મુળા સાથે આ વસ્તુઓ ખાવાનું ટાળો, નહિતર મુસિબતમાં ફસાશો
શિયાળામાં ગરમ ગરમ મૂળાનાં પરાઠા ખાવાનું સારું લાગે છે. મૂળાનું સલાડ અને શાક બનાવીને પણ ખાવામાં આવે છે. પરંતુ તમે કદાચ નહીં જાણતા હોવ કે કોઈપણ શાકભાજી સાથે મૂળાનું કોમ્બિનેશન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. જી હા, કેટલીક વસ્તુઓ સાથે મૂળા ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે.

કારેલાં
જો તમે કોઈ પણ રીતે મૂળા અને કરેલાંનું સેવન સાથે કરી રહ્યા છો, તો સાવચેત રહો. આ તમારા સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે. ખરેખર, આ બંનેમાં રહેલા પ્રાકૃતિક તત્વો એકબીજા વચ્ચે પ્રક્રિયા કરીને તમારું આરોગ્ય બગાડી શકે છે. આનાથી તમને ન માત્ર શ્વાસ સંબંધિત તકલીફ થઇ શકે છે, પરંતુ તે હૃદય માટે પણ ઘાતક છે.

નારંગી
મૂળાની સાથે નારંગીનું સેવન કરવાથી પણ આરોગ્યને ભારે નુકસાન થાય છે. એવું પણ કહી શકાય કે આ બંનેનું સંયોજન તમારા માટે ઝેર જેવું કામ કરે છે. આનાથી તમને માત્ર પેટની સમસ્યાઓના દર્દી જ નહીં, પણ આરોગ્યની બીજી પણ બીમારીઓ આપી શકો છે.

કાકડી
લોકો કાકડી અને મૂળાને બેસ્ટ કોમ્બિનેશન માને છે. પરંતુ શું તમે જાણો છો કે કાકડી અને મૂળાને એક સાથે ન ખાવા જોઈએ કારણ કે કાકડીમાં એસ્કોર્બીનાઝ હોય છે, જે વિટામિન સી શોષી લેવાનું કામ કરે છે. આ કારણોસર કાકડી અને મૂળાને એક સાથે ન ખાવા જોઈએ.

દૂધ
દૂધને ક્યારેય નમકીન અને ખાટી વસ્તુઓ સાથે ન લેવું જોઈએ. આ સિવાય જો અમુક ખાદ્યપદાર્થોમાં મૂળાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તરત જ દૂધ પીવું જોઇએ નહીં કારણ કે આના કારણે દૂધ ઝેરી થઇ શકે છે અને સાથે ત્વચાના રોગ થવાની સંભાવના રહે છે. મૂળાથી બનેલી વસ્તુઓ ખાધા પછી ઓછામાં ઓછા બે કલાક પછી દૂધ પીવો.

સાવધાની
જો તમે સવારે આમાંથી કોઈ એક વસ્તુનું સેવન કરો તો બીજી વસ્તુ સાંજે ખાઓ. બંનેને સાથે ન લો અને બંને વચ્ચે લાબું અંતર રાખો.