For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેવી રીતે જાણશો કે આપનો પાર્ટનર આપની Care કરે છે કે નહીં

|
Google Oneindia Gujarati News

{લાઇફસ્ટાઇલ} આવું માત્ર બોલીવુડની રોમેન્ટિંક ફિલ્મોમાં જ નહીં પરંતુ વાસ્તવિકતામાં પણ હોય છે કે આપને કેરિંગ પતિ મળે. પુરુષ, પ્રેમ પણ કરી શકે છે અને દેખભાળ પણ કરી શકે છે. પોતાની પાર્ટનરને લઇને પુરુષો ખૂબ જ સચેત રહે છે, તેઓ હંમેશા તેમની સંભાળ રાખવામાં તત્પર રહે છે, બસ તેમની દેખભાળ રાખવાની રીત જરા અલગ હોય છે.

જો આપના લગ્ન ના થયા હોય અને ટૂંક સમયમાં આપ આ બંધનમાં બંધાવા જઇ રહી હોવ તો એક નજર ચોક્કસ કરી લો કે કેરિંગ પતિ કેવા હોય છે, અને તેમની સારસંભાળ લેવાની રીત કેવી હોય છે.

કેરિંગ પતિ કેવા પ્રકારના હોય છે આવો જાણીએ...

હંમેશા મદદ કરવાની કોશિશ

હંમેશા મદદ કરવાની કોશિશ

કેરિંગ પતિ આપની નાના-નાના કામોમાં મદદ કરવાનો પ્રયાસ કરશે, જેથી આપને વધારે કામ ના કરવું પડે. તે હંમેશા ધ્યાન રાખે છે કે આપ એક લેવલથી વધારે કામ ના કરો.

જ્યારે આપ બીમાર પડો છો

જ્યારે આપ બીમાર પડો છો

જ્યારે આપ બીમાર પડો છો ત્યારે કેરિંગ પતિ આપની ખૂબ જ સેવા કરે છે અને પૂરતું ધ્યાન રાખશે. તે પોતાના દૈનિક કાર્યો માટે પણ આપને પરેશાન નહીં કરે, તે જાતે જ ચા નાસ્તો બનાવી લેશે અને આપને પણ આપશે. દરેક કામ કરી લેવાનો તે પ્રયાસ કરશે.

આપને સ્પેસ આપશે

આપને સ્પેસ આપશે

કેરિંગ પતિ સારી રીતે સમજે છે કે આપને પણ સ્પેસની જરૂરત હોય છે, આપને પણ પોતાના મિત્રો, સખીઓની સાથે સારુ લાગે છે અને આપ તેમની સાથે કેટલોક સમય વિતાવવા ઇચ્છો છો, તે તમામ વાતોનું ધ્યાન રાખે છે.

આપને ખુશ રાખે છે

આપને ખુશ રાખે છે

એક સંબંધમાં બંધાયા બાદ આપની વચ્ચે પ્રેમ ખૂબ જ વધારે વધી જાય છે. કેરિંગ પતિ આપને માત્ર શારિરીક રીતે જ નહીં પરંતુ માનસિક રિતે પણ ખુશ કરવાની સંપૂર્ણ કોશીશ કરે છે. તે હંમેશા આપના ચહેરા પર ખુશી જોવા માંગે છે.

પેમ્પર કરવું

પેમ્પર કરવું

કેરિંગ પતિ આપને હંમેશા બાળકની જેમ રાખે છે. તે ઇચ્છે છે કે આપ ખુશ રહો, હંમેશા પોતાની પાસે રહો, હૃદયની પાસે રહો અને ખૂબ જ સ્નેહ કરો.

English summary
There are signs of a caring husband. A loving and caring husband takes good care of his wife and helps her in everything while giving her enough space.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X