For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાર્ટનરના નસકોરાથી ઉંઘ થઈ ગઈ છે હરામ, આ રીતે મળશે છુટકારો

માણસ ખાધા પીધા-વગર 20થી 25 દિવસ સધી જીવિત રહી શકે છે, પરંતું ઉંધ વગર માત્ર 10 જ દિવસ જીવિત રહી શકે છે. ઘણીવાર લોકોને શાંત વાતાવરણમાં ઉંઘવાની આદત હોય છે, નાનો અવાજ પણ તેમની ઉંઘમાં ખલેલ પહોંચાડી શકે છે.

|
Google Oneindia Gujarati News

માણસ ખાધા પીધા-વગર 20થી 25 દિવસ સધી જીવિત રહી શકે છે, પરંતું ઉંધ વગર માત્ર 10 જ દિવસ જીવિત રહી શકે છે. ઘણીવાર લોકોને શાંત વાતાવરણમાં ઉંઘવાની આદત હોય છે, નાનો અવાજ પણ તેમની ઉંઘમાં ખલેલ પહોંચાડી શકે છે. આવા સમયે જો તમારા પાર્ટનરના નસકોરાનો અવાજ આવે છે, તો તમારા માટે ઉંઘવું અશક્ય બની શકે છે. આજે અમે તમને જણાવીશું કે તમે નસકોરાની સમસ્યામાંથી કેવી રીતે છુટકારો મેળવી શકો છો.

કેમ ગાજે છે નસકોરા?

કેમ ગાજે છે નસકોરા?

જ્યારે આપણે ગાઢ નિંદ્રામાં હોઈએ છીએ, ત્યારે શ્વાસ લેતી વખતે અને બહાર કાઢવાના સમયે આપણી ગરદનના સોફ્ટ ટિશ્યુ વાઇબ્રેટ થવાલાગે છે, જેનાથી નસકોરાનો અવાજ આવે છે.

આ સોફ્ટ ટિશ્યુ આપણા નાકના કાકડામાં અને મોઢાના ઉપરના ભાગમાં જોવા મળે છે.

ઊંઘદરમિયાન શ્વાસ લેતી વખતે અને બહાર કાઢતી વખતે વધુ જોર લગાવવું પડે છે, જેના કારણે આ પેશીઓમાં વિચિત્ર કંપન થાય છે, જેનાકારણે વ્યક્તિને નસકોરામાંથી અવાજો આવવા લાગે છે.

નસકોરા બંધ કરવાની રીતો

નસકોરા બંધ કરવાની રીતો

1. નાક સાફ રાખો

ઘણીવાર નાકમાં ગંદકી જમા થવાને કારણે રાત્રે નસકોરા આવવા લાગે છે, સામાન્ય રીતે શરદી-ખાંસી અને કફ વખતે આવું થાય છે. તેથી બને તેટલું નાક સાફ કરવાનો પ્રયાસ કરો.

2. વજન ઘટાડો

2. વજન ઘટાડો

તમે અવારનવાર જોયું હશે કે, સ્થૂળ વ્યક્તિઓ પાતળા લોકોની સરખામણીમાં નસકોરાં બોલવાનું જોખમ વધુ હોય છે, તેથી આવી સ્થિતિથીબચવા માટે, તમારું વજન ઘટાડવા પર ભાર આપવું જરૂરી છે. આ માટે પૌષ્ટિક આહાર લો અને શારીરિક વ્યાયામ વધારો.

3. સુવાની રીત બદલો

3. સુવાની રીત બદલો

સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે, જે લોકો પીઠના આધારે સૂઈને સૂવે છે, તેમને નસકોરાં આવવાની સમસ્યા વધુ હોય છે. તેથી તેનાથી બચવા માટે, સૂવાની સ્થિતિ બદલો અને પડખુ ફરીને સૂવાની આદત બનાવો.

English summary
this way you will get rid of snoring
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X