હેલ્થ ભી ટેસ્ટ ભી:- જાણો ઘરમાં એક કીચન ગાર્ડન હોવાના ફાયદા

કેટલાક લોકોને ગાર્ડનીંગનો શોખ હોય છે. તેમજ બાગબાનીનો શોખ ધરાવતા લોકો ખુશ મિજાજી પણ હોય છે. ઘરમાં કેટલીક શાકભાજી ઉગાડવાનો શોખ રાખવો જોઈએ.

જો તમારા ઘરમાં પણ થોડી જમીન છે, તો તેને ખાલી ના રહેવા દેશો. તે જમીનનો ઉપયોગ કરો, ઘરમાં ઉગાડેલા શાકભાજી દ્વારા હેલ્થ પણ બનાવો અને સારો ટેસ્ટ પણ મેળવો.

તાજા હર્બ મળી રહે છે

તાજા હર્બ મળી રહે છે

તાજા તુલસીના પત્તા, ફુદીનો, અને મીઠા લીમડાના પત્તા જો તમારા ઘરમાં એક નાનું કીચન ગાર્ડન બનાવશો, તો મળી રહેશે. વધુમાં આ નાની નાની હર્બ્સ માટે તમારે બહાર જઈને પૈસા પણ નહીં ખર્ચ કરવા પડે.

પેસ્ટીસાઈઝ્ડ્સ રહિત શાકભાજી

પેસ્ટીસાઈઝ્ડ્સ રહિત શાકભાજી

આજકાલ બજારમાં દવાઓના છંટકાવ વાળી શાકભાજી મળે છે. જો તમારા ઘરમાં જ એક નાનું કીચન ગાર્ડન હોય અને તેમા કેટલાક શાકભાજી ઉગાડવામાં આવે તો તમે જાણો છો કે તમે શું ખાઈ રહ્યાં છો.

સસ્તા ભી અચ્છા ભી

સસ્તા ભી અચ્છા ભી

કીચન ગાર્ડનમાં ઉગેલા શાકભાજી ખાવાથી તમારૂં બજેટ પણ મેન્ટેન રહે છે. કીચન ગાર્ડનમાં વાવેલા શાક સારા અને સસ્તા હોય છે. તમને મન થાય ત્યારે તોડો, ધુઓ અને બસ મઝાથી ખાવ.....

સ્વાસ્થ્યવર્ધક

સ્વાસ્થ્યવર્ધક

ઘરમાં જ તુલસી, ફુદીનો, ધાણાં અને આદું વાવો. જેને ખાવાથી સ્વાસ્થ્ય પણ સારૂં રહે છે.

તણાવમાં મુક્તિ

તણાવમાં મુક્તિ

ગાર્ડનીંગ એક એવી હોબી પણ છે, જે આપને તણાવમુક્ત રાખે છે. તમારૂં દિમાગ તેમાં જ લાગેલું રહે છે. તમને ફાલતુ વાતો વિચારવાનો સમય પણ નહીં મળે.

કીડા-મકોડાની ઉત્પતિ ઓછી

કીડા-મકોડાની ઉત્પતિ ઓછી

ઘરમાં કીચન ગાર્ડન હોવાથી કીટકો વગેરે ઓછા થાય છે. સાથે જ કેટલાક વિશેષ રોપા કીટકોને ભગાવવામાં મદદરૂપ પણ થાય છે.

સકારાત્મક પરિવર્તન

સકારાત્મક પરિવર્તન

ગાર્ડનીંગ કરવાથી તમારામાં સકારાત્મક્તા આવે છે. તમે તમારી કેર કરવાની પણ શરૂઆત કરી દો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X