How To: કેવી રીતે ઓનલાઇન આધારની નામની ભૂલો ઠીક કરવી

Posted By:
Subscribe to Oneindia News

હાલમાં જ આધાર કાર્ડ અને પાનકાર્ડને જોડવું જરૂરી બની ગયું છે. ત્યારે કેટલાક લોકો આધાર કાર્ડમાં પોતાના નામ કે સરનામાંના ભૂલના કારણે પાનકાર્ડને પાન કાર્ડ સાથે જોડી નથી શકતા. જેના કારણે ભારે મુશ્કેલીઓ થઇ રહી છે. અનેક જગ્યાએ આધાર કાર્ડ અને પાનકાર્ડમાં અલગ અલગ માહિતી આપવાના કારણે લોકો અસહાય અનુભવી રહ્યા છે. વળી આધાર કાર્ડ હવે તમામ વસ્તુઓ સાથે જોડવું ફરજિયાત બની ગયું છે. ત્યારે જો તમારા આધાર કાર્ડમાં કોઇ ભૂલ હોય તો ઓનલાઇન આ રીતે તેની ઠીક કરી શકો છો. અહીં અમે તમને આ અંગે સરળ સ્ટેપ બતાવવા જઇ રહ્યા છે.

Read also : 7 ફિક્સ ડિપોઝિટ, જે આપે છે સારો વ્યાજ દર

આધાર કાર્ડ

આધાર કાર્ડ

નોંધનીય છે કે કેન્દ્ર સરકારે આધાર કાર્ડની ઉપયોગિતાને વધારવા માટે તેને તમામ સરકારી ઉપક્રમો સાથે જોડી તેને એક મહત્વનું અંગ બનાવી દીધું છે. હવે આધાર કાર્ડને પાન કાર્ડ, એલપીજી, પાસપોર્ટ, મોબાઇલ ફોન, સીમ કાર્ડ અને બેઝિક ફોન કનેક્શનથી લઇને રાશન કાર્ડ, પેન્શન, આઇ ટી રિર્ટન સાથે જોડવામાં આવ્યું છે. વળી ડ્રાઇવિંગ લાયસન્સથી લઇને સરકારી છૂટ અને પીએફ માટે પણ આધારકાર્ડ હવે અનિવાર્ય છે.

કેવી રીતે કરશો અપટેડ

કેવી રીતે કરશો અપટેડ

આધાર કાર્ડની જાણકારીને લેવા કે આધાર નંબરનું સ્ટેટસ ચેક કરવા માટે હવે તમારે અલગ અલગ પોર્ટલ પર જવાની જરૂર નથી. આ માટે UIDAI જે આધાર કાર્ડની અધિકૃત વેબસાઇટ છે તેની પર જઇને જ તમે આ તમામ કામ કરી શકો છો. uidai.gov.in પર જઇ તમે આધાર કાર્ડ અંગેની તમામ જાણકારી મેળવી શકો છો.

શું થઇ શકે છે અપડેટ?

શું થઇ શકે છે અપડેટ?

ઉપરોક્ત વેબસાઇટ પર જઇને તમે તમારું નામ, સરનામું, ઉંમર, જાતિ સંબંધી જાણકારી, મોબાઇલ નંબર, ઇમેલ જેવા વિગતો અપટેડ કરી શકો છો. આધારકાર્ડ બનાવાની પ્રક્રિયાને વધુ સરળ કરવામાં આવી છે. હવે અલગ અલગ જગ્યાએ કેમ્પ લગાવીને તેના ઓનલાઇન ફોર્મ ભરવામાં આવે છે. જે પછી પણ જો કોઇ ભૂલ હોય તો તેને પાછળથી સુધારી શકાય છે. આધાર કાર્ડમાં સુધાર લાવવો ખુબ જ સરળ છે. આધાર કાર્ડમાં થયેલી આ ભૂલોને સુધારવા માટે તમારે આ કરવું પડશે.

કેવી રીતે કરશો?

કેવી રીતે કરશો?

સૌથી પહેલા uidai.gov.in વેબસાઇટમાં જઇને તમે નીચે સ્કોલ કરશો તો તમને તમારા આધાર કાર્ડમાં બદલાવ કરવાનો વિકલ્પ મળશે. આ વિકલ્પ પર ક્લિક કરશો તો તમને એક નવું પેજ ખુલેલું મળશે. અહીં તમારે આધાર નંબર નાખવાનો રહેશે. તમને એક બોક્સમાં કેટલાક નંબર લખેલા મળશે જેને કેપ્ચે વર્ડ્સ કહેવાય છે તેને ખાલી બોક્સમાં યોગ્ય રીતે લખવાના રહેશે. તે પછી તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક ઓટીપી મેસેજ આવશે જેને બોક્સમાં ટાઇપ કરી તમે વેબસાઇટમાં લોગિન કરવાનું રહેશે.

ફેરબદલ

ફેરબદલ

તે પછી તમે તમારું નામ, સરનામુ કે ઉંમર જે પણ વિગત તમારે બદલી હોય તે વિભાગમાં જઇને તમારે નવી માહિતી ભરવી પડશે. અને પછી સબમિટનું કરી શકો છો.

પછી શું કરવું

પછી શું કરવું

આ પ્રક્રિયા પછી ડેટા અપટેડ પછી પ્રોસેસ્ડ પર ક્લિક કરો. હવે તમે તમારી નવી જાણકારી તેમાં જોઇ શકો છો. એક વાર વધુ તપાસી લો, અને પછી કન્ફર્મ બટન પર ક્લિક કરો. તો તમામ વિગતો અપટેડ થઇ જશે. તે પછી તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક મેસેજ આવશે. જેમાં તમને URN નંબર મળશે.

યુઆરએન નંબર

યુઆરએન નંબર

તમામ પ્રક્રિયા પૂર્ણ થયા પછી આધાર નંબર અને યુઆરએન નંબર નાખો અને લોગઆઉટ કરો. તે પછી ડેટા ઓપડેટ ઓપ્શન પર જાવ અને પોતાનો આધાર નંબર અને યુઆરએન નંબર નાખી ચેક કરો. તે પછી કેટલાક સમયમાં તમને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક અપડેશનનો મેસેજ આવશે. યુઆરએન નંબરને અપડેટ રિક્વેસ્ટ નંબર કહે છે. તે ત્યારે જ જનરેટ થાય છે જ્યારે આધાર કાર્ડમાં કોઇ અપટેડ ના થાય.

આધાર કાર્ડનું સ્ટેટસ

આધાર કાર્ડનું સ્ટેટસ

જો તમને તમારા આધાર કાર્ડનું સ્ટેટસ નથી ખબર તો સ્ટેટસ ચેક કરવા માટે પણ વિકલ્પ આપવામાં આવ્યો છે. ચિત્રમાં તીરનું નિશાન છે ત્યાં જઇને ક્લિક કરો. અહીં તમારે તમારો આધાર નંબર અને યુઆરએન નંબર આપવો પડશે. જેથી તમે તમારા સ્ટેટસની જાણકારી આપી શકો.

English summary
Those Who Have Aadhar Card They Can Update Name, Address, Gender, Date Of Birth, Mobile Number And Email ID Through UIDAI Portal.
Please Wait while comments are loading...