Health Tips : હૃદયની માંસપેશીઓને રહેશે સ્વસ્થ, યાદ રાખો આ 5 વાત
Health Tips : માનવ શરીરમાં હૃદયનું મહત્વ સૌથી વધારે છે. જે માનવ શરીરમાં લોહીને શુદ્ધ કરવાનું અને પરિભ્રમણ કરવા માટે જવાબદાર છે. ખરાબ જીવનશૈલી અને ખોટી આદતોને કારણે લોકોને હૃદય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
Health Tips : ગુજરાતીમાં એક કહેવત છે, પહેલુ સુખ તે જાતે નર્યા. માણસના શરીરમાં દરેક અંગનું ખાસ કાર્ય હોય છે. જેમાં સૌથી મહત્વનું અંગ છે હૃદય. વર્તમાન સમયમાં હૃદય સંબંધિત સમસ્યાઓમાં વધારો થઇ રહ્યો છે. જે કારણે ઘણા લોકો નાની ઉંમરમાં મૃત્યુ પામી રહ્યા છે. આવામાં આજે આપણે આ અહેવાલમાં એવી બાબતો વિશે જાણીશું જેનાથી તમારા હૃદયનું આરોગ્ય સારૂ રહેશે.

ધૂમ્રપાન
શું તમે જાણો છો કે, ધૂમ્રપાન તમારા હૃદય માટે ખૂબ જ નુકસાનકારક છે. તેથી જો તમે ઈચ્છો છો કે, તમારા હૃદયના સ્નાયુઓ સ્વસ્થ રહે તોધૂમ્રપાનથી દૂર રહો.

હાઇ કોલેસ્ટ્રોલ
હૃદય સંબંધિત રોગોથી બચવા અને હૃદયના સ્નાયુઓને નબળા પડવાથી બચવા માટે શરીરમાં હાઇ કોલેસ્ટ્રોલની માત્રાને નિયંત્રિત કરવીજોઈએ. આ માટે તમારે લો કોલેસ્ટ્રોલવાળો ખોરાક લેવો જોઇએ.

કસરત કરો
નિયમિત રીતે કસરત કરવાથી તમારા હૃદયના સ્નાયુઓને ઘણો ફાયદો થાય છે. તેથી હૃદયને સ્વસ્થ રાખવા માટે નિયમિતપણે કસરત કરો.

આલ્કોહોલના સેવનથી બચો
જો તમે આલ્કોહોલનું સેવન કરો છો, તો આજે જ સાવધાન થઈ જાવ. કારણ કે, તેનાથી તમારા હૃદયના સ્નાયુઓ નબળા પડી શકે છે. આવા સમયે તમારે આલ્કોહોલના સેવન કરવાથી બચવું જોઇએ.

બ્લડ પ્રેશર
હૃદયના સ્નાયુઓને નબળાઈથી બચાવવા માટે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવું ખૂબ જ જરૂરી છે. આ માટે તમે ડૉક્ટરની સલાહ મુજબ ઉપચાર કરવો જોઇએ.












Click it and Unblock the Notifications
