For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RO હેલ્થ માટે OK છે કે નહીં? જરૂર વાંચો આ રિપોર્ટ

|
Google Oneindia Gujarati News

જો તમારા ઘરમાં RO (રિવર્સ ઓસમોસિસ) તમે લગાવ્યું છે અને તમે તેને લગાવ્યા પછી એમ વિચારતા હોવ કે હવે તમને અને તમારા પરિવારને શુધ્ધ પાણી મળી જશો અને તમે પાણીજન્ય રોગોની તમામ મુશ્કેલી માંથી બાકાત રહી જશો તો તમને જણાવી દઇએ કે તમે ભ્રમમાં છો કારણ કે જરૂરી નથી આરોનું પાણી તમારા શરીરને લાભ પહોંચાડી રહ્યું હોય.

ધાર્મિક ઉપવાસ આપને આપે છે હેલ્થ પણ અને વેલ્થ પણ...ધાર્મિક ઉપવાસ આપને આપે છે હેલ્થ પણ અને વેલ્થ પણ...

જેએનયૂ દ્વારા હાલમાં જ કરાયેલા રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે આરઓની પાણી શરીર માટે હાનિકારક હોય છે. જેએનયૂના રિપોર્ટ એ જ વાત કહી રહ્યો છે જે વાત બે વર્ષ પહેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)માં કીધી હતી. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આરોનું પાણી સ્વાસ્થય પર અસર કરે છે અને કેટલાક કિસ્સામાં તો તે જીવલેણ પણ સાબિત થાય છે. ત્યારે આ રિપોર્ટમાં અન્ય કંઇ કંઇ વાતો કહેવામાં આવી છે તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડર....

આરઓનું પાણી કેટલું સેફ?

આરઓનું પાણી કેટલું સેફ?

રિપોર્ટના મુજબ આરઓ પાણીને ફિલ્ટર કરે છે. જે દ્વારા તે પાણીના તમામ સારા મિનર્લ્સ નીકાળી દે છે. આમ પાણી સાફ તો થાય છે પણ સાફ થવાની સાથે જ તેના સારા નસારા તત્વો બન્ને જતા રહે છે તેમાંથી.

બિમારી નોંતરે છે

બિમારી નોંતરે છે

ત્યારે આવા સાફ પાણીને લાંબા સમય સુધી પીવાથી હાર્ટની બિમારી, નબળાઇ, માથાનો દુખાવો, પેટની બિમારી અને થાક લાગવા જેવા રોગ થઇ શકે છે.

કેલ્શિયમ અને મેગ્નેશિયમ

કેલ્શિયમ અને મેગ્નેશિયમ

આરઓ પાણીને ફિલ્ટર કરતી વખતે તેમાંથી કેલ્શિયમ અને મેગ્નેશિયમના દ્વવ્યોને 90 ટકા નીકાળી દે છે. આ કેલ્શિયમ અને મેગ્નેશિયમ વગર આપણા હાડડા નબળા પડી જાય છે.

મહિલાઓ

મહિલાઓ

મહિલાઓને આવા પાણીથી ભારે નુક્શાન થાય છે કારણ કે મહિલાઓના શરીરમાં એક ઉમરે કેલ્શિયમ મોટી માત્રામાં ઓછો થઇ જાય છે ત્યારે આવું પાણી પીવાથી તેમના હાડકા પોલા થવાની શક્યતા વધી જાય છે.

પાણીનો બગાડ

પાણીનો બગાડ

વળી આરો પ્લાન્ટમાં જ્યારે પાણીને સાફ કરવામાં આવે છે ત્યારે મોટી માત્રામાં વેસ્ટ પાણી પણ બહાર નીકળે છે. જે મોટા ભાગે આપણે ફેંકી દઇએ છીએ. જેનાથી પર્યાવરણને પણ નુક્શાન થાય છે.

English summary
A new research findings by a group at Jawaharlal Nehru University (JNU) shocked the country. According to the new findings, RO water purifying filters can cause serious health hazards for human and animals.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X