How To: વોટ્સઅપ પર તમને કોઇએ બ્લોક કર્યા છે? તો કરો આ ટ્રીક

શીખો આ સરળ ટ્રીક, જ્યારે તમને કોઇએ વોટ્સઅપ પર બ્લોક કર્યા હોય અને તમારે તેની જોડે વાત કરવી હોય તો શું કરવું.

વ્હોટઅપ ખૂબ જ લોકપ્રિય ચેટિંગ એપ છે. તેના લાખો કરોડો યુઝર્સ છે. એટલું જ નહીં કેટલાક લોકોની તો સવાર પણ આના વગર નથી પડતી. પણ આ ચેટિંગ એપને વધુ સારું અને સલામત બનાવવા માટે તેમાં કેટલાક ફિચર પણ લગાવવામાં આવ્યા છે. જેમ કે બ્લોક ફિચર. જો તમે કોઇ અપ્રિય કે અજાણી વ્યક્તિને તમને ચેટ કરીને હેરાન કરતું હોય તો તમે તેને બ્લોક કરી શકો છો. બ્લોક કર્યા પછી તે વ્યક્તિ તમારું વોટ્સએપ નહીં દેખી શકે અને તમને મેસેજ પણ નહીં કરી શકે. પણ ધણીવાર આપણે આપણા પ્રિય વ્યક્તિથી નારાજ થઇને ગુસ્સામાં તેને બ્લોક કરી દઇએ છીએ. તેવામાં એક પક્ષ તરફથી વાત કરવી જરૂરી બની જાય છે પણ તે સંભવ નથી થતું કારણ કે તમને તમારા પ્રિય વ્યક્તિ બ્લોક કરી લીધા છે. ત્યારે આવી પરિસ્થિતિમાં શું કરશો. જાણો એક ઉપાય અહીં.

કોમન ફ્રેન્ડની મદદ

કોમન ફ્રેન્ડની મદદ

સૌથી પહેલા આ ઉપાય માટે તમારે કોઇ કોમન ફ્રેન્ડની મદદ લેવી પડશે જેના તમારી સાથે સારા ટર્મ હોય. કોમન ફ્રેન્ડ હશે તો સરળતાથી તમે આ ઉપાય કરી શકશો.

શું કરવાનું છે?

શું કરવાનું છે?

સૌથી પહેલા તમારા કોમન ફેન્ડને કહો કે તે એક ગ્રુપ બનાવે અને તે આ ગ્રુપમાં તમારા ખાસ મિત્ર જેને તમને બ્લોક કર્યો છે તેને એડ કરે. જ્યારે તમારો ખાસ મિત્ર પણ આ ગ્રુપમાં એડ થાય ત્યારે તમારા મિત્રને કહો કે તે આ ગ્રુપમાં તમને પણ એડ કરે અને પછી પોતે ગ્રુપ એડમિન માંથી અને આ ગ્રુપ બન્નેમાંથી નીકળી જાય.

પછી

પછી

પછી તમે આ ગ્રુપના માધ્યમથી તમારા ખાસ મિત્ર જોડે વાત કરી શકો. અને તમારો તે ફેન્ડ ગ્રુપ છોડીને જતો રહે તે પહેલા મહત્વની વાત તેની જોડે કરી લો.

વોટ્સઅપ

વોટ્સઅપ

આમ આ સરળ ટ્રીકથી તમે રિસાયેલાને મનાવી શકો છો. આવી જ અન્ય કામની વાતો જાણવા અહીં ક્લિક કરો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X