For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કસરત કરવામાં ભારતીયો ખચકાય છે: સર્વે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 ઓક્ટોબર: આજની દોડતી ભાગતી લાઇફમાં મોટા ભાગના લોકો સમય ના હોવાના કારણે વ્યાયામ કરી શકતા નથી, જે ખૂબ જ જરૂરી છે. જો આપ રોજ વ્યાયામ કરો છો તો આપ અડધીથી વધારે બિમારીઓથી દૂર રહો છો પરંતુ અફસોસની વાત એ છે કે ભારતીયો આ બાબતની ગંભીરતા અને મહત્વ સમજે છે પરંતુ કસરત કરવામાં ખચકાય છે. અરે આ અમારું નહીં પરંતુ એક સર્વેનું કહેવું છે...

'મેક્સ બુપા વૉક ફોર હેલ્થ સર્વે'નું સંશોધન કહે છે કે દર ચોથો ભારતીય વ્યાયામ કરતો નથી, અને જે વ્યક્તિ વ્યાયામ કરે પણ છે તેમાંથી પણ અડધા દોડવા અને તરવાને બદલે માત્ર વૉકિંગ કરવાનું પસંદ કરે છે.

ઉલ્લેખનીય છે કે આ સર્વે દિલ્હી, મુંબઇ અને કોલકાતા મહાનગરોમાં કરાવવામાં આવ્યું જે શનિવારે પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ સર્વેમાં ભાગ લેનાર 56 ટકા લોકોનું કહેવું છે કે તેઓ એક્સરસાઇઝમાં વૉકિંગ કરવાનું પસંદ કરે છે.

પરંતુ જે લોકો નિયમિતપણે વ્યાયામ કરે છે તેઓ વ્યાયામ નહીં કરનારાઓની તુલનામાં વધારે સ્વસ્થ, હેલ્દી, સેક્સી અને સુંદર નોંધાયા છે, અહીં સુધી કે લોકો માનસિક રીતે પણ સ્વસ્થ નોંધાયા છે. વ્યાયામ કરનારાઓને ગુસ્સો પણ ઓછો આવે છે.

માત્ર વૉકિંગ પસંદ

માત્ર વૉકિંગ પસંદ

સર્વેક્ષણથી મામૂલ પડ્યૂ છે કે નિયમિતરીતે વૉકિંગ કરવાથી લોકોમાં સકારાત્મક સામાજિક અને વ્યવહારિક પરિવર્તન થાય છે, તથા લોકોને સ્વસ્થ જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરે છે. સર્વેક્ષણથી માલૂમ પડ્યું કે સર્વેક્ષણમાં સામેલ ત્રણેય મહાનગરોના 42 ટકા લોકો સ્વસ્થ રહેવા માગે છે.

ડોક્ટરની સલાહ પર

ડોક્ટરની સલાહ પર

સર્વેક્ષણમાં સામેલ પ્રતિભાગિયોમાંથી 34 ટકા લોકોએ બ્લડ પ્રેશર અને હૃદય સંબંધી સમસ્યાઓના કારણે વૉકિંગ કરવાની વાતનો સ્વીકાર કર્યો, જ્યારે 24 ટકા લોકોએ તબીબી સલાહ બાદ વૉકિંગ શરૂ કર્યું.

મોબાઇલ ફોનનો ઉપયોગ વધ્યો

મોબાઇલ ફોનનો ઉપયોગ વધ્યો

મિશ્રાએ આગળ જણાવ્યું કે 'સર્વેક્ષણમાં એ પણ જાણવા મળ્યું છે કે લોકોમાં વૉકિંગ માટે મોબાઇલ ફોન સાથે જોડાયેલા એપ્લિકેશંસ અને ઉપકરણોનું ઉપયોગ વધ્યો છે.'

યુવાઓમાં મોબાઇલનો ક્રેઝ

યુવાઓમાં મોબાઇલનો ક્રેઝ

વાસ્તવમાં 25થી 30ની ઉંમરની યુવાપેઢી સૌથી વધારે ટેકનોલોજીનો ઉપયોગ કરતી નોંધાઇ છે.

હેલ્થ પ્રોગ્રામ જોવે છે...

હેલ્થ પ્રોગ્રામ જોવે છે...

ટેકનોલોજીથી પરિચિત અને તેનો વધારે ઉપયોગ કરનારા લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સજાગ રહે છે, અને સ્વાસ્થ્ય સંબંધિત કાર્યક્રમ અને ચેનલ વધારે જોવે છે.

English summary
One in four Indians does not exercise and of those who do, about half prefer walking over running and swimming, said a health survey released Saturday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X