SBI આપે છે સસ્તા ઘર અને દુકાન, આ રીતે ખરીદો
આપણે બેન્કમાંથી લોન લઈને ઘર, દુકાન અને જમીન ખરીદીએ છીએ. તેમાંથી કેટલાક લોકો લોન પૂરી નથી કરી શક્તા. બેન્ક પોતાના પૈસા વસુલવા માટે આવી પ્રોપર્ટીની હરાજી કરી દે છે. સામાન્ય રીતે આવી પ્રોપર્ટી સસ્તામાં ખરીદવાની તક મળે છે. હાલમાં ભારતીય સ્ટેટ બેન્ક આવી હરાજી કરી રહ્યું છે. આ હરાજી આગામી 5 નવેમ્બ 2019ના રોજ યોજાશે. આ હરાજીમાં ભારતના નાગરિકો ભાગ લઈ શકે છે. તેની આખી પ્રોસેસ ઓનલાઈન છે. દેશના કોઈ પણ ખૂણેથી નાગરિકો આ હરાજીમાં ભાગ લઈને સસ્તામાં પ્રોપર્ટી ખરીદી શકો છો. બેન્ક પાસે ગિરવે રપડેલી આ પ્રોપર્ટી દેશના જુદા જુદા વિસ્તારોમાં છે, જેના વિશે તમે ઓનલાઈન માહિતી મેળવી શકો છો. જો તમારી આવી પ્રોપર્ટી ખીદવી છે, તો તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. બાદમાં તમે હરાજીમાં ભાગ લઈને પ્રોપર્ટી ખરીદી શકો છો. આ પ્રોપર્ટીની હરાજીમાં ભાગ લઈને રજિસ્ટ્રેશન કરાવવા માટે આજે છેલ્લો દિવસ છે.

આવી રીતે મેળવો પ્રોપર્ટી વિશેની માહિતી
એસબીઆઈએ દેશભરમાં રહેલી પ્રોપર્ટીની માહિતી ઓનલાઈન આપી છે. જો કોઈ વ્યક્તિ આ પ્રોપર્ટી વિશે માહિતી મેળવવા ઈચ્છે તો નીચે આપેલી લિંક પર ક્લિક કરી શકે છે.
https://sbi.auctiontiger.net
https://bankeauctions.com

આ છે રજિસ્ટ્રેશનની રીત
એસબીઆઈ પ્રોપર્ટીઝની ઈ હરાજીમાં સામેલ થવા માટે તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે. આ રજિસ્ટ્રેશન માટે સૌથી પહેલા તમારે બેન્કની વેબસાઈટ પર જવું પડશે. https://sbi.auctiontiger.net અને www.bankeauctions.com આ વેબસાઈટ પર જઈને ઈન્ડિવિઝ્યુઅલ કે ઓર્ગેનાઈઝેશનમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરો. બાદમાં એક લિંક મળશે. અહીં તમારે તમારી ડિટેઈલ્સ ભરવાની છે. તો યુઝર એગ્રીમેન્ટ અને પ્રાઈવસી પોલિસી પણ અપાયેલી છે, જેને તમારે વાંચવી જોઈએ.

એસબીઆઈએ મદદ માટે આપ્યા છે ફોન નંબર
જો તમારે ઈ હરાજી કે ઈ ઓક્શનમાં ભાગ લેવો હોય કે વધુ માહિતી મેળવવી હોય તો +91-79-61200554/587/594/598/559 અથવા 09265562821, 09265562818, 09374519754 નંબરો પર સંપર્ક કરી શકો છો. આ છે ઈમેઈલ એડ્રેસ- support@auctiontiger.net

એસબીઆઈમાં કઈ પ્રોપર્ટી છે સામેલ
એસબીઆઈની ઈ હરાજીમાં રેસિડેન્સિયલ અને કમર્શિયલ બંને પ્રકારની પ્રોપર્ટીઝ સામેલ છે. આ પ્રોપર્ટીઝને એસબીઆઈમાંથી લોન લઈને ખરીદવામાં આવી હતી. પરંતુ લોન પૂરી ન થવાના કારણે બેન્કે આ પ્રોપર્ટીઝની હરાજી કરવાનો નિર્ણય લીધો છે. બેન્ક આ પ્રોપર્ટીની હરાજી કરતા પહેલા લોન લેનાર લોકોને નોટિસ આપે છે, બાદમાં તેની હરાજી કરવામાં આવે છે.
ટેસ્ટિંગ દરમિયાન સ્પૉટ થયું ટાટા ટિયાગોનું નવું મોડેલ, જુઓ પિક્સ