For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Padmasana Benefits : અનિદ્રાની સમસ્યા કરે છે દૂર, જાણો પદ્માસનના લાભ

Padmasana Benefits : પદ્માસન શબ્દો બે શબ્દો પદ્મ એટલે કે કમળ અને આસન એટલે કે બેસવાની મુદ્રાથી બનેલો છે. કમળની મુદ્રામાં બેસીને ધ્યાન કરવું એ પદ્માસન કહેવાય છે. આ યોગના અભ્યાસથી અનિદ્રાની સમસ્યા દૂર થાય છે.

|
Google Oneindia Gujarati News

Padmasana Benefits : વર્તમાન સમયમાં લોકો કામ અને અંગત જીવનને કારણે હંમેશા તણાવગ્રસ્ત રહે છે. આ તણાવની અસર શરીર અને મન બંને પર પડે છે. આ અંગે આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે, વધારે પડતો તણાવ લેવાના કારણે હાઇ બ્લડ પ્રેસર અને અનિદ્રા જેવી સમસ્મયા થવા લાગે છે.

Padmasana

અનિદ્રાને અંગ્રેજીમાં Insomnia કહે છે. આવી સ્થિતિમાં રાત્રે ઉંઘ ઓછી આવે છે. આવા સમયે તમારે તમારી દિનચર્ચામાં જરૂરી બદલાવ કરવા અનિવાર્ય બની જાય છે.

અનિદ્રાની સમસ્યાને દૂર કરવા માટે કરો યોગ

અનિદ્રાની સમસ્યાને દૂર કરવા માટે કરો યોગ

સૂતા પહેલા ચા કે કોફીનું સેવન ન કરો. આ સાથે જ મોડી રાત સુધી મોબાઈલનો ઉપયોગ ન કરો. આ ઉપરાંત અનિદ્રાની સમસ્યાને દૂરકરવા માટે દરરોજ યોગ કરવા પણ એક ખૂબ જ અસરકારક વિકલ્પ છે. યોગની ઘણી મુદ્રાઓ છે. જેમાંથી એક પદ્માસન પણ છે. પદ્માસનયોગ કરવાથી અનિદ્રાની સમસ્યા દૂર થાય છે.

પદ્માસનથી દૂર થશે અનિદ્રા

પદ્માસનથી દૂર થશે અનિદ્રા

પદ્માસન બે શબ્દોથી બનેલું છે, પદ્મ એટલે કમળ અને આસન એટલે બેસવાની મુદ્રા. મતલબ કે, કમળની મુદ્રામાં બેસીને ધ્યાન કરવું એપદ્માસન કહેવાય છે.

જો તમે તણાવમાં રહેશો, કોઈ વાતને લઈને સતત ચિંતિત છો, જેના કારણે તમને રાત્રે ઊંઘ નથી આવતી, તો તમેઅનિદ્રાથી છૂટકારો મેળવવા માટે પદ્માસન યોગની મદદ લઈ શકો છો. આમ કરવાથી માનસિક તણાવમાં ઘણી રાહત મળે છે.

આ સાથેપદ્માસન કરવાથી મન શાંત રહે છે. શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે. આ સિવાય પ્રેગ્નન્સી અને માસિક ધર્મ દરમિયાન મહિલાઓને થતીસમસ્યાઓ દૂર થાય છે.

પદ્માસન કરવાની સાચી રીત

પદ્માસન કરવાની સાચી રીત

પદ્માસન કરવા માટે સૌપ્રથમ સપાટ જમીન પર યોગાસન કરો. પછી પ્રાણાયામની મુદ્રામાં જમીન પર બેસો. આ દરમિયાન ધ્યાન રાખો કે,કરોડરજ્જુ, માથું અને ગરદન સીધી રેખામાં રહે. હવે આરામ કરો. પછી ધીમે ધીમે શ્વાસ લેવાનું શરૂ કરો.

હવે તમારા બંને હાથને ઘૂંટણ પરરાખીને નાકના આગળના ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરો. થોડી વાર પછી આંખો બંધ કરો. હવે સામાન્ય રીતે થોડા ઊંડા શ્વાસ લો અને છોડો.

આ યોગ દરરોજ કરો. આનાથી તમારી અનિદ્રાની સમસ્યા થોડા દિવસોમાં જ દૂર થઈ જશે. આ સાથે માનસિક તણાવ પણ દૂર થાય છે અનેમન શાંત રહે છે. બીજી તરફ પદ્માસનથી તમારો તણાવ ઓછો થશે, તો અનિદ્રાની સમસ્યા આપોઆપ દૂર થઈ જશે.

English summary
Padmasana Benefits : Eliminates the problem of insomnia, know the benefits of Padmasana
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X