી જ દૂધનું સેવન કરવું જોઇએ.

અડદની દાળ

અડદની દાળ

જો તમે અડદની દાળને દૂધ સાથે ખાધી હોય અથવા થોડા સમયાંતરે ખાધી હોય, તો તેનાથી શરીરને ઘણું નુકસાન થઈ શકે છે. તમારે ઉલ્ટી, શરીરમાં ભારેપણું, પેટમાં દુઃખાવો, ઉબકા અને પાચનતંત્રમાં ખલેલ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અડદની દાળ ખાધાના 2 કલાક પછી જ દૂધનું સેવન કરવું જોઇએ.

દહીં

દહીં

દહીં અને દૂધ બંને સ્વાસ્થ્ય જાળવવામાં ખુબ જ જરૂરી ખોરાક માનવામાં આવે છે, પરંતુ જો તમે તેનું સેવન એકસાથે ન કરો તો તમારા માટે સારું રહેશે. જો બંનેનું એકસાથે અથવા તરત જ સેવન કરવામાં આવે, તો પાચનતંત્ર પર ખરાબ અસર પડે છે. તમારે ઉલ્ટી, પેટમાં દુઃખાવો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડશે.

કોળું

કોળું

દૂધ બાદ જેકફ્રૂટ એટલે કે કોળાંનું સેવન કરશો, તો પણ શરીરને ભારે નુકસાન સહન કરવું પડી શકે છે. આ સાથે તમને પેટ અને ત્વચા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડશે.

દૂધ પીધા પછી તરત કોળાનું સેવન કરવાથી સોરાયસીસ, ખંજવાળ અને ત્વચા પર ફોલ્લીઓ જેવી સમસ્યાઓ થઈ શકે છે અને પાચનતંત્ર પણ ખરાબ થઈ શકે છે.

English summary
Health Care Tips : Don't eat this thing along with milk, will get very serious health issue
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X