For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Health Tips : લીલા ધાણા ઘટાડે છે કોલેસ્ટ્રોલ, સેવનથી મળશે આ ફાયદાઓ

Health Tips : આપણા રસોડા ઔષધિઓથી ભરેલા છે. જે આપણને સ્વસ્થ રાખે છે. આ સાથે ઘણી બિમારીઓથી પણ બચાવે છે. ભારતના રસોડામાં સૌથી વધુ લીલા ધાણાનો ઉપયોગ સૌથી વધુ ઉપયોગ થાય છે. લીધા ધાણા ખાવાથી ઘણા આરોગ્ય લાભ મળે છે.

|
Google Oneindia Gujarati News

Health Tips : આપણા રસોડા ઔષધિઓથી ભરેલા છે. જે આપણને સ્વસ્થ રાખે છે. આ સાથે ઘણી બિમારીઓથી પણ બચાવે છે. ભારતના રસોડામાં સૌથી વધુ લીલા ધાણાનો ઉપયોગ સૌથી વધુ ઉપયોગ થાય છે. લીધા ધાણા ખાવાથી ઘણા આરોગ્ય લાભ મળે છે. લીલા ધાણા ખાવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે.

પાચનની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે ધાણાના પાન

પાચનની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે ધાણાના પાન

ધાણાના પાન તમારા માટે ખાવાનો સ્વાદ વધારવાની સાથે ઘણી બીમારીઓનું જોખમ ઘટાડવામાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

હૃદયના રોગોથી લઈને ડાયાબિટીસનું જોખમ ઘટાડવા અને પાચનની તંદુરસ્તી જાળવવા માટે પણ તમે તેના ઉપયોગથી લાભ મેળવી શકોછો.

હેલ્થ એક્સપર્ટ્સનું માનવું છે કે, દરેક ઉંમરના લોકોએ તેને ડાયટનો ભાગ બનાવવો જ જોઈએ. ધાણા એકંદર સ્વાસ્થ્ય લાભો માટે ફાયદાકારક હોય શકે છે.

ઘટાડે છે કોલેસ્ટ્રોલનું જોખમ

ઘટાડે છે કોલેસ્ટ્રોલનું જોખમ

પ્રાણીઓ અને ટેસ્ટ-ટ્યુબના અભ્યાસો સૂચવે છે કે, કોથમીર કોલેસ્ટ્રોલનું જોખમ ઘટાડીને તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, એલડીએલ (બેડ) કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવામાં ધાણાના પાંદડા તમારા માટે ફાયદાકારક છે.

હાઈ બ્લડપ્રેશર ધરાવતા લોકોમાં પણ ધાણા ખાવાના ફાયદા જોવા મળ્યા છે. આવી સ્થિતિમાં તેના સેવનથી હૃદયના સ્વાસ્થ્યમાં વિશેષ લાભ થઈ શકેછે.

કંટ્રોલ કરે છે બ્લડ શુગર

કંટ્રોલ કરે છે બ્લડ શુગર

બ્લડ સુગરનું પ્રમાણ ઘટાડીને તમને ડાયાબિટીસની ગૂંચવણોથી બચાવવામાં ધાણા ફાયદાકારક સાબિત થઈ શકે છે. ધાણાના બીજ, અર્કઅને તેના પાંદડામાં રહેલા તત્વો બ્લડ સુગરને ઘટાડવામાં મદદ કરે છે.

પ્રાણીઓના અભ્યાસો સૂચવે છે કે, ધાણાના બીજ એન્ઝાઇમનીપ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે, જે બ્લડ સુગરના વધારાને અટકાવે છે. તેના સેવનથી ડાયાબિટીસ થવાનું જોખમ પણ ઘટી જાયછે.

કોથમીરના પાંદડામાં હોય છે અસરકારક એન્ટીઓક્સિડેન્ટ

કોથમીરના પાંદડામાં હોય છે અસરકારક એન્ટીઓક્સિડેન્ટ

ધાણામાં ઘણા અસરકારક એન્ટીઓક્સિડેન્ટ હોય છે, જે શરીરને મુક્ત રેડિકલથી થતા નુકસાનથી બચાવે છે. આવી સ્થિતિમાં ધાણાનાપાંદડા અથવા તેના બીજનું સેવન કરવાની આદત તમારા માટે શરીરના સોજાને ઘટાડવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.

અભ્યાસોઅનુસાર, તેમાં ક્વેર્સેટીન અને ટોકોફેરોલ્સ જેવા ઘટકો હોય છે, જે કેન્સર વિરોધી, રોગપ્રતિકારક શક્તિ વધારનાર અને ન્યુરોપ્રોટેક્ટિવ અસરોધરાવે છે. આ તમામ તત્વો તમને ગંભીર રોગોના જોખમથી બચાવવામાં મદદરૂપ છે.

પાચન માટે ફાયદાકારક છે ધાણા

પાચન માટે ફાયદાકારક છે ધાણા

ધાણાના પાંદડા પાચન સંબંધી સમસ્યાઓ ઘટાડવા અને સંબંધિત વિકૃતિઓના જોખમ સામે રક્ષણ આપવા માટે પણ અત્યંત ફાયદાકારક છે.

8 અઠવાડિયાના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ધાણાના પાંદડાનો અર્ક દરરોજ ત્રણ વખત લેવાથી પેટનો દુઃખાવો અને પેટનું ફૂલવુંઘટાડવામાં ફાયદો થઈ શકે છે. ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ જેવી ગંભીર બીમારીમાં પણ ધાણાના પાંદડાના ફાયદા જોવા મળ્યા છે.

English summary
Health Tips : Green coriander reduces cholesterol
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X