સરકારે 11.44 લાખ પાનકાર્ડ કર્યા છે રદ્દ, જાણો તમારુ પાનકાર્ડ વેલિડ છે?

Written By:
Subscribe to Oneindia News

કેન્દ્ર સરકારે દેશભરના 11.44 લાખ જેટલા પાનકાર્ડ કેન્સલ કર્યા છે. આમાંથી કેટલાકને નિષ્ક્રીય કરવામાં આવ્યા છે તો કેટલાકને રદ્દ. નાણાંના રાજ્યમંત્રી સંતોષ કુમાર ગંગવારે દિલ્હીની સંસદમાં જાણકારી આપી હતી કે જે લોકોની પાસે એકથી વધુ પાનકાર્ડ છે તેમના પાનકાર્ડને કેન્સલ કે નિષ્ક્રીય કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે સરકારે 27 જુલાઇ સુધી 11,44,211 પાનકાર્ડ રદ્દ કર્યા છે. તેવામાં જો તમારે જાણવું હોય કે તમારું પાનકાર્ડ એક્ટિવ છે કે નહીં તો નીચે અમે સરળ રીતે આ અંગે જાણકારી આપી છે. જે દ્વારા તમે તમારા પાનકાર્ડની વેલિડિટી તપાસી શકો છો...

આ લિંક પર કરો ક્લિક

આ લિંક પર કરો ક્લિક

જો તમે જાણવા માંગતા હોવ કે તમારું પાનકાર્ડ એક્ટિવ છે કે નહીં તો તમારે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ પર ક્લિક કરવું પડશે. http://incometaxindiaefiling.gov.in/ જગ્યાએ ક્લિક કરીને તમને નીચેના સ્ટેપને ફોલો કરીને તમારું પાનકાર્ડ એક્ટિવ છે કે નહીં તે જાણી શકો છો.

પાનકાર્ડ

પાનકાર્ડ

ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ પર ક્લિક કરીને તમને Know your PANના વિકલ્પ પર ક્લિક કરવું પડશે. અહીં ક્લિક કરવાથી નવી વિંડો ખુલશે. જે પછી તમારે ફોર્મમાં પોતાની તમામ જાણકારી યોગ્ય રીતે ભરવી પડશે.

એક ક્લિકમાં જાણો

એક ક્લિકમાં જાણો

આ ફોર્મને યોગ્ય રીતે ભર્યા પછી તમારે સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે. હવે તે પછી તમારા મોબાઇલ નંબર પર એક કોડ આપશે. આ કોડને નાખી ફરી તમારે સબમિટ કરતા તમે તમારા પાનકાર્ડની વેલિડિટી અંગે જાણકારી મેળવી શકશો.

આધાર-પાન

આધાર-પાન

વધુમાં ઉલ્લેખનીય છે કે આધાર કાર્ડ સાથે પણ પાનકાર્ડને લિંક કરવું હવે સરકારે ફરજિયાત બનાવ્યું છે. 5 ઓગસ્ટના રોજ ઇનકમ ટેક્સ રિર્ટન ભરવાની છેલ્લી તારીખ છે જે પહેલા તમે તમારા આધાર કાર્ડ અને પાનકાર્ડને લિંક કરાવી શકો છો.

English summary
over 11 44 lakh pans deactivated know how to check your pan card validity

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.