સુયોગ્ય પાચન માટે અપનાવો આ આર્યુવેદિક ટિપ્સ...
[સ્વાસ્થ્ય] શું ભોજન કર્યાના તુરંત બાદ આપ થાક, સુસ્તી અથવા પેટ ફુલવા જેવી સમસ્યાથી પીડાવ છો? ઘણા લોકો માટે આ એક સામાન્ય વાત છે, જેના માટે આટલું ભયભીત થવાની જરૂર નથી કારણ કે આયુર્વેદની પાસે દરેક સમસ્યાનો ઉપાય છે.
જો આપે સંપૂર્ણ રીતે સ્વસ્થ રહેવું હોય, તો સૌથી પહેલા આપના પેટને દુરુસ્ત એટલે કે સાફ રાખતા શીખવું પડશે. આજે અમે આપને આયુર્વેદનું પાચન રહસ્ય બતાવવાના છીએ જેનાથી આપ પેટની ગડબડને હંમેશા માટે દૂર કરી શકશો અને એક તંદુરસ્ત જીવન વિતાવી શકશો.
આવો એક નજર કરીએ આયુર્વેદીક ટિપ્સ પર...

આવી રીતે કરો દિવસની શરૂઆત
દિવસની શરૂઆત આદુના એક નાનકડા પીસ અથવા તેની પર એક થોડું મીઠું ભભરાઇને કરો. જેમને શરદી, ખાસી અને કબજીયાત છે તેમના માટે આદુનું સેવન સારુ હોય છે. સાદા મીઠાના સ્થાને કાળા મીઠાનો પ્રયોગ કરો સારુ રહેશે.

ગરમ ભોજન અને ગરમ પાણી પીવો
આપણે હંમેશા ગરમ અને તાજુ ભોજન જ કરવું જોઇએ અને હુંફાળુ પાણી પીવું જોઇએ. ગરમ ખાવાનું ખાવાથી પાચન તંત્ર સારી રીતે કામ કરે છે. પાચન પ્રણાલી ગરમ ખાદ્ય અને પેય પદાર્થોથી પ્રજ્વલિત થાય છે.

શાંતિથી બેસીને કરવું જોઇએ ભોજન
દોડભાગ કરીને અથવા ટીવી જોતા-જોતા ક્યારેય પણ ખાવાનું ખાવું જોઇએ નહીં. તેનાથી આપ જે ખાવ છો તે આપના શરીરને સંપૂર્ણ રીતે નથી લાગતું અને આપ એક અશાંત મનથી ભોજનને ખાવ છો. તે આપના શરીરને સંપૂર્ણ રીતે નથી લાગતું અને આપ એક અશાંત મનથી ભોજનને આરોગો છો.

ભોજન કર્યા બાદ ઘુંટણ પર બેસવું
ખાવાનું ખાધા બાદ સીધી દોડવા અથવા ચાલવાના સ્થાને વજ્રાસનની સ્થિતિમાં આંખો બંધ કરીને બેસવું જોઇએ. આંખો બંધ કરીને કલ્પના કરો કે આપનું ભોજન સુંદર રીતે પચી જાય. જેનાથી આપના શરીરને શક્તિ અને ઉર્જા પ્રાપ્ત થઇ રહી છે.

આયુર્વેદિક મસાલાથી ખાવાનું બનાવો
જીરા, મેથી, અજવાઇન અને એખ ચુટકી હીંગ એવા અદભુત મસાલા છે જેના કારણે ખાવાનું પકવવાથી પેટનું પાચન તંત્ર ક્યારેય ખરાબ નહીં થાય. તે પાચનને દુરસ્ત રાખે છે તથા ગેસ અને પેટના સોઝાની પીડાને ઓછી કરે છે.

પહેલાનું ભોજન પચે પછી જ જમવું
કામમાં વ્યસ્ત રહેવાના કારણે ક્યારે શું ખાઇ લો છો તેની ખબર નથી પડતી. જેનાથી આપનું પેટ ખોરાકને વારંવાર પચાવવામાં અસમર્થ રહે છે, જેના કારણે પેટની સમસ્યા હંમેશા રહે છે.

તણાવ અને ગુસ્સો ઓછો કરો
સતત પાચન સમસ્યાઓનું કારણ તણાવ હોઇ શકે છે. તણાવ આપના પાચન તંત્ર પર ખરાબ અસર કરે છે. એટલા માટે આલોમ વિલોમ અને મેડિટેશન જેવા વ્યાયામનો અભ્યાસ કરવો જોઇએ, જેનાથી તણાવ કંટ્રોલમાં રહે છે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
