Yellow Teeth Problem : સફેદ અને ચમકતા દાંત માટે અપનાવો આ ટિપ્સ, પીળા ડાધા થઇ જશે દૂર
વધુ ચા કોફી પીવાની આદત અને ઓરલ હાઈજીનનું ધ્યાન ન રાખવાને કારણે દાંત પીળા થવાની સમસ્યા તમને પરેશાન કરી શકે છે. તેનાથી દાંતને નુકસાન થઈ શકે છે. જો તમને પણ દાંતની આ સમસ્યા છે, તો અપનાવો કેટલીક સરળ ટિપ્સ.
Yellow Teeth Problem : વધુ ચા કોફી પીવાની આદત અને ઓરલ હાઈજીનનું ધ્યાન ન રાખવાને કારણે દાંત પીળા થવાની સમસ્યા તમને પરેશાન કરી શકે છે. તેનાથી દાંતને નુકસાન થઈ શકે છે. જો તમને પણ દાંતની આ સમસ્યા છે, તો અપનાવો કેટલીક સરળ ટિપ્સ. જેનાથી તમને ફાયદો થશે.

હુંફાળા પાણીનો ઉપયોગ કરો
જો તમે ચા કે કોફી પીધા બાદ બરાબર બ્રશ કરો અને ગરમ પાણીથી કોગળા કરશો, તો દાંત પીળા થવાની સમસ્યા તમને પરેશાન કરશે નહીં. ખોરાક ખાધા બાદઅથવા ચા અને કોફી પીધા પછી, હુંફાળા પાણીથી કોગળા કરો. તેનાથી ફાયદો થશે.

નારંગી દાંતના પીળાશને દૂર કરશે
નારંગી ખાવાથી દાંતના પીળા પડવાની સમસ્યા પણ દૂર થશે. નારંગીમાં વિટામિન સી હોય છે. જે દાંતને સફેદ કરવામાં મદદ કરે છે. તે દાંતમાંથી બેક્ટેરિયાને દૂર કરેછે, જે પ્લેકનું કારણ બને છે. નારંગીની છાલને દાંત પર ઘસવાથી પણ ફાયદો થશે. દરરોજ રાત્રે નારંગીની છાલને દાંત પર ઘસો. તે પછી તેમાં બ્રશ કરો.

સફરજન ખાઓ
સફરજન ડાઘ અને દાંતના પીળાશને દૂર કરશે. તેનાથી તમારા દાંત સફેદ અને ચમકદાર બનશે. સફરજનમાં મેલિક એસિડ હોય છે, જે એક કુદરતી સફેદીનું સાધન છે.
રોજ એક સફરજન ખાઓ. આ દાંતને એક્સફોલિએટ કરવામાં મદદરૂપ થશે અને ડાઘની સાથે બેક્ટેરિયા પણ ખતમ કરશે.












Click it and Unblock the Notifications
