Morning Walk Tips : ચાલતા સમયે ન કરો આ ભૂલ, જાણો મોંર્નિગ વોકની સાચી રીત
Morning Walk Tips : વ્યક્તિએ દરરોજ 30-40 મિનિટ ચાલવું જોઈએ. થોડાં અંતરનું વોકિંગ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને ઘણી બીમારીઓથી પણ બચાવે છે. લોકો સ્વસ્થ રહેવા માટે મોર્નિંગ વોક માટે જાય છે.
Morning Walk Tips : અખા ભગતનો એક ચાબખો છે કે, આંખનું કાજળ ગાલે ઘસ્યું. એવી જ રીતે ઘણા લોકો મોર્નિંગ વોક કરવા નીકળી તો જાય છે, પણ મોંર્નિગ વોકની સાચી રીત ન જાણવાને કારણે તેમને તેનો પૂરતો લાભ મેળવી શકતા નથી.
આ સમયે તમારે મોર્નિંગ વોકની સાચી રીત જાણી લેવી જોઇએ. આ સાથે તમારે એવી કેટલીક ભૂલો વિશે પણ જાગૃત થવાની જરૂર પડશે, જે તમે સામાન્ય રીતે ચાલતી વખતે કરો છો.
લોકોનું માનવું છે કે, માત્ર ચાલવાથી જ તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે. જોકે, ચાલવાનો યોગ્ય રીત છે. જો તમે ખોટી રીતે ચાલો છો અથવા ચાલતી વખતે કેટલીક ભૂલો કરો છો, તો શરીર પર તેની અવળી અસર થાય છે.

ચાલવાની ઝડપ
જો તમે દરરોજ 30 થી 40 મિનિટ ચાલતા હોવ, તો તમારી સ્પીડ પ્રતિ કલાક 6.5 કિમી હોવી જોઈએ. તમે તમારા શરીર પ્રમાણે સામાન્યગતિમાં ચાલી શકો છો. જો તમે વજન ઘટાડવાના હેતુથી ચાલતા હોવ, તો ઝડપી ચાલવાની ટેવ પાડો.

ચાલતી વખતે તમારી મુઠ્ઠી ન વાળો
ચાલતી વખતે લોકો ઘણીવાર જાણ્યા જોયા વગર તેમની મુઠ્ઠીઓ વાળે છે. વોકિંગ કરતી વખતે મુઠ્ઠીઓ વાળી દેવાથી ખોટી અસર થઈ શકેછે. આનાથી શરીર પર આડઅસર પણ થાય છે.
મુઠ્ઠી વાળીને ચાલવાથી શરીર પર દબાણ આવે છે અને હાથ, ખભા અને ગરદનને અસરથાય છે. આ કારણે બ્લડ પ્રેશરને પણ અસર થઈ શકે છે. આંગળીઓમાં સોજો અને દુઃખાવો આવી શકે છે. તેથી ચાલતી વખતે તમારી મુઠ્ઠીન વાળો.

કેવી હોવી જોઈએ હાથની મુદ્રા
- ચાલતી વખતે હાથની મુદ્રા યોગ્ય હોવી જોઈએ. તમારી મુઠ્ઠી ખુલ્લી રાખીને ચાલો.
- બંને આંગળીઓને સહેજ અંદરની તરફ વાળીને અને અંગૂઠાને પ્રથમ આંગળીની ટોચ પર રાખીને ચાલો. તેનાથી બ્લડ સર્ક્યુલેશન બરાબરરહે છે.
- છાતીને સીધી રાખીને ખભાને નીચે અને પાછળ રાખીને ચાલો.
- ચાલતી વખતે હાથની કોણીને લગભગ 90 ડિગ્રી પર વાળીને રાખો.

ચાલવાનો સાચી રીત
- ચાલતી વખતે માથું સીધું રાખો.
- પીઠ અને ખભાને ઢાળશો નહીં, પરંતુ સીધા ચાલો.
- પગ સંપૂર્ણપણે જમીન પર રાખીને ચાલવું જોઈએ.
- ચાલતી વખતે, દરેક પગલા સાથે તમારા ખભાને પણ ખસેડો.












Click it and Unblock the Notifications
