• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમારા મૃત્યું બાદ થશે આ પાંચ વિચિત્ર વસ્તુ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

તમારા મૃત્યું બાદ થશે આ અદભૂત વસ્તુઓ એ તો સારું કહેવાય કે મૃત શરીરના પ્રાકૃતિક અપઘટનનું સ્થાન આજે અંતિમ સંસ્કારના આધુનિક રૂપે લઇ લીધું છે. જો કે અંતિમ સંસ્કારની આધુનિક રીત એટલી બરોબર લાગતી નથી, તેમછતાં આપણને માટીમાં દફનાવવાની પ્રથા ઘણી ઓછી છે. આમ તો આ પ્રથા ખૂબ જૂની છે. 2003માં પુરાતત્વવિદોએ એ વાતના પુરાવા મળ્યા કે આજથી 350,000 વર્ષ પહેલાં આદિ માનવોની લાશને ઉત્તરી સ્પેનમાં દફનાવવામાં આવી હતી.

તો શું થાય છે લાશના વિઘટનમ દરમિયાન? આવો જાણો તે પાંચ અદભૂત વાતો જે મૃત્યું બાદ શરીરની સાથે થાય છે.

તમારી કોશિકાઓ ખુલી જશે

તમારી કોશિકાઓ ખુલી જશે

મનુષ્યના શરીરનું વિઘટન મૃત્યા બાદ શરૂ થઇ જાય છે. જ્યારે દિલ ધડકવાનું બંદ કરી દે છે તો શરીર ઠંડુ પડી જાય છે અને શરીરનું તાપમાન 1.5 ડિગ્રી ફેરનહિટ થઇ જાય છે. ત્યારબાદ શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ જમા થતાં લોહી એસિડિક થઇ જાય છે. તેનાથી કોશિકાઓ ખુલવા લાગે છે અને ઉત્તકના બધા અંજાઇમ બહાર નિકળી આવે છે. આ ઇંજાઇમ ઉત્તકને પચાવવા લાગે છે.

તમારો રંગ સફેદ અને જાંબલી થઇ જશે

તમારો રંગ સફેદ અને જાંબલી થઇ જશે

મૃત્યું બાદ ગુરૂત્વાકર્ષણ પણ શરીર પર અસર બતાવે છે. આપણું શરીર તો મૃત થઇ જાય છે, પરંતુ ભારે રેડ બ્લડ સેલ્સ શરીરના તે ભાગમાં પહોંચી જાય છે, જે જમીનની સૌથી નજીક હોય છે. આમ એટલા માટે થાય છે કારણ કે બ્લડ સર્કુલેશન અટકી જાય છે. સાથે જ શરીરના નિચલા ભાગ પર જાંબલી ડાઘા પડી જાય છે, જેને લિવોર મોર્ટિસ કહે છે. જો કે લિવોર મોર્ટિસનું રિસર્ચ કરી આ વાતનું સાચુ કારણ જાણ શકાય કે તમે ક્યારે મર્યા હતા.

કેલ્શિયમના કારણે મસલ્સ સંકોચાઇ જાય છે

કેલ્શિયમના કારણે મસલ્સ સંકોચાઇ જાય છે

આપણે બધાએ રિગોર મોર્ટિસ વિશે સાંભળ્યું હશે, જેમાં શરીર પર કડક થઇ જાય છે. રિગોર મોર્ટિસ સામાન્ય રીતે મૃત્યુંના ત્રણ-ચાર કલાક બાદ શરૂ થાય અને 12 કલાક બાદ આ પોતાના ચરમ પર હોય છે. 48 કલાક બાદ તો લાશ નષ્ટ થઇ જાય છે. અંતે આમ કેમ થાય છે? આપણા મસલ સેલ્સના મેંબરેનમાં પંપ હોય છે, જેનાથી કેલ્શિયમને કંટ્રોલ કરે છે. મૃત્યું બાદ જ્યારે પંપ બંધ થઇ જાય છે તો કેલ્શિયમ કોશિકાઓમાં ફેલાઇ જાય છે, જેથી મસલ સંકોચાવા લાગે છે અને કડક થઇ જાય છે.

શરીરના અંગ પોતાને પચાવવા લાગે છે

શરીરના અંગ પોતાને પચાવવા લાગે છે

રિગોર મોર્ટિસ બાદ શરીરમાં સડો થવા લાગે છે. આ પ્રક્રિયામાં લેપ વડે મોડું કરાવી શકાય છે, પરંતુ સાથે જ શરીર ક્ષત-વિક્ષિત થઇ જશે. પાચન ગ્રંથીમાં હાજર ઇંજાઇમ શરીરના અંગોને જ પચાવવાનું શરી કરી દિધુ છે. ઇંજાઇમના આ કામમાં જીવાણું પણ મદદ કરે છે અને પેટનો ઉપરનો ભાગ લીલો થઇ જાય છે.

તમે વૈક્સમાં પરિવર્તિત થઇ શકો છો

તમે વૈક્સમાં પરિવર્તિત થઇ શકો છો

સડ્યા બાદ શરીરનો ક્ષય ઝડપથી થાય છે અને જલદી જ શરીર સ્કેલિટન બની જાય છે. જો કે કેટલાક મૃત શરીરની સાથે રસપ્રદ ઘટના થાય છે. શરીર જો ઠંડી માટી અને ઠંડા પાણીની ચપેટમાં આવી જાય છે તો આ એડપોસીરમાં બદલાવવા લાગે છે. આ એક પ્રકારનું વૈક્સ છે જે બેક્ટેરિયા દ્વારા ટિશૂના બ્રેક ડાઇન પર બને છે. એડીપોસીર શરીરના આંતરિક અંગ માટે પ્રાકૃતિક રક્ષકનું કામ કરે છે.

અંતે આપણે બધા આ ધરતી પર પરત ફરીએ છીએ. તમે જરૂર વિચારતા હશો કેવી રીતે? પરંતુ ભલે મૃત્યું બાદ તમારું અપઘટન થાય અથવા તમને સળગાવી દેવામાં આવે, આપણે બધા ધૂળ અને રાખમાં ભળી જઇશું અને કેટલાક દુર્લભ કેસમાં વૈક્સ બની જઇશું.

English summary
While our modern disposal rituals might not sound appealing, the process of nature composting us back into the Earth is even less so. Even earliest man knew how to put some distance between himself and his decomposing dead. In 2003, archeologists found evidence of ancient humans who had buried their dead in northern Spain about 350,000 years ago.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X