For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આયુર્વેદ અનુસાર ચૈત્ર મહિનામાં શું ખાવુ જોઈએ અને શું નહિ?

આવો, જાણીએ કે હિંદુ કેલેન્ડર અનુસાર ચૈત્ર મહિનામાં કઈ વસ્તુઓનુ સેવન કરવુ જોઈએ અને કઈ વસ્તુનુ નહિ.

|
Google Oneindia Gujarati News

ચૈત્ર મહિનો શરૂ થઈ ચૂક્યો છે જે હિંદુ કેલેન્ડર મુજબ વર્ષનો પહેલો મહિનો હોય છે. આ મહિનાથી હવામાન અને પ્રકૃતિમાં જ નહિ પરંતુ ખાન-પાનમાં પણ ફેરફાર આવે છે. આયુર્વેદમાં દરેક વસ્તુ ખાવા-પીવાનો સમય હવામાન અને લોકોની શારીરિક બનાવટ(પ્રકૃતિ) અનુસાર નક્કી કરવામાં આવ્યો છે. આયુર્વેદનમાં દરેક વસ્તુ વિશે જણાવવામાં આવ્યુ છે કે કયા મહિનામાં શું ખાવુ જોઈએ. આવો, જાણીએ કે હિંદુ કેલેન્ડર અનુસાર ચૈત્ર મહિનામાં કઈ વસ્તુઓનુ સેવન કરવુ જોઈએ અને કઈ વસ્તુનુ નહિ.

સાદુ દૂધ ન પીવો

સાદુ દૂધ ન પીવો

ચૈત્ર મહિનામાં સાદુ દૂધ ન પીવુ જોઈએ. આ મહિનામાં સાદુ દૂધ પીવાથી પેટ સંબંધિત બિમારીઓ થઈ શકે છે. દૂધમાં સાકર મિલાવીને જ સેવન કરવુ જોઈએ.

ગોળ ખાવાનુ ટાળો

ગોળ ખાવાનુ ટાળો

ચૈત્ર મહિનામાં ગોળ ખાવાની મનાઈ છે. આ મહિનામાં ગોળ ખાવાનુ ટાળવુ જોઈએ અને વાસી ભોજન પણ ન લેવુ જોઈએ.

ખૂબ પાણી પીવો

ખૂબ પાણી પીવો

ચૈત્ર મહિનામાં પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. આ મહિનામાં રાત અને દિવસના તાપમાનમાં વધુ તફાવત હોય છે. એવામાં જ્યારે દિવસનુ તાપમાન વધુ હોય ત્યારે શરીરમાં પાણીની કમી થઈ શકે છે માટે ખૂબ પાણી પીવો.

કડવા લીમડાનુ સેવન કરો

કડવા લીમડાનુ સેવન કરો

ચૈત્ર મહિનામાં શીતળા માતાની પૂજા થાય છે. આ દરમિયાન પૂજામાં તેમને લીમડો પણ ચડાવવામાં આવે છે અને પ્રસાદ તરીકે પણ લેવામાં આવે છે. મહારાષ્ટ્રમાં પણ ગુડી પડવાના તહેવાર પર લીમડાનુ સેવન કરવામાં આવે છે. આની પાછળ વૈજ્ઞાનિક કારણ એ છે કે ચૈત્રને ઋતુઓનો સંધિકાળ માનવામાં આવે છે. માટે આ મહિનામાં રોગ પેદા કરનારા કીટાણુ અને વાયરસ વધુ સક્રિય રહે છે. શીતળા માતાને રોગોનાશક માનવામાં આવે છે માટે ચૈત્ર મહિનામાં તેની પૂજા થાય છે જેથી પ્રતિકૂળ હવામાનમાં શરીરમાં પ્રતિરોધક ક્ષમતા જળવાઈ રહે.

ચણા્ પણ ખૂબ જ ખાવ

ચણા્ પણ ખૂબ જ ખાવ

ચૈત્ર મહિનામાં ચણા જરૂર ખાવા જોઈએ. ચણા ખાવાથી બ્લડ શુગર નિયંત્રિત રહે છે. કેન્સરનુ જોખમ ઘટે છે. લોહીની કમી પણ નથી થતી. આંખોનુ તેજ પણ વધે છે.

આ વાતોનુ રાખો ખાસ ધ્યાન

આ વાતોનુ રાખો ખાસ ધ્યાન

  • આયુર્વેદ અનુસાર ચૈત્ર મહિનામાં અન્નનો ઉપયોગ સંયમથી કરવો જોઈએ અને ફળોનો વધુ ઉપયોગ કરવો જોઈએ.
  • ચૈત્ર મહિનામાં વાસી ભોજન ન ખાવુ જોઈએ.
  • ચૈત્ર મહિનામાં સૂતા પહેલા હાથ અને મોઢુ સાફ કરવુ જોઈએ અને પાતળા કપડા પહેરવા જોઈએ.
  • ચૈત્ર મહિનામાં મેકઅપ પણ સંતુલિત હોવો જોઈએ.

કાર્તિક આર્યનને સુશાંતની જેમ લટકવા પર મજબૂર ના કરોઃ કંગનાકાર્તિક આર્યનને સુશાંતની જેમ લટકવા પર મજબૂર ના કરોઃ કંગના

English summary
Know what to eat and what not to eat in Chaitra Hindu Month
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X