
આવા લોકો સાથે ન કરો વિવાદ, નહીંતર જીવનભર પસ્તાતા રહેશો!
નવી દિલ્હી : ચાણક્ય નીતિમાં એવી વાતો કહેવામાં આવી છે, જે વ્યક્તિને ન માત્ર સુખી જીવન આપે છે, પરંતુ તેને ઘણી પરેશાનીઓથી પણ બચાવે છે. ચાણક્યએ જણાવ્યું છે કે, લોકોએ કઈ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. આમાંની કેટલીક બાબતો એટલી મહત્વની હોય છે કે, તેનું પાલન ન કરવામાં આવે તો વ્યક્તિનું જીવન બરબાદ થઈ જાય છે. તે માત્ર તેને જ નહીં પરંતુ તેની સાથે જોડાયેલા લોકોને પણ અસર કરે છે.
આચાર્ય ચાણક્યની નીતિઓ જીવનની દરેક બાબતમાં ઓછાવત્તા અંશે ઉપયોગી છે. પછી ભલે તે જીવનમાં સફળતા મેળવવાની હોય, ધનવાન બનવાની હોય, મુસીબતોમાંથી બહાર આવવાની હોય કે પછી પરેશાનીઓમાંથી બચાવવાની હોય.
આચાર્ય ચાણક્ય દ્વારા જણાવવામાં આવેલી નીતિઓ આજે પણ એટલી જ સુસંગત છે. ચાણક્ય નીતિમાં કહેવામાં આવ્યું છે કે, જો તમે જીવનમાં પરેશાનીઓ અને અફસોસથી બચવા માંગતા હોવ તો તમારે ક્યારેય કેટલાક લોકો સાથે વિવાદ ન કરવો જોઈએ. આ લોકો સાથે દલીલ કરવી ખૂબ મુશ્કેલ છે.
આ લોકો સાથે ક્યારેય ન કરો વિવાદ
ચાણક્ય નીતિ કહે છે કે, જો તમે આવા લોકો સાથે વિવાદ કરો છો, તો તમારે જીવનમાં મોટું નુકસાન સહન કરવું પડશે.
મૂર્ખ વ્યક્તિ - આચાર્ય ચાણક્ય કહે છે કે, મૂર્ખ વ્યક્તિ સાથે ક્યારેય દલીલ ન કરવી જોઈએ. આનાથી તમે ન માત્ર તમારો સમય બગાડો છો, પરંતુ તે તમારા શબ્દોનો ખોટો અર્થ લઈને તમારી છબી પણ બગાડી શકે છે. મૂર્ખ વ્યક્તિથી અંતર રાખવું વધુ સારું છે.
મિત્ર - એક સારો અને સાચો મિત્ર દરેક સુખ-દુઃખનો સાથી હોય છે. જો તમે તેની સાથે વિવાદ કરશો, તો તમે તમારા જીવનમાં એક ખૂબ જ પ્રેમાળ અને વિશ્વાસપાત્ર સંબંધ ગુમાવશો. આ સિવાય જો કોઈ મિત્રનું મન બદલાઈ જાય છે, તો તે તમારા ઘણા રહસ્યો ઉજાગર કરીને તમારું મોટું નુકસાન કરી શકે છે.
સંબંધીઓ - તમારા માતા-પિતા, ભાઈ-બહેન, પત્ની કે બાળકો સાથે ક્યારેય એવો વિવાદ ન કરો કે સંબંધ તૂટવાની આરે પહોંચી જાય અથવા મનમાં ગાંઠ પડી જાય. આવી ભૂલ તમને જીવનભર દુઃખ આપી શકે છે.
ગુરુ - જીવનમાં ગુરુની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. તે સુખી અને સફળ જીવન જીવવા માટે માર્ગદર્શન આપે છે. પડકારોનો સામનો કેવી રીતે કરવો તે સમજાવે છે. ગુરુ તમને જ્ઞાન આપે છે. તેથી ગુરુ સાથે ક્યારેય વિવાદ ન કરો, નહીં તો તમે ગુરુની કૃપાથી વંચિત રહી જશો.