For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાતની આ ખરાબ આદતોને કારણે પુરુષોમાં વધે છે નપુંસકતા, અપનાવો આ ઉપાય

ઘણા પરિણીત પુરુષો તેમના લગ્ન જીવનથી ખુશ નથી. કારણ કે, નાની ઉંમરમાં તેઓ નપુંસકતાનો શિકાર બની જાય છે, જેના કારણે તેમને પિતા બનવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

|
Google Oneindia Gujarati News

ઘણા પરિણીત પુરુષો તેમના લગ્ન જીવનથી ખુશ નથી. કારણ કે, નાની ઉંમરમાં તેઓ નપુંસકતાનો શિકાર બની જાય છે, જેના કારણે તેમને પિતા બનવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં તેઓએ તરત જ કેટલીક આદતો બદલવી જોઈએ જે તેમની પ્રજનન ક્ષમતાને નુકસાન પહોંચાડે છે.

મોડી રાત્રે મોબાઈલના ઉપયોગથી નપુંસકતા

મોડી રાત્રે મોબાઈલના ઉપયોગથી નપુંસકતા

મોટાભાગના પુરુષોને મોડી રાત સુધી મોબાઈલ ફોન અને લેપટોપનો ઉપયોગ કરવાની આદત હોય છે, જે તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારકછે. એક રિસર્ચમાં સામે આવ્યું છે કે આ ગેજેટ્સમાંથી નીકળતી બ્લુ લાઇટ પુરુષોના સ્પર્મની ગુણવત્તાને નુકસાન પહોંચાડે છે.

આ અભ્યાસઅમેરિકાના વર્ચ્યુઅલ સ્લીપ મેગેઝિનમાં પ્રકાશિત થયો હતો, જેમાં 21 થી 59 વર્ષની વયના 116 પુરૂષોના શુક્રાણુના નમૂના લેવામાં આવ્યાહતા, જે તમામ મૂલ્યાંકનમાંથી પસાર થઈ રહ્યા હતા. તેમને ઊંઘના સમય અને મોબાઈલ, લેપટોપના ઉપયોગ વિશે પૂછવામાં આવ્યું હતું.

ગેજેટ્સ વાદળી પ્રકાશ હાનિકારક

ગેજેટ્સ વાદળી પ્રકાશ હાનિકારક

આ રિસર્ચમાં એ વાત સામે આવી છે કે, રાત્રે આ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સમાંથી નીકળતી બ્લુ લાઈટ શુક્રાણુઓની ગુણવત્તાના બગાડ સાથેસંબંધિત છે.

ફોનના રેડિએશનની પુરુષ પ્રજનન ક્ષમતા પર ખરાબ અસર પડે છે. આ જ કારણ છે કે સૂતી વખતે આ વસ્તુઓનો શક્ય તેટલોઓછો ઉપયોગ કરવો વધુ સારું છે.

શુક્રાણુની ગુણવત્તા પર અસર

શુક્રાણુની ગુણવત્તા પર અસર

આ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, મોબાઈલ અને લેપટોપથી શરીરમાં આવતી શોર્ટ-વેવલેન્થ લાઇટનો જેટલો વધુ સંપર્ક થાય છે, તેટલા જઅમૂર્ત શુક્રાણુઓનું પ્રમાણ વધે છે. સારી અને સમયસર ઉંઘ લેવા સાથે વીર્યની સારી સંખ્યાનો સીધો સંબંધ હોવાનું જણાયું છે.

મતલબ કે જેપુરુષો સમયસર સૂઈ જાય છે અને રાત્રે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ ઓછો કરે છે તેમની પ્રજનન ક્ષમતા વધુ સારી હોય છે.

આંકડાઓ શું કહે છે?

આંકડાઓ શું કહે છે?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, સામાન્ય વસ્તીમાં પુરૂષ નપુંસકતાનો દર 20 થી 40 ટકાની વચ્ચે છે. ભારતમાં પુરૂષ વંધ્યત્વ દરલગભગ 23 ટકા છે. અભ્યાસમાં એ વાત સામે આવી છે કે, તેનું મુખ્ય કારણ મોબાઈલ અને લેપટોપમાંથી નીકળતું રેડિયેશન છે.

English summary
Impotence increases in men due to these bad habits of the night, adopt this remedy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X