જાણો, કઇ સ્થિતિમાં પાર્ટનર કરવા લાગે છે આપને ઇગ્નોર

[લાઇફસ્ટાઇલ] ક્યારેક ક્યારેક જીવનમાં એવો વળાંક પણ આવે છે જ્યારે આપનો પાર્ટનર આપને લઇને એટલો ક્રેઝી નથી રહેતો જેટલો તે પહેલા રહેતો હતો. ઘણી મહિલાઓની હંમેશા એ ફરિયાદ રહે છે કે તેમનો પાર્ટનર હવે તેને પહેલા જેવો પ્રેમ નથી કરતો, તેને સમય નથી આપતો અને તેના પસંદની કદર પણ નથી કરતો. શું આપની પણ સાથે એવું થાય છે.

પાર્ટનર દ્વારા ઇગ્નોર કરવાના ઘણા કારણો હોય છે, આપે તેમને સમજવાની જરૂરીયાત હોય છે. તેમની કોઇ પણ વાત પર ભાર નહીં આપીને તેમને સમજવાનો પ્રયત્ન કરો, એવું કરવાથી આપ પોતાની મુશ્કેલીઓ ખૂબ જ હદ સુધી સુલજાવી લેશો. આજે અમે અમારા આ લેખમાં આપને જણાવી રહ્યા છીએ કે- કઇ સ્થિતિઓમાં પાર્ટનર કરવા લાગે છે ઇગ્નોર...

વ્યસ્ત હોવાના કારણે

વ્યસ્ત હોવાના કારણે

જ્યારે પણ પુરુષ પોતાના કરિયરના ખરાબ ચરણમાં હોય છે તો તે વધારે ધ્યાન આપે છે અથવા તો ઘણી વાર કામ પર વધારે ધ્યાન આપવું જ પડે છે. એવામાં તે પોતાના પાર્ટનરને આપનાર સમયને જ કિલ કરી દે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તે આપને પ્રેમ નથી કરતા.

આંતરિક કલેશ

આંતરિક કલેશ

ઘણીવાર અજાણતામાં આપ ઘરમાં કલેહ મચાવી દો છો. અથવા ઘરેલુ ક્લેશ રહે છે. એવી સ્થિતિમાં પણ પાર્ટનર આવી સ્થિતિમાં પણ પાર્ટનર યોગ્ય રીતે રિસ્પોન્સ નથી કરતો. પુરુષ કોઇપણ સ્થિતિમાં નકારવા માટે શાંત રહેવાનું વધારે પસંદ કરે છે અને મહિલાઓ બૂમો પાડવામાં. એટલા માટે તેમની ચુપ્પીના આ કારણને સમજો.

કંટાળો

કંટાળો

આ મુદ્દો હંમેશા સ્ત્રીઓને પરેશાન કરે છે અને સૌથી પહેલા દિમાગમાં આ જ વાત આવે છે. જો આપનો પાર્ટનર અથવા બોયફ્રેંડ આપને ઇગ્નોર કરતો હોય તો સમજવું કે આપનાથી છૂટકારો મેળવવા માંગતો હોય. જ્યારે આવું જણાય ત્યારે આપ સીધી રીતે તેમને સામે બેસાડીને પૂછી શકો છો.

ગરીબી

ગરીબી

જો કોઇ પુરુષને એવું લાગતુ હોય કે તે પોતાની પર આશ્રિત કોઇ પણ વ્યક્તિનો ખર્ચ નથી ઉઠાવી શકતો, તો તે ચુપ થઇ જાય છે. એવામાં આપની સાથે પણ થઇ શકે છે, બની શકે છે કે આપનો પાર્ટનર આર્થિક સંકણામણમાંથી પસાર થઇ રહ્યો હોય, આવામાં તેમના પર પ્રહાર ન કરવા જોઇએ પરંતુ તેમનો સાથ આપો.

આપની વચ્ચે કોઇ ત્રીજી વ્યક્તિ

આપની વચ્ચે કોઇ ત્રીજી વ્યક્તિ

બની શકે છે કે આપની અને આપના પાર્ટનરની વચ્ચે કોઇ ત્રીજી વ્યક્તિ હોય, જેને તેઓ આપના કરતા વધારે ચાહવા લાગ્યા હોય તેવી સ્થિતિમાં પણ આપનો પાર્ટનર આપને ઇગ્નોર કરી શકે છે.

આપને પાઠ ભણાવવા

આપને પાઠ ભણાવવા

લગ્ન જીવનમાં કે રિલેશનશિપમાં ક્યારેક એવું બની શકે છે કે કોઇક વખત અજાણતા કે જાણીજોઇને કોઇ પાર્ટનરે પોતાના અન્ય પાર્ટનરની અણદેખાઇ કરી હોય જેથી તેને પાઠ ભણાવવા કે હળવી ટીટ ફોર ટેટ જેવી મસ્તી કરવા માટે પણ ઇગ્નોર કરતા હોય છે. આવી ઇગ્નોરન્સ હંમેશા કપલ વચ્ચે પ્રેમ વધારે છે.

દિવસભરનો થાક

દિવસભરનો થાક

પુરષ આખો દિવસ નોકરી ધંધો કરીને થાકીને ઘરે આવે છે જ્યારે સ્ત્રી આખો દિવસ ઘરનું કામ સંભાળે છે અને ઘરનું મેનેજમેન્ટ પણ તેને જ જોવાનું હોય છે આવામાં બંની શકે છે કે બંને એકબીજાને સમય ના આપી શકે એવામાં બંનેએ એકબીજાની પર સમય નહીં ફાળવતા હોવાનો આરોપ લગાવવો જોઇએ નહીં. બંનેએ એકબીજા સાથે મ્યુચ્યુલ અંડરસ્ટેન્ડિંગથી પોતાનું જીવન આગળ ચલાવવું જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X