81 લાખ આધાર કાર્ડ થયા ડિએક્ટિવ, જાણો તમારું કાર્ડ એક્ટિવ છે?

Written By:
Subscribe to Oneindia News

યુઆઇડીએઆઇના લગભગ 81 લાખ આધાર નંબર ડિએક્ટિવ કરવામાં આવ્યા છે. જો કે રાજ્ય અને વર્ષ મુજબ યુઆઇડીએઆઇએ ડેટા જમા નથી કર્યો પણ આ વાતની સ્પષ્ટતા ઇલેક્ટ્રોનિક્સ અને આઇટીના રાજ્ય મંત્રી પી.પી. ચૌધરીએ શુક્રવારે આપી હતી. ત્યારે કેવી રીતે જાણવું કે તમારી પાસે જે આધાર કાર્ડ છે તે એક્ટિવ છે કે ડિએક્ટિવ. ઉલ્લેખનીય છે કે સરકારે હવે આધાર કાર્ડને એક મહત્વના દસ્તાવેજ તરીકે સ્વીકારી તેને મોટા ભાગની તમામ વસ્તુઓ જોડે જોડી રહી છે. ફોનથી લઇને બેંક સુધી આધાર કાર્ડ જ્યાં ફરજિયાત બન્યું છે ત્યારે કેવી રીતે જાણવું તમારું એકાઉન્ટ એક્ટિવ છે કે ડિએક્ટિવ શીખો અહીં...

કેમ ડિએક્ટિવ થાય છે?

કેમ ડિએક્ટિવ થાય છે?

તમારા આધાર કાર્ડના ડિએક્ટિવ થવા પાછળ મુખ્યત્વે ત્રણ કારણ હોવાની સંભાવના વધારે છે. જે નીચે મુજબ છે

  1. સેક્શન 27 અને 28ના પ્રોવિઝન્સ મુજબ કોઇ વ્યક્તિના આધારને ત્યારે રદ્દ કરી દેવામાં આવે છે જ્યારે એક જ વ્યક્તિના એકથી વધુ આધાર કાર્ડ બની ગયા હોય.
  2. જો બાયોમેટ્રિક ડેટા કે પછી તેને લગતા કોઇ ડોક્યુમેન્ટ સાથે ગરબડી થઇ હોય તો પણ આધાર કાર્ડને રદ્દ કરવામાં આવે છે.

કેમ ડિએક્ટિવ થાય છે?

કેમ ડિએક્ટિવ થાય છે?

વધુમાં જો 5 વર્ષથી ઓછી આયુના બાળકોનું જો આધાર કાર્ડ બને છે તો 15 વર્ષ પછી તેને ફરીથી પોતાની બાયોમેટ્રિક ઓળખ આપવી પડે છે. જે માટે તેને 2 વર્ષની સમય સીમા પણ આપવામાં આવે છે. આથી વધુ સમય જતા બાયોમેટ્રિક ઓળખ અપટેડ ના કરતા તેનું આધાર કાર્ડ પણ રદ્દ થઇ શકે છે.

કેવી રીતે ચેક કરવું?

કેવી રીતે ચેક કરવું?

સરકારે આ જાણકારી સ્પષ્ટરૂપે નથી આપી શકતી કે કોનું આધાર કાર્ડ ડિએક્ટિવેટ થઇ ચૂક્યું છે અને કોનું એક્ટિવ છે. જો તમે તમારું આધાર કાર્ડ એક્ટિવ છે કે નહીં તે જાણવું હોય તો તમે ઓનલાઇન તેને સરળતાથી તપાસી શકો છો. ઓનલાઇન તેની ચકાશવાની પ્રક્રિયા આ મુજબ છે.

  1. સૌથી પહેલા યુઆઇડીએઆઇની અધિકૃત વેબસાઇટ પર જાવ (https://uidai.gov.in/)
  2. અહીં તમને Verify Aadhaar Number તેવું પેજ પર લખેલું મળશે. તેની પર ક્લિક કરો.
  3. આ પછી જે પેજ ખુલશે તેની પર તમારે પોતાનો આધાર નંબર અને તેની જાણકારી ભરવી પડશે અને સિક્યોરીટી કોડ નાખી Verify પર ક્લિક કરવું પડશે.

પછી શું કરવું?

પછી શું કરવું?

  • પછી Verify પર ક્લિક કરતા જ તમારી સામે એક સ્ક્રીન પર ડાબી બાજુ રાઇટનું નિશાન દેખાશે અને પરિણામ આવશે. જેમાં લખ્યું હશે કે આધાર નંબર XXX Exists! તેની ઠીક નીચે તમારી ઉંમર, સરનામું અને મોબાઇલ નંબર પણ લખ્યો હશે.
  • જો તમને રાઇટનું નિશાન અને નીતે પોતાની જાણકારી નથી દેખાતી તો તેને એ મતલબ થાય છે કે તમારું આધાર કાર્ડ ડિએક્ટિવ થઇ ગયું છે.

ડિએક્ટિવ થાય તો શું કરવું?

ડિએક્ટિવ થાય તો શું કરવું?

જો તમારું આધાર કાર્ડ ડિએક્ટિવ થઇ જાય તો પછી પાછું તેને એક્ટિવ કરવા માટે તમારે આધાર એનરોલમેન્ટ સેન્ટર પર જવું પડશે. જ્યાં તમને તમારી બાયોમેટ્રિક ડિટેલ અને જરૂરી દસ્તાવેજ જમા કરાવી 25 રૂપિયાનો ચાર્જ આપવો પડશે. અને તમારી નવી બાયોમેટ્રિક ડિટેલ સાથે તમારા આધાર કાર્ડની બાયોમેટ્રિક ડિટેલને ચેક કરવામાં આવશે. જો બન્ને જાણકારી સમાન હશે તો તમારું આધાર કાર્ડ એક્ટિવ કરી આપવામાં આવશે.

English summary
how to check whether your aadhaar is active or deactivated in gujarati

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.