રિલાયન્સ જિયો પેમેન્ટ બેંક શરૂ, જાણો તેની ખાસિયત

Posted By:
Subscribe to Oneindia News

રિલાયન્સ જિયો પોતાના ગ્રાહકો માટે એક સારા સમાચાર લઈને આવી રહ્યું છે. રિલાયન્સ જિયો ઘ્વારા પેમેન્ટ બેંક શરૂ કરવામાં આવી રહ્યું છે. આ જાણકારી ભારતીય રિઝર્વ બેંક ઘ્વારા આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી એવા 11 લોકોમાં શામિલ છે જેમને વર્ષ 2015 દરમિયાન પેમેન્ટ બેંક શરૂ કરવાની મંજૂરી મળી હતી. આરબીઆઇ અનુસાર જિયો પેમેન્ટ બેંક 3 એપ્રિલ 2018 દરમિયાન પેમેન્ટ બેંક રૂપે શરૂ થઇ ચૂક્યું છે.

એરટેલે કરી હતી શરૂઆત

એરટેલે કરી હતી શરૂઆત

આપને જણાવી દઈએ કે ટેલિકોમ કંપનીમાં ભરતી એરટેલ ઘ્વારા નવેમ્બર 2016 દરમિયાન સૌથી પહેલા પેમેન્ટ બેંક શરૂ કરવામાં આવી હતી. ત્યારપછી પેટીએમ ઘ્વારા વર્ષ 2017 દરમિયાન પેટીએમ બેંક શરૂ કરવામાં આવી. તેની સાથે બીજી કંપનીઓ ઘ્વારા પણ પેમેન્ટ બેંક લોન્ચ કરવામાં આવી. જિયો પેમેન્ટ બેંક આવવાથી એરટેલ અને પેટીએમ બેંકને જોરદાર ટક્કર મળશે.

જિયો પેમેન્ટ બેંક ઘ્વારા મળશે આ ફાયદા

જિયો પેમેન્ટ બેંક ઘ્વારા મળશે આ ફાયદા

જિયો પેમેન્ટ બેંકમાં કોઈ પણ સેવિંગ એકાઉન્ટ ખોલી શકે છે. આ એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા સુધી જમા કરવાની સુવિધા છે. પેમેન્ટ બેંક ડેબિટ કાર્ડ પણ આપી શકે છે. તેની સાથે પેમેન્ટ બેંક પાસે કસ્ટમરને મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ આપવા માટે પણ ઓપશન હોય છે.

કારોબારીઓને પેમેન્ટ બેંક થી મળશે લાભ

કારોબારીઓને પેમેન્ટ બેંક થી મળશે લાભ

રિલાયન્સ જિયો પેમેન્ટ બેંક ઘ્વારા ઘણા ફાયદા મળી શકે છે. સૌથી પહેલો ફાયદો નાના કારોબારીઓને થશે. જેમાં 5-6 કર્મચારી વાળા બિઝનેસ માટે પેમેન્ટ બેંકમાં સેલેરી એકાઉન્ટ પણ ખોલી શકાય છે. પેમેન્ટ બેંક ઘ્વારા મોબાઈલ બેન્કિંગ ખુબ જ સરળ બની જશે.

આ રીતે ખોલો એકાઉન્ટ

આ રીતે ખોલો એકાઉન્ટ

જો તમે રિલાયન્સ જિયો પેમેન્ટ બેંકમાં ખાતું ખોલવા માંગો છો તો તેની પ્રક્રિયા ખુબ જ સરળ છે. સૌથી પહેલા તમારે જિયો પેમેન્ટ બેંક એપ ઇન્સ્ટોલ કરવી પડશે અને તેને પોતાના જિયો નંબર સાથે સાઈન અપ કરવું પડશે. ત્યારપછી પેમેન્ટ બેંક પોતાના આધાર નંબર સાથે લિંક કરો. જો તમને ડેબિટ અને ક્રેડિટ કાર્ડ જરૂર હોય તો તેના માટે તમારે એડ્રેસ અપડેટ કરવું પડશે.

English summary
How to open Reliance Jio Payments Bank Account? Here you will read about Reliance Jio Payments Bank and you will also know the process to open bank account on Jio bank.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.