For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સફેદ શાકભાજીનું મધ સાથે સેવન કરે પુરુષો, દુર થઇ જશે શરીરની નબળાઈ

ડુંગળીનો ઉપયોગ ભારતના લગભગ દરેક રસોડામાં થાય છે, પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે, સફેદ ડુંગળીનું સેવન સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેને ખાવાથી સ્ટ્રોક,પાર્કિન્સન્સ અને હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું થાય છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ડુંગળીનો ઉપયોગ ભારતના લગભગ દરેક રસોડામાં થાય છે, પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે, સફેદ ડુંગળીનું સેવન સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેને ખાવાથી સ્ટ્રોક, પાર્કિન્સન્સ અને હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું થાય છે. ખાસ કરીને પુરુષો માટે સફેદ ડુંગળીનું સેવન વધુ ફાયદાકારક સાબિત થાય છે.

onion

હૃદયના સ્વાસ્થ્ય માટે સારું

સફેદ ડુંગળીમાં ઘણા એન્ટી-ઓક્સિડન્ટ સંયોજનો જોવા મળે છે, જે ટ્રાઈગ્લિસરાઈડનું સ્તર ઘટાડે છે. જેના કારણે કોલેસ્ટ્રોલ લેવલ પણ ઓછુ થાય છે અને હૃદય સ્વસ્થ રહે છે.

ઓછું કરે છે કેન્સરનું જોખમ

સફેદ ડુંગળીમાં સલ્ફર કમ્પાઉન્ડ અને ફ્લેવોનોઈડ એન્ટી-ઓક્સિડન્ટ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તેઓ કેન્સર સામે લડવાની ક્ષમતા ધરાવે છે. આ સાથે સફેદ ડુંગળીના સેવનથી ટ્યુમરનો ખતરો પણ ઓછો થાય છે.

કંટ્રોલમાં રાખે છે બ્લડ શુગર

સફેદ ડુંગળીમાં ક્રોમિયમ અને સલ્ફર જોવા મળે છે, જે બ્લડ સુગર ઘટાડે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ સફેદ ડુંગળીનું સેવન કરવું જોઈએ.

બરાબર રહે છે પાચનક્રિયા

સફેદ ડુંગળીમાં ફાઈબર અને પ્રિબાયોટિક્સ મળી આવે છે. રોજ સફેદ ડુંગળીનું સેવન કરવાથી પેટ સ્વસ્થ રહે છે અને પેટમાં સારા બેક્ટેરિયાની સંખ્યા વધે છે. આ સિવાય સફેદ ડુંગળીના કારણે પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરે છે.

વધારે છે રોગપ્રતિકારક શક્તિ

સફેદ ડુંગળીમાં સેલેનિયમ જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને રોગો સામે લડવામાં મદદ કરે છે.

દૂર થાય છે વાળની સમસ્યા

સફેદ ડુંગળી વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના ઉપયોગથી વાળ ખરવા, ડેન્ડ્રફ અને વાળ સફેદ થવાની સમસ્યા દૂર થાય છે.

પરિણીત પુરુષો માટે ફાયદાકારક

સફેદ ડુંગળી પરિણીત પુરુષો માટે ચમત્કારિક દવાથી ઓછી નથી. સફેદ ડુંગળીને મધ સાથે ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. સફેદ ડુંગળીથી વીર્ય વધે છે અને કોઈ પણ પ્રકારની નબળાઈ નથી આવતી.

English summary
Men who consume white vegetables with honey, the weakness of the body will go away.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X